ETV Bharat / state

Kutch Horticulture: કચ્છની મીઠી મધ ખારેક દેશવિદેશમાં વેચશે FPO, વધશે આવક - કચ્છ બાગાયત ખેતી

કચ્છ જિલ્લામાં અનેક પ્રકારના બાગાયતી પાકોનું ઉત્પાદન(Kutch Horticulture)થઈ થયું છે. ખેતીના વિવિધ પાકોમાં વેલ્યુ એડીશન માટે ખેડૂતો સંગઠિત નથી. જેથી જોઈએ તેટલું વળતર નથી મળતું. ત્યારે કચ્છ જિલ્લામાં ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO) દ્વારા તમામ ખેડૂતોને પૂરતું આર્થિક વળતર મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે.

Kutch Horticulture: કચ્છમાં FPO બનાવી ખારેકનું દેશ વિદેશમાં વેચાણ કરી ખેડૂતોની આવક વધે તે માટે પ્રયત્નો

author img

By

Published : Feb 25, 2022, 2:07 PM IST

કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં સૌથી વધુ 56,000 હેક્ટરમાં બાગાયત પાકોનુ વાવેતર (Kutch Horticulture)કરવામાં આવે છે. પરંતુ બાયપ્રોડ્કટ કે સંગઠન ન હોવાથી નાના ખેડૂતો વધુ આર્થીક નફાથી વંચીત રહી(Horticulture in Gujarat) જાય છે. તેવામાં ખેડૂતોનુ કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન (Farmer Producer Organisations)તૈયાર થાય તેવા પ્રયાસો ખેતીવાડી વિભાગની આગેવાનીમાં શરૂ કરાયા છે. કચ્છ જિલ્લો પોતાની ખેત પેદાશોના (Horticulture Department in Kutch )ઉત્પાદનમાં ઘણું આગળ છે. પરંતુ ખેતીના વિવિધ પાકોમાં વેલ્યુ એડીશન માટે ખેડૂતો સંગઠીત ન હોય ખેડૂતોને જોઈએ તેટલુ વડતર મળ્યુ નથી. જો કે ભારતના અનેક રાજ્યોમાં ઘણા ખેડૂતોએ FPO ફાર્મસ પોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની રચના કરી મોટા લાભો મેળવ્યા છે.

ખેડૂતોની આવક વધે તે માટે પ્રયત્નો

કચ્છ જિલ્લામાં પણ ખેડૂતોને FPO સાથે જોડવાના પ્રયત્નો શરૂ કરાયા

કચ્છમાં પણ બાગાયત ખેતી વિભાગ, નાબાર્ડ (Kutch Agriculture Department)સહિતના સયુંકત પ્રયાસોથી ખેડૂતોને FPOથી જોડવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના માટે નિષ્ણાતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન સાથે ફાયદાઓ અંગે એક બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં બાગાયત વિભાગ, નાબાર્ડ, કાઝરી જેવી ખેતી માટે કામ કરતા વિભાગો સાથે રહ્યા હતા અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું.

FPO ખેડૂતોના હકોનું રક્ષણ કરે છે

એફ.પી.ઓ ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે. આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો, ખેતીને લગતી અન્ય જરૂરિયાતો, તેમના ઉત્પાદનું ભંડારણ અને ઉચિત સમયે બજારમાં વેચવું જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. એફ.પી.ઓ કંપની એક્ટમાં રજીસ્ટર્ડ થવાથી કાનૂની માન્યતા પ્રાપ્ત છે. એફ.પી.ઓ ના સભ્યો સંસ્થાના શેરહોલ્ડરો હોય છે. સંસ્થાના નફાનો અમુક ભાગ સભ્યોને વહેંચવામાં આવે છે અને બાકીનો ભાગ ખેત ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે.

ઉંચી કિંમતે પોતાની વસ્તુઓ વેચી નફો મેળવી શકશે

વિવિધ પ્રશ્નોને લઇને ખેડૂતો આમતો સંગઠીત છે. પરંતુ FPO યોજના હેઠળ ખેડુતોએ એક સંગઠન બનાવી કંપની રજીસ્ટ્રરની પ્રક્રિયા કરવાની હોય છે. જેના માટે સરકારના કૃષી અને આર્થિક સહાયને લગતા અનેક વિભાગો મદદ કરે છે. FPO કરવાથી એક તો કૃષી પેદાશ માટે જરૂરી, દવા, ખાતર સહિતની વસ્તુઓ ખેડૂતો એક સાથે ખરીદી કરી પૈસા બચાવી શકે છે. સાથે ક્વોલીટી ગ્રેડના આધારે ખેડૂતો ઉંચી કિંમતે પોતાની વસ્તુઓ વહેંચી નફો મેળવી શકે છે. સાથે તેમાંથી વિવિધ બાયોપ્રોડ્કટ તૈયાર કરી પુરતુ માર્કેટ ઉભુ કરી શકે છે.

