કચ્છઃ રાજ્યના શિક્ષણ રાજ્યપ્રધાન અને કચ્છના પ્રભારી મંત્રી કીર્તીસિંહ વાઘેલા (Minister of State for Education Kirtisinh Vaghela) નખત્રાણાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે સરકારે કચ્છને આપેલી ભેટ અંગે લોકોને માહિતી આપી હતી. તેમણે રાજ્ય સરકારે નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપ્યાની સૈદ્ધાંતિક મંજૂરીની (Municipal status to Nakhtrana) જાહેરાત કરી હતી.
વિકાસયાત્રા ચાલુ જ રહેશે - શિક્ષણ રાજયપ્રધાન કીર્તીસિંહ વાઘેલાએ (Minister of State for Education Kirtisinh Vaghela) જણાવ્યું હતું કે, આ વિકાસયાત્રા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ કરી છે. તેને આગળ ધપાવવા માટે આપણે હંમેશા તત્પર રહીએ. સાથે જ તેમણે નાના નખત્રાણા, મોટા નખત્રાણા અને બૈરૂનો સમાવેશ કરીને નખત્રાણાને નગરપાલિકા તરીકેનો દરજ્જો આપ્યાની જાહેર કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે વિકાસની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને આ દરજ્જો (Municipal status to Nakhtrana) આપ્યો છે.
આ પણ વાંચો- Har Ghar Tiranga Campaign: હવાઇપટ્ટી બનાવનારી વિરાંગનાઓની હર ઘર તિરંગા લહેરાવવા અપીલ
ધારાસભ્યે વ્યક્ત કર્યો આભાર - અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ (Abdasa MLA Pradyuman Singh Jadeja) જણાવ્યું હતું કે, જનહિતાર્થે વિકાસકાર્યો કરવા સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. તેમણે ખુશી વ્યક્ત કરતાં નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપવા બદલ રાજ્ય સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ કચ્છને સાતમી નગરપાલિકા (Nakhtrana New Municipality in Kutch) મળશે.
આ પણ વાંચો-Lumpy virus in kutch : સીએમે ગાયોમાં લમ્પી વાયરસની સ્થિતિને લઇ બેઠક યોજી, કર્યાં આ નિર્ણયો
સ્થાનિક અગ્રણીઓએ આ જાહેરાતને વધાવી લીધી - આ કાર્યક્રમમાં નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ જયસુખ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન જયાબેન ચોપડા, આરોગ્ય સમિતિ ચેરમેન કરસનજી જાડેજા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મહેન્દ્રસિંહ સોઢા, તાલુકા સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન લીલાબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત સદસ્ય નયનાબેન પટેલ તેમ જ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.