ETV Bharat / state

કચ્છમાં ડાયાબિટીસના 40 હજારથી વધુ દર્દીઓ, જાણો નિદાન અને સારવાર વિશે

કચ્છ: સદીઓ અગાઉ જીવલેણ તથા મધ્યયુગમાં શેતાની અને હવે રાજવી ગણાતા ડાયાબિટીસને જીવનશૈલીમાં સુધારો અને નિયમિત સારવારથી નિયંત્રિત કરી શકાય છે. કચ્છમાં  ડાયાબિટીસના 40 હજારથી વધુ દર્દીઓ હોવાનુ અનુમાન છે.

author img

By

Published : Nov 14, 2019, 1:19 PM IST

etv bharat

ભૂજ ખાતે અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે ત્રણ હજારથી વધુ ડાયાબિટીસ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. જી.કે.જનરલ હોસ્પિટલના OPD વિભાગમાં ચાલતા નોન કોમીનીકેબલ ડીઝીસ( એન.સી.ડી.) હેઠળ કચ્છના ડાયાબીટીસનાં દર્દીઓના લોહીની ચકાસણી કરી નિયમિત સારવાર આપવામાં આવે છે. કચ્છના સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે 14મી નવેમ્બર વિશ્વ ડાયાબીટીસ ડે નિમિત્તે જણાવ્યું હતું કે, દેશમાં અંદાજે 8 કરોડથી વધુ ડાયાબિટીસનાં દર્દીઓ છે. જયારે કચ્છમાં 40 હજારની આસપાસ આવા દર્દીઓ હોવાનો અંદાજો તેમણે વ્યક્ત કર્યો હતો.

હોસ્પિટલમાં ખાસ તબીબની દોરવણી હેઠળ ડાયાબીટીસની ચકાસણી સાથે ખોરાકનાં સેવન સાથે તેના અટકાયતી પગલા જેવા કે, જીવનશેલીમાં બદલાવ, પુરતી ઊંઘ, વ્યાયામ અને ધુમ્રપાનના ત્યાગ ઉપર ધ્યાન મુકવામાં આવે છે. જો ડાયાબીટીસ અનિયંત્રિત થઇ જાય તો કીડની, સ્ટ્રોક, હ્રદય ઉપર અસર કરે છે. ડો. બુચના જણાવ્યા અનુસાર અતિશય વજન ધરાવતી વ્યક્તિ, બેઠાળુ જીવન, ગર્ભવતી મહિલા વધુ કોલેસ્ટ્રોલવાળી વ્યક્તિએ ડાયાબીટીસની ચકાસણી કરાવવી જરૂરી છે. જો ડાયાબીટીસનું નિદાન થાય અને ટાઈપ-1 તથા ટાઇપ-2 ડાયાબીટીસ હોય તો આંખની તપાસ જરૂરી બને છે.

જી.કે.જનરલના ચક્ષુરોગ નિષ્ણાંત ડો. ફહીમ મન્સુરીના જણાવ્યા મુજબ આંખનો પડદો નજર માટે મુખ્ય સ્ત્રોત હોવાથી તે બગડે નહિ તે પણ સાવચેતી રાખવી જરૂરી છે. બીજી તરફ હાડકાના રોગના નિષ્ણાંતોના મંતવ્ય મુજબ આવા દર્દીઓને પગમાં વાગે નહિ તેની ખાસ કાળજી લેવી જોઈએ. ડાયાબીટીસમાં જેમ આધુનિક મેડિકલ વિજ્ઞાનમાં સારવાર ઉપલબ્ધ છે. તેમ હોમિયોપેથીની પણ પેથોલોજીની રાહે સારવાર કરવામાં આવે છે.

જી.કે.માં કાર્યરત હોમિયોપેથી વિભાગના ડો.પ્રિયંકા ચૌધરીએ કહ્યું કે, ડાયાબિટીસ માટે દવા ઉપલબ્ધ હોવાથી રોજે રોજ દર્દીઓ નિયમિત સારવાર લેતા થયા છે. તે જ પ્રકારે હોસ્પિટલનાં આહાર શાસ્ત્રી હિરવા ભોજાણીએ જણાવ્યું કે, ડાયાબિટીસના દર્દી હોસ્પિટલમાં એડમીટ થાય તો તેમને એ મુજબનો ખોરાક આપવામાં આવે છે.

જી.કે.જનરલ હોસ્પિટલમાં ઓ.પી.ડી. વિભાગમાં કાર્યરત આયુર્વેદ શાખામાં સારવાર આપતા ડો. પીયુષ ત્રિવેદીએ સંસ્કૃતનો શ્લોક ટાંકતા કહ્યું કે, ‘આસ્યા સુખં સ્વપ્ન સુખં દધિની ! ગ્રામ્યોદક આનુપ રસાન પયા સી !!’ અર્થાત, બેઠાડુ જીવન, અતિશય નિંદ્રા, વધુ પડતું દહીં અને માંસાહારથી આ રોગ થાય છે. ઘણીવાર, એલોપોથી ડાયાબીટીસ દ્વારા કાબુમાં ન આવે તો આયુર્વેદીક સારવારથી સુગર લેવલ જળવાઈ રહે છે. તેમજ આમળા અને હળદરનું મિશ્રણ અત્યંત ઉપયોગી હોવાનું તેઓએ જણાવ્યું હતું. અહી રોજ 20 જેટલા દર્દીઓ સારવાર લેવા આવે છે.

