કચ્છઃ લમ્પી સ્કીન ડીસીઝનો કહેર દિવસેને દિવસે વધતો જોવા મળી (Lumpy virus in Kutch )રહ્યો છે. લમ્પી સ્કીન ડીસીઝના કારણે અનેક ગાયો મોતને ભેટી છે. આ રોગ હવે બેકાબુ થઇ ગયો હોય તે રીતે જિલ્લામાં ફેલાઇ (Lumpy virus in Gujarat) ગયો છે. આ રોગ માટેની એલોપેથીક દવાઓ અને રસી પણ ખૂબ ઓછા પ્રમાણમાં અસર(Lumpy virus vaccination)કરી રહી છે. આ રોગ માટે આયુર્વેદિક દવાઓ પણ છે કઈ દવા છે અને કંઈ રીતે પશુમાં આ રોગથી રક્ષણ અપાવશે જાણો આ અહેવાલમાં.
30,000 થી વધુ પશુઓને સારવાર આપી - એપ્રિલ મહિનામાં કચ્છના છેવાડાના લખપત તાલુકામાં કેપરીપોક્સ વાયરસથી થતી લમ્પી સ્કીન ડીસીઝના (Ayurvedic treatment of Lumpy)કેસ દેખાવાના શરૂ થયા હતા. લખપત બાદ અબડાસા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, ભુજ, રાપર, ભચાઉ તેમ ધીમે ધીમે સમગ્ર કચ્છમાં આ લમ્પીના કેસ જોવા મળ્યા છે. આ રોગ સામે જિલ્લા તંત્ર પણ કાર્ય કરી રહ્યું છે અને જિલ્લાના 430 ગામમાં અત્યાર સુધી 30,000 થી વધુ પશુઓને સારવાર આપી છે અને વાયરસની અસર ન થઈ હોય તેવા 1 લાખથી વધુ પશુઓને આ રોગથી બચવા રસી આપવામાં આવી છે. રસીકરણ માટે કુલ 58 ટીમ દ્વારા આ રોગને નાથવા પ્રયાસ ચાલુ છે.
શું છે આ લમ્પી રોગ - આ રોગના પશુને પહેલા 8 થી 10 દિવસ તાવ આવે છે અને ત્યાર બાદ પશુના શરીર પર ગાંઠો નીકળે છે. અમુક સમય બાદ આ ગાંઠો બેસી જાય છે અથવા ફૂટે છે. અમુક કેસમાં જ્યાં શ્વસન તંત્રમાં ગાંઠો હોય તો પશુઓને વધારે જોખમ રહેતું હોય છે. આ રોગ વાયરસથી થતો રોગ છે.
આ પણ વાંચોઃ પશુઓમાં લમ્પી વાયરસ વકર્યો, કેન્દ્રની ટીમ તાબડતોબ ગુજરાત દોડી આવી
આ રોગ સમયે પશુઓને આરામ આપવો જોઈએ - પશુને આ રોગ થયો હોય ત્યારે પશુને સીમાડામાં ચરવા માટે ના મોકલવું જોઈએ. સીમાડા સુધી જવામાં પશુને વધારે તકલીફ પડે છે અને રોગનું પ્રમાણ વધે છે. જો પશુઓમાં આ રોગ જોવા મળે તો પશુઓને ચરિયાણ કરવા ના મોકલવું જેથી કરીને અન્ય પશુઓમાં આ રોગનો ફેલાવો અટકાવી શકાય.
ગીલોય, લીમડો, હળદર, મરી અને એલોવેરાના ઉપચાર - આ રોગ માટે આર્યુવેદિક કુદરતી ઉપચાર છે અને તેનો પરિણામ પણ ખૂબ સારું છે. આ ઉપચાર 20-25 દિવસ જેટલો સમય લાગે છે. આ ઉપચારમાં ગીલોયની વેલ, તેની ડાળખીઓ અને પાંદડાઓ આ રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. ગીલોયના ઉકાળામાં ગોળનું મિશ્રણ કરીને ગાયોને આપવામાં આવે તો તે આ રોગ સામે રક્ષણ આપવા મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત ગાયોને લીમડાનું પાણી પીવડાવવું તેમજ લીમડાના પાણીથી નવડાવવું અને લીમડો ખવડાવવો. ઉપરાંત હળદર ખવડાવવી, પીવડાવવી તેમજ તેના પાણીથી નવડાવી અને સોજા તેમજ ફોલા પર લગાવવી શકાય છે. આ રોગ માટે મરી પણ ખૂબ જ ઉપયોગી નીવડે છે તો મરીનો પણ ઉપયોગ કરવો જોઈએ.
આયુર્વેદિક ઉપચારથી લમ્પી સામે રક્ષણ મેળવી શકાશે - સર્વમંગલ આરોગ્યધામના ચીફ મેડિકલ ઓફીસર ડૉ. આલાપ અંતાણીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગાયમાં પણ લમ્પી રોગને લઈને તણાવ જોવા મળતો હોય છે. ખાસ કરીને જો આ વાયરસનો ફેલાવો શ્વસનતંત્ર સુધી થઈ જાય તો અમુક કેસમાં ગાયોનું મૃત્યુ પણ થતું હોય છે. ગાયોમાં તણાવ જોવા મળે છે જેથી કરીને ખાવા પીવાની ઈચ્છા પણ ઓછી થઈ જાય છે. ગાયના આઇસોલેસન વિસ્તારમાં ગાયની આસપાસ જો ગૂગળનો ધૂપ કરવામાં આવે તો વાતાવરણમાં રહેલા વાયરસનો નાશ પામે છે અને આ રોગનો ફેલાવો થતો અટકે છે. ગાયમાં તણાવ દૂર કરવા માટે સંગીત પણ મહત્વનો ભાગ ભજવે છે એટલે સંગીત થેરેપી પણ આ રોગ સામે રક્ષણ મેળવવા ફાયદાકારક છે.
આ પણ વાંચોઃ Lumpy Virus in Kutch : લમ્પી વાયરસ નાબૂદી માટે પ્રશાસન એક્શન મોડમાં
આર્યુવેદિક ઉપાયથી લમ્પી ઝડપી રિકવરી - ઉપરાંત લસણ વાટીને હરદર કે ગોળ સાથે તેલ નાખીને ગાયને ખવડાવવી શકાય છે. તેલ વાયુ નાશક છે માટે લસણ સાથે તેલ નાખવું જેથી ગાયોને ચાંદીના પડે, જો ગાયોને ઝાડા થયા હોય તો એક ચમચી મેથી ખવડાવવી જોઈએ.આ આર્યુવેદિક ઉપાય કરવામાં આવે તો ગાયો માટે અનુકૂળ રહે છે અને લમ્પી સ્કિન ડીસીઝ વાયરસથી ઝડપી રિકવરી આવે છે. ગાય લાકડું પચાવી શકે માટે ઉકાળો કરવાની ખૂબ વધુ જરૂર પડતી નથી. વધુમાં પહેલા દિવસથી આ ઉપાય થાય ત્યારે પરિણામ મળે છે.
પશુપાલનની ટીમ દ્વારા સારવાર અને રસીકરણ - ઉલ્લેખનીય છે કે આ રોગ માટે જિલ્લા પશુપાલન શાખા દ્વારા યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે. પશુપાલનની ટીમ દ્વારા સારવાર અને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પશુઓના લોહીના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલવામાં આવી રહ્યા છે. તદઉપરાંત ગાયને એન્ટીબાયોટિક દવાઓ તેમજ વિટામિનની દવાઓ આપવામાં આવી રહી છે, જેથી રિકવરી ઝડપી બને છે.