- ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા 3 શખ્સ પકડાયા
- 1.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો
- જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
- IPL પર સટ્ટો રમાડતા 3 શખ્સ ઝડપાયા
કચ્છ : લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છને ખાનગી રાહે બાતમી મળી હતી કે રૂષભ મહેશભાઇ શાહ કોટડી મહાદેવપુરી ગામે દેરાસર ચોક મધ્યે આવેલ પોતાના કબ્જા હેઠળના મકાનમાં હાલમાં ભારતમાં રમાઇ રહેલ ઇન્ડિયન પ્રિમિયર લીગ - 2021 (IPL 2021) મેચ મુંબઇ ઇન્ડિયન્સ વર્સિસ પંજાબ કિંગ્સની ક્રિકેટ મેચ પર નાણાકીય હારજીતનો ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો છે. જે બાદ સ્થળ પર રેડ કરતા 3 શખ્સ સટ્ટો રમાડતા પકડી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - IPL સટ્ટાબાજોએ રૂપિયા 2.30 લાખની વસૂલાત કરવા યુવકનું કર્યું અપહરણ
ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા પકડાયા
રૂષભ મહેશભાઇ શાહ, વિકાસ હેમરાજ મહેતા અને શેખર રુદ્ર રાય નામના 3 શખ્સને મોબાઇલ ફોનમાં એક વેબસાઇટમાં ઓનલાઇન ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા મળી આવતા પકડી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - જામનગરમાં સ્ટેટ મોનિટરીંગ ટીમે ક્રિકેટ પર સટ્ટો રમાડતા બે શખ્સોનીકરી ધરપકડ
1.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ
24,050 રોકડ, મોબાઇલ ફોન 11 નંગ કિંમત 89,500, લેપટોપ 2 નંગ કિંમત 45,000 સેમસંગ કંપનીની એલ.ઇ.ડી. ટી.વી. કિંમત 20,000, ટી.વી. રિમોર્ટ, સેટઅપ બોક્ષ, કી બોર્ડ, કેલ્ક્યુલેટર, મોબાઈલ ચાર્જર, સ્પિકર, વાઇફાઇ રાઉટર સહિત કુલ 1,80,450ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.