ETV Bharat / state

મુંબઈમાં ફેકટરી છોડી કચ્છમાં ખોલી લેબ, 1.25 કરોડ રોપાઓનો એકસાથે ઉછેર - Kutch farming news

ટીશ્યુ કલ્ચર થકી ઉછારેલા રોપાઓ અને વિચાર અંગે વાત કરતા હરીશ નાગડાએ જણાવ્યું હતું કે, તેઓ મુંબઈમાં બિસ્કિટની ફેક્ટરી ચલાવી રહ્યા હતા. તેઓએ 35 વર્ષની વયે જ નક્કી કરી લીધું હતું કે 45 વર્ષની વયે નિવૃત્તિ લઈ પ્રકૃતિ વચ્ચે જીવન પસાર કરવું છે અને તે મુજબ જ 45ની વયે નિવૃત્ત થઈ ફેકટરી પાર્ટનરને સોંપીને પરત કચ્છ આવીને ખેતી શરૂ કરી હતી.

મુંબઈમાં ફેકટરી છોડી કચ્છમાં ખોલી લેબ
મુંબઈમાં ફેકટરી છોડી કચ્છમાં ખોલી લેબ
author img

By

Published : Mar 26, 2023, 9:16 AM IST

મુંબઈમાં ફેકટરી છોડી કચ્છમાં ખોલી લેબ

કચ્છ: મુંબઈ જેવા મહાશહેરોમાં જીવન જીવવા વાળા લોકો ગ્રામીણ પ્રદેશમાં પ્રકૃતિ વચ્ચે રહેવાનું મહત્વ ખૂબ ઓછા લોકો સમજી શકે છે. મૂળ કચ્છના હરીશ નાગડા જેમણે મુંબઈમાં પોતાની બિસ્કિટની ફેક્ટરીમાંથી 45 વર્ષે જ નિવૃત્તિ લઈ પોતાના વતન કચ્છ આવી ખેતી કરવાની શરૂઆત કરી હતી અને ત્યાંથી જ ટીશ્યુ કલ્ચર ક્ષેત્રે કામ કરી આજે 1.25 કરોડ રોપાનો ઉછેર તેઓ કરી રહ્યા છે અને પ્રકૃતિની વચ્ચે નિજાનંદ મેળવી રહ્યા છે.

Left the factory in Mumbai and opened a Tissue Culture Bio-Technology Lab in Kutch
મુંબઈમાં ફેકટરી છોડી કચ્છમાં ખોલી લેબ

આલીશાન જીવનશૈલી છોડી પ્રકૃતિ વચ્ચે જીવન: ટીશ્યુ કલ્ચર થકી ઉછારેલા રોપાઓ અને વિચાર અંગે વાત કરતા હરીશ નાગડાએ જણાવ્યું હતું કે, તેઓ મુંબઈમાં બિસ્કિટની ફેક્ટરી ચલાવી રહ્યા હતા. તેઓએ 35 વર્ષની વયે જ નક્કી કરી લીધું હતું કે 45 વર્ષની વયે નિવૃત્તિ લઈ પ્રકૃતિ વચ્ચે જીવન પસાર કરવું છે અને તે મુજબ જ 45ની વયે નિવૃત્ત થઈ ફેકટરી પાર્ટનરને સોંપીને પરત કચ્છ આવીને ખેતી શરૂ કરી હતી. હરીશભાઈ માંડવી તાલુકામાં આવેલાં તેમન મૂળ વતન વિંઢ પાછા આવી ખેતી શરૂ કરી હતી ત્યારે તેમને અનુભવ્યું કે કચ્છમાં સારી ગુણવત્તાના વૃક્ષોની ખૂબ જરૂરિયાત છે.

1.25 કરોડ રોપાઓનો એકસાથે ઉછેર

ટીશ્યુ કલ્ચર ક્ષેત્રે કામ કરવા બાયો-ટેકનોલોજી લેબની શરૂઆત: જિલ્લામાં સારી ગુણવત્તાના વૃક્ષો અંગે વિચાર આવતા અને અન્ય ખેડૂતોને તેમને આ માટે ટીશ્યુ કલ્ચર પર કામ કરવાની પ્રેરણા આપી ત્યાર બાદ તેમણે 2 વર્ષ સુધી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી તેનું જ્ઞાન મેળવી વર્ષ 2005માં ભુજ તાલુકાના ભુજોડી ખાતે ટીશ્યુ કલ્ચર ક્ષેત્રે કામ કરવા બાયો-ટેકનોલોજી લેબની શરૂઆત કરી.