Intro:સદીઓ અગાઉ જીવલેણ તથા મધ્યયુગમાં શેતાની અને હવે રાજવી ગણાતા ડાયાબિટીસને જીવનશૈલીમાં સુધારો અને નિયમિત સારવારથી નિયંત્રિત કરી શકાય છે. કચ્છમાં  ડયાબીટીસના 40 હજારથ વધુ દર્દીઓ હોવાનુ અનુમાન છે. Body:
ભૂજ ખાતે  અદાણી સંચાલિત જી.કે. જનરલ સિવિલ  હોસ્પિટલમાં દર વર્ષે અંદાજે ત્રણ હજારથી વધુ ડાયાબીટીક પેશન્ટની સારવાર કરવામાં આવે છે. જી.કે.જનરલ હોસ્પિટલની ઓ.પી.ડી. વિભાગમાં ચાલતા નોન કોમીનીકેબલ ડીઝીસ( એન.સી.ડી.) હેઠળ કચ્છના ડાયાબીટીસનાં દર્દીઓના લોહીની ચકાસણી કરી નિયમિત સારવાર આપવામાં આવે છે. કચ્છના સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે ૧૪મી નવેમ્બર વિશ્વ ડાયાબીટીસ ડે નિમિત્તે જણાવ્યું હતું કે, દેશમાં અંદાજે ૮ કરોડથી વધુ ડાયાબીટીસનાં દર્દીઓ છે. જયારે કચ્છમાં ૪૦ હજારની આસપાસ આવા દર્દીઓ હોવાનો અંદેશો તેમણે વ્યક્ત કર્યો હતો.

હોસ્પિટલમાં ખાસ તબીબની દોરવણી હેઠળ ડાયાબીટીસની ચકાસણી સાથે ખોરાકનાં સેવન સાથે તેના અટકાયતી પગલા જેવા કે, જીવનશેલીમાં બદલાવ, પુરતી ઊંઘ, વ્યાયામ અને ધુમ્રપાનનાં ત્યાગ ઉપર ધ્યાન મુકવામાં આવે છે. જો ડાયાબીટીસ અનિયંત્રિત થઇ જાય તો કીડની, સ્ટ્રોક, હ્રદય ઉપર અસર કરે છે. ડો. બુચના જણાવ્યા અનુસાર અતિશય વજન ધરાવતી વ્યક્તિ, બેઠાળુ જીવન, ગર્ભવતી મહિલા વધુ કોલેસ્ટ્રોલવાળી વ્યક્તિએ ડાયાબીટીસની ચકાસણી કરાવવી જરૂરી છે. જો ડાયાબીટીસનું નિદાન થાય અને ટાઈપ-૧ તથા ટાઇપ-૨ ડાયાબીટીસ હોય તો આંખની તપાસ જરૂરી બને છે. 

જી.કે.જનરલના ચક્ષુરોગ નિષ્ણાંત ડો. ફહીમ મન્સુરીના જણાવ્યા મુજબ આંખનો પડદો નજર માટે મુખ્ય સ્ત્રોત હોવાથી તે બગડે નહિ તે પણ સાવચેતી રાખવી જરૂરી છે. બીજી તરફ હાડકાના રોગના નિષ્ણાંતોના મંતવ્ય મુજબ આવા દર્દીઓએ પગમાં વાગે નહિ તેની ખાસ કાળજી લેવી જોઈએ. ડાયાબીટીસમાં જેમ આધુનિક મેડિકલ વિજ્ઞાનમાં સારવાર ઉપલબ્ધ છે. તેમ હોમિયોપેથીની પણ પેથોલોજીની રાહે સારવાર કરવામાં આવે છે. 

જી.કે.માં કાર્યરત હોમિયોપેથી વિભાગના ડો. પ્રિયંકા ચૌધરીએ કહ્યું કે, ડાયાબીટીસ માટે અત્રે દવા ઉપલબ્ધ હોવાથી રોજેરોજ દર્દીઓ નિયમિત સારવાર લેતા થયા છે. તે જ પ્રકારે હોસ્પિટલનાં આહારશાસ્ત્રી હિરવા ભોજાણીએ જણાવ્યું કે, ડાયાબીટીક પેશન્ટ હોસ્પિટલમાં એડમીટ થાય તો તેમને એ મુજબનો ખોરાક આપવામાં આવે છે.

જી.કે.જનરલ હોસ્પિટલમાં ઓ.પી.ડી. વિભાગમાં કાર્યરત આયુર્વેદ શાખામાં સારવાર આપતા ડો. પીયુષ ત્રિવેદીએ સંસ્કૃતનો શ્લોક ટાંકતા કહ્યું કે, ‘આસ્યા સુખં સ્વપ્ન સુખં દધિની ! ગ્રામ્યોદક આનુપ રસાન પયા સી !!’  અર્થાત, બેઠાડુ જીવન, અતિશય નિંદ્રા, વધુ પડતું દહીં અને માંસાહારથી આ રોગ થાય છે. ઘણીવાર, એલોપોથી ડાયાબીટીસ દ્વારા કાબુમાં ન આવે તો આયુર્વેદીક સારવારથી સુગર લેવલ જળવાઈ રહે છે.આમળા અને હળદરનું મિશ્રણ અત્યંત ઉપયોગી હોવાનું તેઓએ જણાવ્યું હતું. અહી રોજ ૨૦ જેટલા દર્દીઓ સારવાર લેવા આવે છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.