ETV Bharat / state

કચ્છમાં 152 ટકા વરસાદ, આ વર્ષે મેઘરાજાએ સરેરાશ કરતા 52 ટકા વધુ હેત વરસાવ્યું

સરહદી અને સુકા મુલક કચ્છ માટે મેઘરાજા મોંઘેરા મહેમાન બન્યા છે. ચાલુ વર્ષે મેઘરાજાએ કચ્છ પર હેત વરસાવીને સિઝનનો 152 ટકા વરસાદ વરસાવી કચ્છની ધરતીને ન્યાલ કરી દીધી છે. સરેરાશ કરતાં વધુ 52 ટકા વરસાદ સાથે કચ્છના તમામ તાલુકામાં 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે અને હજૂ આગામી 21 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે.

ETV BHARAT
કચ્છમાં 152 ટકા વરસાદ, આ વર્ષે મેઘરાજાએ સરેરાશ કરતા 52 ટકા વધુ હેત વરસાવ્યું
author img

By

Published : Aug 20, 2020, 2:26 AM IST

કચ્છઃ ભુજ ખાતે આવેલા આપત્તિ વ્યવસ્થાપન કચેરીમાંથી મળતી વિગતો મુજબ આ વર્ષે બુધવાર સવાર સુધીમા કચ્છના તમામ તાલુકામાં સરેરાશ 12 ઈંચ વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે ગત 20 વર્ષોની સ્થિતીએ કચ્છના તમામ તાલુકામાં સરેરાશ 8 ઈંચ વરસાદ નોંધાય છે. જો કે, આ વર્ષે વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ 100 ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો હતો અને હવે વરસાદના બીજા રાઉન્ડમાં 52 ટકા જેટલો વધુ વરસાદ નોંધાયો છે. આમ આ વર્ષની ચોમાસાની સિઝનમાં વરસાદના 2 રાઉન્ડમાં કચ્છમાં 152 ટકા વરસાદ નોંધાયો છે.

કચ્છમાં 152 ટકા વરસાદ, આ વર્ષે મેઘરાજાએ સરેરાશ કરતા 52 ટકા વધુ હેત વરસાવ્યું

કચ્છના માંડવીમાં વરસાદની સરેરાશ 413 મિ.મી છે, જેની સરખામણીએ આ વર્ષે 1165 મિ.મી વરસાદ નોંધાઈ ચુકયો છે. એટલે કે 182 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અંજારમાં 426 મિ.મીની સરેરાશ સામે 770 મિ.મી વરસાદ વરસ્યો છે. આમ અજારમાં 80 ટકા વધુ વરસાદ નોંધાયો છે. અબડાસામાં 360 મિ.મીની સરેરાશ સામે 391 મિ.મી વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં સરેરાશ 396 મિ.મી સામે 499 મિ.મી વરસાદ પડી ચુકયો છે. જ ેસરેરાશ કરતા 25 ટકા વધુ છે. નખત્રાણામાં 392 મિ.મીની સરેરાશ સામે 585 મિ.મી વરસાદ વરસ્યો છે અને તે સરેરાશ કરતા 49 ટકા વધુ છે. ભચાઉમાં 428 મિ.મીની સરેરાશ સામે 523 મિ.મી સાથે 22 ટકા, ભુજમાં 357 મિ.મીની સરેરાશ સામે 630 મિ.મી, મુંદરામાં 459 મિ.મીની સરેરાશ સામે 99 ટકા વધુ વરસાદ નોંધાય છે, જયારે કચ્છના રાપરમાં 452 મિ.મીની સરેરાશ સામે 412 મિ.મી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત લખપત તાલુકામાં 327 મિ.મી સરેરાશ સામે હજૂ 281 મિ.મી એટલે 86 ટકા વરસાદ નોધાયો છે અને હજૂ 14 ટકા વરસાદની ઘટ છે. કચ્છના તમામ તાલુકાની મળીને કુલ વરસાદની સરેરાશ 401 મિ.મી થાય છે. જેમાં હાલ 615 મિ.મી વરસાદ એટલે કે 12 ઈંચ સુધીનો વરસાદ નોંધાઈ ચુક્યો છે. સરેરાશ 100 ટકા વરસાદ સામે 152.20 ટકા વરસાદ નોધાયો છે.

આ અંગે કચ્છના ડિઝાસ્ટર મામલતદાર સી.જે.પ્રજાપતિએ ETV BHARATને જણાવ્યું હતું કે, ગત 2 દિવસથી કચ્છમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. સરેરાશ 400 મિ.મીથી 700 મિ.મી સુધીનો વરસાદ નોંધાયો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લામાં 5 લોકોના પાણીમાં તણાવવાથી મોત થયાં છે અને 2 લોકોના મોત વિજળી પડવાથી થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.