ETV Bharat / state

Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

કચ્છમાં મેન્ગ્રોવના ઝાડની સંખ્યામાં વધારો (Mangrove Trees In kutch) થયો છે. ગુજરાતમાં ચેરિયાના જંગલ વિસ્તાર (mangrove forest in gujarat)માં 2 ચોરસ કિલોમીટરનો ઘટાડો, જ્યારે કચ્છમાં 3.97 ચોરસ કિલોમીટર વધ્યા છે. વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021માં આ સામે આવ્યું છે.

Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ
Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ
author img

By

Published : Jan 19, 2022, 9:39 PM IST

કચ્છ: ગુજરાતભરમાં જ્યારે ચેરિયાના ઝાડ (mangrove trees in gujarat)ની સંખ્યામાં ઘટાડો થયો છે, ત્યારે ફક્ત કચ્છ જિલ્લા (Mangrove Trees In kutch)માં જ નોંધપાત્ર વધારો થયો છે. ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021(Indian State of Forest Report 2021) પ્રમાણે કચ્છમાં ચેરિયાની સંખ્યામાં લગભગ 4 ચોરસ કિલોમીટર જેટલો વધારો નોંધાયો છે. કચ્છ જિલ્લામાં કુલ 798.74 ચોરસ કિલોમીટરમાં ચેરિયાના જંગલો આવેલા છે.

કચ્છમાં ચેરિયાની સંખ્યામાં લગભગ 4 ચોરસ કિલોમીટર જેટલો વધારો નોંધાયો છે.

ચેરિયાના જંગલો દરિયાકાંઠાની ઇકોલોજીને ટકાવી રાખવા માટે મહત્વના

દેશમાં સૌથી લાંબો સમુદ્ર વિસ્તાર (sea area of gujarat) ધરાવતા ગુજરાત રાજ્યના સૌથી મહત્વના જિલ્લામાં મેન્ગ્રુવ તરીકે જાણીતા ચેરિયાના જંગલો (mangrove forest in gujarat)નું પ્રમાણ વધવું એ વન્યજીવ માટે સારા સમાચાર છે. મોટેભાગે મેન્ગ્રુવ તરીકે જાણીતા ચેરિયાના ઝાડ ફક્ત દરિયાઈ વિસ્તારમાં ઊગે છે. ખારા પાણીમાં પણ ટકી શકતા આ ઝાડ દરિયાના તટ પર જોવા મળે છે, જ્યાં અન્ય કોઈ વનસ્પતિ ઊગી શકતી નથી. આ ચેરિયાના જંગલો દરિયાકાંઠાની ઇકોલોજીને ટકાવી રાખવા મહત્વનો ભાગ ભજવે છે.

નેશનલ સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 બહાર પાડવામાં આવ્યો

કચ્છ જિલ્લાની દરિયાઈ સપાટી (Sea level of Kutch district)પણ ખૂબ લાંબી છે. આ દરિયાઈ સપાટી પર અનેક જગ્યાએ ચેરિયાના વૃક્ષ જોવા મળે છે. રણના વાહન ઊંટ પણ આ ચેરિયા આરોગી પોતાને પોષણ પૂરું પાડે છે. હાલમાં જ કેન્દ્ર સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય (ministry of forests and environment india) દ્વારા નેશનલ સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021 બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારતમાં દરેક પ્રકારના વૃક્ષ વિશે માહિતી આપવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ છેલ્લા 2 વર્ષમાં દેશના કુલ ફોરેસ્ટ કવરમાં 2,261 કિલોમીટરનો વધારો થયો છે.

આ પણ વાંચો: 26 જુલાઈ વિશ્વ મેન્ગ્રોવ દિવસ: સુનામી અને તોફાન સામે સૈનિક થઈને ઉભા રહે છે આ ચેરના વૃક્ષો

કચ્છમાં 3.97 ચોરસ કિલોમીટરમાં ચેરિયાના જંગલમાં વધારો

કચ્છ જિલ્લામાં દેશના કુલ ચેરિયાના જંગલ વિસ્તાર (mangrove forest in kutch)નો 15 ટકા હિસ્સો છે. ઉપરાંત દેશમાં સૌથી વધારે ચેરિયાના જંગલ ધરાવતા 3 જિલ્લામાં પણ કચ્છનું નામ આવે છે. ચેરિયાના જંગલોની વાત કરીએ તો ગુજરાતમાં 2 ચોરસ કિલોમીટરનો ઘટાડો થયો છે, જ્યારે કે કચ્છમાં આ જંગલ 3.97 ચોરસ કિલોમીટર જેટલા વધ્યા છે. દેશમાં ચેરિયાના જંગલ કુલ 4,992 ચો. કી.મીમાં ફેલાયેલા છે, જ્યારે કે તેમાંથી માત્ર કચ્છમાં જ 798 ચો. કિ.મી. છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં વધ્યુ ચેરિયાનું ક્ષેત્રફળ વધ્યું?

ગુજરાતમાં કચ્છ સિવાય અમરેલી, ભરૂચ, જામનગર અને જૂનાગઢ (mangrove in junagadh)માં ચેરિયામાં આંશિક વધારો નોંધાયો છે, જ્યારે કે અન્ય જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ (mangrove in ahmedabad)માં ચેરિયામાં ચિંતાજનક એવો 4.67 ચો. કિમી.નો ઘટાડો થયો છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ, આણંદ, ભાવનગર, નવસારી, સુરત, વડોદરા અને વલસાડમાં ચેરિયાના જંગલોમાં ઘટાડો નોંધાયો છે. કચ્છ, અમરેલી, ભરૂચ, જામનગર (mangrove forest in jamnagar)માં ચેરિયાનું ક્ષેત્રફળ વધ્યું છે. તો પોરબંદર અને રાજકોટમાં કોઇ ફેરફાર થયો નથી. કચ્છની વાત કરવમાં આવે તો વર્ષ 2019માં કુલ 795 ચો.કિમીના ક્ષેત્રફળમાં ચેરિયા આવેલા હતાં. વર્ષ 2021માં અંદાજે ચેરિયાનો વિસ્તાર 3.97 ચો. કિમી વધીને 798.74 થયો છે.

આ પણ વાંચો: દરિયાઈ શ્રુષ્ટિ જાળવતા મેન્ગ્રોવ ઝાડ કાપી નાખવા મુદ્દે હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.