ETV Bharat / state

Gujarati Movie: લેન્ડ ગ્રેબિંગથી બચવા શું કરવું તેની પર આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ, ટીમે ભુજમાં કર્યો પ્રચાર

author img

By

Published : Feb 24, 2023, 9:57 PM IST

જમીન માફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે લોકોની જમીન પચાવી પાડવી અને પીડિત પરિવાર પર અત્યાચાર ગુજારવો તેવી અનેક ઘટનાઓ સામે આવે છે. ત્યારે આવી સાંપ્રત ઘટનાઓને સાંકળતી લેન્ડ ગ્રેબિંગ નામની ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેના પ્રચાર માટે ફિલ્મની ટીમ ભુજ પહોંચી હતી.

Gujarati Movie: લેન્ડ ગ્રેબિંગથી બચવા શું કરવું તેની પર આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ, ટીમે ભુજમાં કર્યો પ્રચાર
Gujarati Movie: લેન્ડ ગ્રેબિંગથી બચવા શું કરવું તેની પર આવી રહી છે નવી ગુજરાતી ફિલ્મ, ટીમે ભુજમાં કર્યો પ્રચાર
લોકજાગૃતિનો મુખ્ય આશય

કચ્છઃ રાજ્યમાં અસામાજિક તત્વો લોકોની જમીન પચાવી પાડતા હોય છે. ત્યારે પીડિતો કોર્ટકચેરીના ચક્કર જ મારતા રહી જાય છે. ત્યારે લેન્ડ ગ્રેબિંગ નામની ગુજરાતી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની ટીમ પ્રચાર માટે ભુજ પહોંચી હતી. જય ગુરૂદેવ ઈન્ટરનેશનલ મૂવીઝ "લેન્ડ ગ્રેબીંગ" નામની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે અને આગામી 10 મી માર્ચના રોજ ક્ચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ જાણીતા સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Pathaan Press Conference: લાંબા સમય બાદ મારા પરિવારમાં આટલી ખુશી છે

લોકજાગૃતિનો પણ મુખ્ય આશયઃ ગુજરાતી ફિલ્મ લેન્ડ ગ્રેબિંગ અંગે માહિતી આપતા પ્રોડ્યુસર જગદીશચંદ્ર બારીયાએ જણાવ્યું હતું કે,આ ફિલ્મમાં મુખ્ય હીરો તરીકે સમગ્ર ગુજરાતના યુવાનોમાં લોકપ્રિય એવા જાણીતા લોકગાયક ઉમેશ બારોટ, ચેતન દૈયા અને ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે જીલ જોશી પોતાનો કિરદાર નિભાવી રહયા છે. ગેરકાયદેસર જમીન પર કબજો કરનાર જમીન માફિયા સામે કાયદેસ૨ની કાર્યવાહી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબીંગ એકટ અમલી બનાવવામાં આવ્યો છે આમ સમગ્ર ઘટનાને સાંકળીને સરકાર દ્વારા જે કાયદાનું અમલીકરણ કરવામાં આવ્યુ છે તેનો વ્યાપક પ્રચાર પ્રસાર આ ગુજરાતી ફિલ્મમાં કરવામાં આવ્યો છે અને લોકજાગૃતિનો પણ મુખ્ય આશય પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Rani Mukerji movie trailer: રાની મુખર્જીની ફિલ્મ 'મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વે'નું ટ્રેલર રિલીઝ

લેન્ડ ગ્રેબિંગથી બચવા સરકારે જે કોઈ નિયમો બનાવ્યા તેના પર આધારિત છે ફિલ્મઃ લોકપ્રિય એવા જાણીતા લોકગાયક ઉમેશ બારોટે આ ફિલ્મમાં અભિનય કર્યો છે. તેમણે માહિતી આપતા જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગની વસ્તુમાંથી બચવા સરકારે જે કોઈ નિયમો બનાવ્યા છે, તેમ જ લેન્ડ ગ્રેબિંગથી કઈ રીતે તમે બચી શકો, કઈ રીતે શું કરવું એ આ ફિલ્મ દ્વારા તમને જોવા મળશે.

પોલીસ રક્ષણ અંગે મળશે માહિતીઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગ ગુજરાતી ફિલ્મ જમીન માફિયા ઉપર પોલીસ કાયદાનો સકંજો કેવી રીતે ઉગામે છે અને પીડિતને કેવી રીતે પોલીસનું રક્ષણ મળે છે. તે ઘટનાને પણ સાંકળી લેવામાં આવી છે અને પોલીસની કામગીરીને પણ બિરદાવવામાં આવી છે.આ ફિલ્મના ડિરેક્ટર તરીકે મુંબઈના યુવા કાદિર સૈયદ, હરીશ બારીયા રહ્યા છે અને ફિલ્મના નિર્માતા તરીકે જગદિશચંદ્ર બારિયા, ગોધરાવાળા રહ્યા છે. આજે પત્રકાર પરિષદમાં ઉમેશ બારોટ, ઝિલ જોષી, ચેતન દયા અને તેની ટીમ ઉપસ્થિત રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.