ETV Bharat / state

Kutchh Accident: નખત્રાણા હાઇવે રક્તરંજિત, બાઈક-વેન વચ્ચે અકસ્માતમાં થતા 2ના ઘટનાસ્થળે જ મોત - કચ્છ પોલીસ

કચ્છમાં આવેલા નખત્રાણા હાઇવે વધુ એક વાર રક્તરંજિત થયો છે. કેમકે બાઈક અને વેન વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ખાસ વાત તો એ છે કે, એક યુવાનના ફેબ્રુઆરીમાં લગ્ન હતા. એ પહેલા જ વરરાજાને યમરાજા તાણી જતા લગ્નનનો આનંદ માતમમાં ફેરવાયો છે.

Kutchh  Accident: નખત્રાણા હાઇવે વધુ એક વાર રક્તરંજિત, બાઈક અને વેન વચ્ચે થયેલા અકસ્માતમાં બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત

author img

By

Published : Jan 25, 2023, 8:43 AM IST

કચ્છ: દિવસે દિવસે અકસ્માતથી થતા મોતના આંકડામાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને યુવાનો વાહનની સ્પીડ વધારે રાખે છે આ પણ અકસ્માતમાં થતા વધારાનું એક કારણ બને છેે. કચ્છમાં અકસ્માત થયો છે. જેમાં બે યુવકોના મૃત્યુ થયા હોવાની માહિતી મળી રહી છે. આ અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે, યુવાનોનું પ્રાણ પંખીરૂ ઘટના સ્થળેથી જ ઉડી ગયું હતું.

સાંજે છ વાગ્યાના: નખત્રાણા હાઇવે વધુ એક વાર રક્તરંજિત બન્યો હતો.મોરાય (ઉગેડી) પાસે બુલેટ અને મારુતિ વેન વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજયાં હતાં.નખત્રાણા તાલુકાના મોરાય ગામ પાસે નખત્રાણા-લખપત હાઇવે પર સાંજે છ વાગ્યાના અરસામાં મારૂતિ વેન અને બુલેટ વચ્ચે સામસામી થયેલી ટક્કરમાં નાની વિરાણીના બે યુવકોનાં મૃત્યુ થયા છે.

આ પણ વાંચો Navsari Accident News : નેશનલ હાઈવે પર ઈનોવા અને કન્ટેનરનો અકસ્માત, ઘટનાસ્થળે જ 4ના મોત

બે લોકોના ઘટનાસ્થળે મોત: મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃત્યુ પામનાર 35 વર્ષીય ઓસમાણ મિસરી જત અને 20 વર્ષીય સિકંદર હાજી જત બંને બુલેટ પર ભુજથી પોતાના ગામ વિરાણી જઈ રહ્યાં હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મારુતિ વેન અને બાઈક વચ્ચે થયેલાં અકસ્માતમાં બાઇક સવાર બંને યુવાનોને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે.

પોલીસે તપાસ હાથ ધરી: અકસ્માતમાં મૃત્યુ પામેલ બંને યુવાનોના મૃતદેહને નખત્રાણાની સરકારી હોસ્પિટલ પર પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કારમાં બેઠેલા બે જણને માથામાં ઈજા થઈ છે. તેઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નખત્રાણા પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો Surat Accident : આ કેવો અકસ્માત, ટ્રક પાછળ દોરડા સાથે બંધાયેલી હાલતમાં વ્યક્તિ ઢસડાયો

લગ્નના એક મહિના અગાઉ મોત ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામેલા બાઈક સવાર યુવાનો પૈકી એકના એક મહિના બાદ લગ્ન હતાં. અકસ્માતની ઘટનામાં જે બે યુવાનોના મોત નિપજ્યા છે. તેમાં સિંકદર હાજી નામના યુવાનના તો 24 ફેબ્રુઆરીએ લગ્ન હોવાનું જાણવા મળ્યું છે. લગ્નના એક મહિના પહેલા જ સિકંદરનું મોત થતા પરિવારજનોમાં લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.