આ પણ વાંચોઃ પોરબંદરમાં બાગાયતદાર ખેડૂતોને નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા 92 લાખની સહાય

બાગાયતી પાકોમાં ખેડૂતોને આર્થિક ફાયદો

સંયુક્ત બાગાયત નિયામક ડૉ. ફાલ્ગુન મોઢએ જણાવ્યુ હતુ કે, ઇઝરાયલ સાથે ટેકનોલોજીની આપલે-સાથે કચ્છમાં ખારેક ઉત્પાદન સતત વધી રહ્યુ છે ત્યારે ખારેકમાં FPO થાય તેવા પ્રયાસો ખેડુતોને સાથી રાખી કરવામાં આવી રહ્યા છે. કચ્છની પ્રખ્યાત કેસર કેરીના વાવેતર સતત વધી રહ્યુ છે સાથે ડીમાન્ડ પણ એવુજ દાડમમા છે. પરંતુ ખારેક કચ્છમા 18,000 હેક્ટરમાં થાય છે જેની સાથે 6000 ખેડુતો જોડાયેલા છે. વાર્ષીક 1.75 લાખ ટન ઉત્પાદન થાય છે. પરંતુ કચ્છમાં માત્ર 10 જેટલા લોકો ખારેક માંથી બાય પ્રોડ્કટ બનાવે છે. તેવામાં જો ખેડતો સંગઠીત થઇ FPO સાથે જોડાય તો કચ્છમાં ધણા બાગાયતી પાકોમાં ખેડૂતોને આર્થીક ફાયદો મળી શકે છે.

કેન્દ્ર સરકાર 3 વર્ષમાં 18 લાખ જેટલી સહાય આપશે

ખારેકમાંથી વિવિધ અથણા,ખજુર અને પાઉડર સહિત અનેક વસ્તુઓ બની શકે છે. તેથી જો ખેડૂતો સંગઠીત થાય તો તેઓ મોનોપોલી ઉભી કરી ગુણવત્તા મુજબ ભાવ મેળવી શકે છે. જેના માટે કેન્દ્ર સરકાર 3 વર્ષમાં 18 લાખ જેટલી સહાય આપશે સાથે અન્ય રીતે તેને સંલગ્ન વિભાગો ખેડૂતોની મદદ કરશે આમ ટેકનોલોજીની મદદથી ગુણવત્તાયુકત ઉત્પાદન સાથે ખેડૂતોજ ટીમવર્કથી સ્વતંત્ર રીતે બધુ નક્કી કરી ફાયદો મેળવી શકશે.

FPO માટે 17 સભ્યોની એક કોર કમિટીની રચના કરવામાં આવી

સંગઠન પોતાની આવકમાંથી નિષ્ણાતો અને સલાહકારોને રોકી શકે છે. આ મીટીંગમાં ખારેકની ખેતી સાથે સંકળાયેલ કચ્છ, મોરબી અને જામનગર જિલ્લાના 50થી વધુ ખેડૂતોએ હાજરી આપી હતી. આ મીટીંગમાં ખેડુતો સાથેની સઘન ચર્ચાના અંતે કચ્છ જિલ્લાનું ખારેકનું એફ.પી.ઓ.એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન રચના કરવાનું સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું. જેના ઝડપી અમલીકરણ અર્થે 14 ખેડુતો અને 3 અધિકારીઓ એમ કુલ 17 સભ્યોની એક કોર કમીટીની રચના કરવામાં આવી હતી. જેના દ્વારા ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની રચના માટે ખેડૂતોને જાગૃત કરવા અને સભ્ય નોંધણી કરવાની કામગીરી ટુંક સમયમાં ચાલુ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ ડ્રેગન ફ્રૂટની ખેતી માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ બાગાયત ખાતા દ્વારા ખેડૂતોને સહાય આપવાનો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.