Kutch News: આને કેહવાય ગુરુ, વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષામાં પૂછાયેલા પ્રશ્ન બદલ ગ્રેસિંગ માર્ક આપવા અપીલ

સારી ગુણવત્તાના પ્લાન્ટમાંથી અનેક પ્લાન્ટનો ઉછેર: ટીશ્યુ કલ્ચર એટલે બહુ સરળ ભાષામાં કહીએ તો પ્લાન્ટને એક ઝેરોક્ષ ઇન્ડસ્ટ્રી તરીકે પણ આપણે એને કહી શકીએ કે આપણી પાસે જે પ્લાન્ટ છે એક કોઈપણ સારો પ્લાન્ટ હોય તો એમાં તેને ઘણી બધી પ્રિન્ટો આપણે કાઢી શકીએ. કોઈપણ જીવ હશે એ બે રીતે પ્રપોગેટ થાય છે એક વંશમાથું અને બીજું વનસ્પતિમાં એના અંશથી પણ પ્રપોગટ થઈ શકે છે.વંશથી પ્રપોગેટ થાય તો એનો ડીએનએ બદલાઈ જાય પણ એના અંશથી પ્રપોગેટ થાય તો એના જેટલા પણ કોપી કાઢી એ બધાનો ડીએનએ સમાન રહે છે ટિશ્યું કલ્ચરમાં અંશથી પ્રોપોગેટ કરીએ છીએ જેથી પહેલો પ્લાન્ટ અને છેલ્લો પ્લાન્ટ બધાનો ડીએનએ સમાન આવે છે.

99.99 ટકા શુદ્ધ માટીમાં મૂકીને રોપાઓનું ઉછેર: આ ઉપરાંત ટીશ્યુ કલ્ચરમાં કોઈ પણ પ્રકારના ઝાડવાની સૌથી ઉત્તમ ગુણવત્તા ધરાવતો છોડ લઈ તે જ ગુણવત્તા વાળા અનેક છોડ બનાવવામાં આવે છે. આ છોડોના ઉછેર માટે મધર કલ્ચરને 13 તત્વોથી બનેલી 99.99 ટકા શુદ્ધ માટીમાં મૂકી એક કાંચની બોટલમાં બંધ કરવામાં આવે છે અને તેને ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન અને જરૂરી તત્વો પૂરા પાડવામાં આવે છે. આ ઉપરાંત લેબની અંદર જુદાં જુદાં 10 જેટલા ઇન્ક્યુબેટર રૂમ પણ બનાવવામાં આવ્યા છે જેમાં જરૂરિયાત મુજબ ટ્યુબલાઈટ મારફતે કૃત્રિમ દિવસ અને રાતનું વાતાવરણ આપવામાં આવે છે.

World Sparrow Day: લુપ્ત થતી ચકલીઓને બચાવવા ભુજની સંસ્થા આવી આગળ, અનેક ગામડાઓમાં રાખ્યા ચકલીઘર

લેબમાં 1.25 કરોડ રોપાઓનો ઉછેર: વધુમાં હરીશભાઈએ જણાવ્યું હતું કે લેબની ક્ષમતાની વાત કરવામાં આવે તો તેની કેપેસિટી 1.25 કરોડ રોપાઓની છે જેમાં અહીં ઉછેરવામાં આવતા 70 લાખ જેટલા રોપા લેબની અંદર હોય છે અને 40 લાખ રોપા જે છે એ આપણે બહાર નર્સરી જેવું ઊભા કરેલ વાતાવરણમાં ઉછેરવામાં આવે છે.જેમાં બે પ્રક્રિયા હોય છે એક લેબની અંદર અને લેબમાં અંદરથી નીકળ્યા પછી જે છે એ હાર્ડનીંગ કરવાની પ્રક્રિયા હોય છે.કારણ કે લેબમાંથી નીકળ્યા પછી એને પ્રાઇમરી હાર્ડનીંગ અને સેકન્ડરી હાર્ડનીંગ એ બે કરીએ તો જ ખેડૂતના ખેતર સુધી આ રોપાઓ પહોંચી શકે અને ખેડૂતો તેમાંથી ઉત્પાદન લઈ શકે છે.

રોપાઓને પૂર્ણ સ્વરૂપે તૈયાર થતા 11 મહિનાથી 5 વર્ષ સુધીનો સમય: ઉલ્લેખનીય છે કે ટીશ્યુ કલ્ચરમાં રોપાને ભરપૂર ખોરાક આપવા માટે ખાસ ઇન્ક્યુબેટર રૂમમાં મૂકવામાં આવે છે જેમાં જરૂર મુજબ એસી અને હીટર ચાલુ કરી તમાં તાપમાનને જાળવવામાં આવે છે. આ ટીશ્યુ કલ્ચરની પ્રક્રિયામાં વિવિધ પ્રકારના રોપાઓને પૂર્ણ સ્વરૂપે તૈયાર થતા 11 મહિનાથી 5 વર્ષ સુધીનો સમય લાગે છે.હાલમાં અહીઁ ફ્રૂટ ક્રોપ પ્લાન્ટ એટલે કે ખેડૂતો વાવી શકે તેવા રોપાઓ અને બીજા ઓરનામેન્ટ પ્લાન્ટ એટલે કે ઘર સુશોભન માટે ઉપયોગમાં લેવાતાં 1.25 કરોડ રોપાઓનો ઉછેર કરવામાં આવી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.