ETV Bharat / state

Maldhari Sammelan : કચ્છમાં રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલન યોજાયું, કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલાએ કરી મહત્ત્વની વાત - કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલા

કચ્છ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર (Kutch Living and Learning Design Centre)માં વિન્ટર ફેસ્ટિવલ ચાલે છે. જેમાં કેન્દ્રીયપ્રધાન પરસોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં યુવા માલધારીઓનું સંમેલન યોજાયું હતું. જેમાં 17 રાજ્યોના યુવા માલધારીઓ (National Maldhari Sammelan ) ઉપસ્થિત રહ્યાં હતાં.

Maldhari Sammelan : કચ્છમાં રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલન યોજાયું, કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલાએ કરી મહત્ત્વની વાત

author img

By

Published : Jan 24, 2023, 4:47 PM IST

માલધારી જીવનશૈલી, સંસ્કૃતિ અને વ્યવસાયના ભવિષ્યને ઉજવળ બનાવવા યુવાનોની ભૂમિકા તેમજ આકાક્ષાઓ બાબતે ચર્ચા

કચ્છ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ખાતે ચાલી રહેલા વિન્ટર ફેસ્ટિવલમાં કેન્દ્રીય પશુપાલન, મત્સ્ય અને ડેરી પ્રધાન પરસોતમ રૂપાલાના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય હરતા ફરતા યુવા માલધારીઓનું સંમેલન યોજાયું હતું. આ યુવા સંમેલનમાંં દેશભરના 17 રાજ્યોના યુવા માલધારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

17 રાજ્યોના યુવા માલધારીઓનું સંમેલન એલ.એલ.ડી.સી. ખાતે 5 દિવસીય લિવિંગ લાઇટલી પ્રદર્શન યોજવા આવી રહ્યું છે તો વિન્ટર ફેસ્ટિવલ 2023 શરૂ થયું છે. ત્યારે આજે રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલન યોજાયો હતો. જેમાં કાશ્મીર, ઉત્તરાખંડ, કેરાલા, સિક્કિમ,રાજસ્થાન, તામિલનાડુ, કર્ણાટક, ઓરિસ્સા ગુજરાત સહિત 17 જેટલા રાજ્યો અને 30 જેટલા વિવિધ માલધારી સમુદાયના 40 વર્ષથી નીચેની વયના યુવાન માલધારી એકત્રિત થઈને માલધારી જીવનશૈલી, સંસ્કૃતિ અને વ્યવસાયના ભવિષ્યને ઉજવળ બનાવવા યુવાનોની ભૂમિકા તેમજ આકાક્ષાઓ બાબતે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો Dholavira Heritage Site: વર્લ્ડ હેરિટેજ સાઇટ ખાતે યોજાશે ધોળાવીરા ફેસ્ટિવલ

પશુપાલન ક્ષેત્ર માટે બે મોટા નિર્ણયો યુવા માલધારીઓને સંબોધતા પશુપાલન, મત્સ્ય અને ડેરી પ્રધાન પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય આખા ભારતના યુવા માલધારીઓના સંગઠનની રચના થઈ છે જે ખરેખર આનંદની વાત છે. જેટલા વર્ષ જૂનું આ ભારત દેશ છે એટલો જ જૂનું આ પશુપાલનનો વ્યવસાય છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપાલન ક્ષેત્ર માટે બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પૂરા દેશના તમામ પ્રાણીઓનું ભારત સરકારના ખર્ચે રસીકરણ કરવામાં આવશે. બીજો નિર્ણય વેટરનરી મોબાઇલ યુનિટ દેશભરમાં કાર્યરત કરવાનો લેવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સની જેમ જ વેટરનરી મોબાઇલ યુનિટ 1962 પશુઓ માટેની એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. ભારત સરકારના ખર્ચે 4000થી વધારે વેટરનરી મોબાઇલ યુનિટ મંજૂર કરવામાં આવ્યા છે.

  • पशुपालन से जुड़ी आकांक्षाओं, चुनौतियों और सरकार से नीतिगत चर्चा हेतु आज कच्छ जिला के भुज में देशभर से पधारे हुए चरवाहा समुदाय के युवाओं के साथ आयोजित राष्ट्रीय सम्मेलन में भाग लेकर, पशुधन उत्पादन प्रणाली के व्यापक हित एवं अन्य विषयों पर विस्तारपूर्वक संवाद कर संबोधित किया। pic.twitter.com/y1YUVhPvRE

    — Parshottam Rupala (@PRupala) January 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

હરતા ફરતા માલધારીઓને સરકારી યોજનાઓનો લાભ અપાશે વન વિભાગના મિનિસ્ટર ભૂપેન્દ્ર યાદવ સાથે બેઠક દરમિયાન પશુઓના ચરિયાણ માટે પણ ચર્ચા કરવામાં આવી છે અને આગળ જતાં સમિતિ બનાવવામાં આવશે. ઉપરાંત ગર્વની વાત છે કે દેશના આટલા યુવા માલધારીઓ અહીં ઉપસ્થિત થયા છે અને પોતાની સમસ્યાઓ તેમજ પોતાના વિસ્તારમાં પશુપાલનમાં આવતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારત સરકાર પણ આ સમાજ માટે ચિંતિત છે પૂરા દેશમાં કેટલી સંખ્યા છે, કેટલા પશુઓ એમની પાસે છે તેમની શું સમસ્યાઓ છે તેનું અવલોકન અને રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત સરકારની જે યોજનાઓ છે તેના માટે આ માલધારીઓને કંઈ રીતે લાભ આપી શકાય તે માટે કાર્ય કરવામાં આવશે.

આ પણ વાંચો Camel Milk Plant: ઊંટડીનું દૂધ પીવાથી થતા ફાયદા વિશે જાણો

માલધારીઓના પ્રશ્નો સાંભળાવામાં આવ્યાં Living and Learning Design Centreના ચેરમેન દીપેશ શ્રોફે જણાવ્યું હતું કે 19મી તારીખથી 5 દિવસ માટે આ લિવિંગ લાઇટલી વિન્ટર ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય પશુપાલન પ્રધાન પરસોત્તમ રૂપાલાએ દેશના વિવિધ રાજ્યોના યુવા માલધારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. હરતા ફરતા માલધારીઓને હજી સુધી કોઈ સમજી નથી શક્યા અને તેમના માટે કોઈએ હજી કોઈ યોજનાઓ પણ અમલ કરવામાં નથી આવ્યો. ઉપરાંત આવા માલધારીઓની જીવનશૈલી કેવી હોય તેની પણ સમજણ આપવામાં આવી હતી. કેન્દ્રીય પ્રધાનો દ્વારા માલધારીઓના પ્રશ્નો સંભળાવામાં આવ્યા ઉપરાંત તેનું નિરાકરણ લાવવા માટે ખાતરી પણ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.