કચ્છઃ જિલ્લામાં લમ્પી સ્કીન ડીસીઝનો કહેર મોટા પ્રમાણમાં વધી ગયો છે. દિવસેને દિવસે સ્થિતિ વણસી રહી છે. ગાયની હાલત કથળતી જાય છે. આ રોગ હવે બેકાબુ થઇ ગયો હોય તે રીતે જિલ્લામાં ફેલાઇ (Animal death from lumpy )ગયો છે. આ રોગના લીધે (Lumpy virus)અનેક પશુપાલકોએ પોતાના પશુ ખોયા છે અને પશુપાલકો પાયમાલ થયા છે. કોંગ્રેસ દ્વારા(Gujarat Congress)પશુદીઠ મૃત્યુ સહાય આપવા તથા પાંજરાપોળોની ચડત રકમ ત્વરિત મળે તે માટે લડત ચલાવવામાં આવી રહી છે.
પશુપાલકોએ પોતાના પશુઓને ખોયા - જિલ્લામાં લમ્પી વાયરસ કારણે અનેક પશુપાલકોએ પોતાના પશુઓને ખોયા છે અને આર્થિક રીતે પણ પાયમાલ થયા છે. સરકારે હાલમાં પશુદીઠ મૃત્યુ (Lumpy virus symptoms )સહાય આપવા કોઈ પણ જાતની વિચારણા નથી કરી. જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા હાલમાં લમ્પી રોગથી જે પશુપાલકોના પશુઓ મૃત્યુ પામેલ હોય તે અંગેના માહિતી-ફોર્મની વિગતો સ્થાનીક તાલુકા કોંગ્રેસ પ્રમુખો, આગેવાનો અને કાર્યકરોને મોકલવા પશુપાલકો તથા ગૌશાળા, પાંજરાપોળ સંચાલકોને અનુરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ સ્ટેટ ડિઝાસ્ટર રીલીફ ફંડમાંથી પશુદીઠ મૃત્યુ સહાય આપવા તથા પાંજરાપોળોની ચડત રકમ ત્વરિત મળે તે માટે લડત ચલાવશે તેવું કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ રસી આપ્યા બાદ પણ ગાયોમાં લમ્પી, પશુપાલકોમાં ડરનો માહોલ
લમ્પી રોગના કારણે પશુના મોત - કચ્છ જિલ્લામાં લમ્પી રોગના પરિણામે હજારો પશુઓ મૃત્યુ થયા છે. તેનાં જાત નિરીક્ષણ અને જીરો ગ્રાઉન્ડ પર માહિતી મેળવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર , ગુજરાત કોંગ્રેસ ઝોનલ ઇન્ચાર્જ રામકીશન ઓઝા તથા ગુજરાત પ્રદેશ કિશાન સેલ ચેરમેન પાલ આંબલીયા તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પ્રવાસ દરમિયાન મળેલ આદેશાનુસાર સમગ્ર કચ્છ જિલ્લાનાં મૃત્યુ પામેલ પશુઓનો સાચો આંકડો પ્રાપ્ત થાય તે માટે માહિતી- ફોર્મ દ્વારા સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ લમ્પી વાયરસના કારણે સાબર ડેરી બની સતર્ક, 2 દિવસમાં કર્યું આ કામ
પશુઓના મોતની નોંધ કરાવવી - કચ્છ જિલ્લામાં જે પશુપાલકોની ગાય, ગૌવંશો કે અન્ય પશુઓ લમ્પીરોગના સંક્રમણથી મૃત્યુ પામેલ હોય તે પશુપાલકો તથા ગૌશાળા, પાંજરાપોળ સંચાલકોએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજૂર્વેન્દ્રસિંહ જાડેજાને મોબાઈલ નંબર 9825226564 તેમજ કોંગ્રેસ કાર્યાલય ભુજના ધીરજ રૂપાણીને 94291 70083 પર સંપર્ક સાધવા તેમજ જિલ્લાના દસ તાલુકા મથકોના કાર્યકરોની સંપર્ક યાદી જિલ્લા કોંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવી છે જેના પર સંપર્ક કરીને પશુપાલકો અને ગૌશાળાના સંચાલકો પોતાના પશુઓની જાનહાનિ અંગેની નોંધ કરવી શકશે.
પગલાં લેવામાં નહીં લેવાય તો કોર્ટ સુધી રજૂઆતો કરવામાં આવશે - તાલુકા કોંગ્રેસ પ્રમુખો પાસેથી તથા સ્થાનીક કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો પાસેથી ફોર્મ મેળવી 7મી ઓગસ્ટ સુધી પરત જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તાલુકા સ્તરેથી જિલ્લા તથા રાજ્યસ્તરે લડત ચલાવી ત્વરિત સહાય મંજુર થાય તે માટે કોંગ્રેસ પક્ષ સતત પશુપાલકો તથા ગૌશાળા, પાંજરાપોળોના હિતમાં આયોજનબદ્ધ અવાજ ઉઠાવશે. કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અને જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો મુખ્યપ્રધાન, રાજ્યપાલ, વડાપ્રધાન તથા કોર્ટ સુધી રજૂઆતો કરવામાં આવશે એવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી આદમ ચાકીએ જણાવ્યું હતું.
લમ્પી રોગની પરિસ્થિતિ - કચ્છમાંં આજની તારીખ સુધી લમ્પી રોગની પરિસ્થિતિ જોઈએતો લમ્પીના 38383 કેસ નોંધાયા છે.જ્યારે એક્ટિવ કેસ 3310 છે. કુલ 52704 પશુની સારવાર કરવામાં આવી છે. લમ્પીના કારણે 1275 પશુના મોત થયા છે. જિલ્લામાં 2,44,779 રસીકરણ કરવામાં આવ્યું છે.કચ્છમાં 72 ડોક્ટરોની ટીમ કાર્યરત છે.