ETV Bharat / state

Kutch News : ચડતી જતી મોંઘવારીમાં આભૂષણોના એક્ઝિબિશનમાં ડીઝાઈન બની આકર્ષણનું કેન્દ્ર - આજે સોનાનો ભાવ

સોના ચાંદીના ઉછાળતા ભાવ વચ્ચે ભૂજમાં આભૂષણોનું એક્ઝિબિશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દેશના વિવિધ વિસ્તારોમાંથી વેપારીઓએ આવીને અવનવી ડીઝાઈનમાં આભૂષણોના 60 સ્ટોલ ઉભા કર્યા હતા. જેમાં કેટલીક ડિઝાઇન આકર્ષણનું કેન્દ્ર બની હતી.

Kutch News : ચડતી જતી મોંઘવારીમાં આભૂષણોના એક્ઝિબિશનમાં નવી ડીઝાઈન આકર્ષણનું કેન્દ્ર

author img

By

Published : Mar 27, 2023, 12:30 PM IST

ભુજમાં મોંઘવારી વચ્ચે સોના-ચાંદીના દાગીનાની લેટેસ્ટ ડિઝાઈન સાથે એક્ઝિબિશનનું આયોજન

કચ્છ : જિલ્લા સોના ચાંદી મહામંડળ દ્વારા સોના ચાંદીના દાગીનાઓ માટે એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એકઝીબિશનમાં ભારતના જુદાં જુદાં રાજ્યો અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી જથ્થાબંધ બજારના સોના ચાંદીના વેપારીઓ અવનવા ડીઝાઈન સાથે અહીં આવ્યા હતા. મોંઘવારીના સમયમાં ઓછા વજનમાં સારી મોટી આકર્ષક ડીઝાઈન પણ મેળવી શકાય છે. તેવા ઉદ્દેશ્ય સાથે આ એકઝીબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

60 જેટલા સ્ટોલ : કચ્છ જિલ્લા સોના ચાંદી મહામંડળના પ્રમુખ હીરાલાલ સોનીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી કચ્છના સોના ચાંદીના વેપારીને આવા એક્ઝિબિશનથી ફાયદો મળે છે. આ સેમિનારમાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ, રાજકોટ, સુરત સહિત ગુજરાતમાંથી સોના ચાંદીના હોલસેલ વેપારીઓના જુદા જુદા 60 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાંથી 7 જેટલા સ્ટોલ કચ્છના વેપારીઓના છે.ઉપરાંત દાગીના માટેના ઉચ્ચ સિક્યુરિટી ધરાવતા લોકર પણ રાખવામાં આવ્યા હતા. સાથે જ વેપારીઓને સોના ચાંદી પરીક્ષણ માટેની મશીનરી અંગેની માહિતી સાથે માહિતગાર કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ડિઝાઇન પ્રદર્શનમાં : ઉલ્લેખનીય છે કે, હાલમાં સોનાનો ભાવ 61,000 જેટલો પહોંચ્યો છે, ત્યારે લોકો સોનાની ખરીદી કરી શકે તે માટે દાગીનામાં ઉભાર મોટો હોય અને વજન ઓછું હોય એવી ગ્રાહકોની માંગ વધી રહી છે. આવા એક્ઝિબિશનથી વેપારીઓ અને ગ્રાહકો બન્નેને ફાયદો થશે. આ એક્ઝિબિશનમાં મોટા મોટા ઉત્પાદકો છે, મોટા હોલસેલર છે અને જે પ્રોડક્શન કરે છે તેમના પણ સ્ટોલ છે. લેટેસ્ટ ડિઝાઇન પણ પ્રદર્શનમાં મૂકેલી છે. જેમાં ભગવાનની મૂર્તિઓ, બ્રેસલેટ, સોનાનો બારીકાઈથી ડીઝાઈન કરેલા હારો, અવનવી મોટી વીંટીઓ અને રોઝ ગોલ્ડના દાગીનાઓએ આકર્ષણ જમાવ્યું છે.

અવનવી ડીઝાઈન આકર્ષણનું કેન્દ્ર
અવનવી ડીઝાઈન આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો : Craftroots Exhibition 2023: રાજકોટમાં આનંદીબેન પટેલના હસ્તે ક્રાફ્ટરૂટ્સનું ઉદ્ઘાટન, 22 રાજ્યોની કલાનું પ્રદર્શન

વેપારીઓ કદમ મિલાવતા થાય : કચ્છ જિલ્લાના સોના ચાંદીના વેપારીઓ જે છે એ એનો આમાંથી લાભ લે છે. ઘણું બધું એમાંથી તેમને જાણવાનું મળે છે. આ લેટેસ્ટ ડિઝાઇન આજે એવા પ્રકારની બની રહી છે કે, ભારતમાંથી જે જ્વેલરી આઈટમ્સ એક્સપોર્ટ થાય છે. એ બધી આઈટમ છે તે અહીંયા જોવા મળે છે. કઈ રીતે બનાવે છે અને કઈ રીતે એનું ચલણ છે, પબ્લિકની અંદર કેટલી માંગ છે એનો અભ્યાસ કરવામાં આવે છે. બહારના વેપારીઓ સાથે કચ્છ જિલ્લાના વેપારી કદમ મિલાવતા થાય એ હેતુથી આ એક્ઝિબિશન રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Surat Handicrafts exhibition Craftroots: અફઘાનિસ્તાનના યુવાન માટે ભારતમાં યોજાતા એક્ઝિબિશન મહત્વનું સાબિત થયું

સોનું ખરીદવું આજે અસહ્ય થયું : ઉપરાંત સરકારનો ગોલ્ડ પર જે કાયદો આવે છે એની પણ માહિતી અહીં આપવામાં આવી રહી છે. વેપારીઓને પરસ્પર ઘણું બધું જાણવાનું મળતું હોય છે. સોના ચાંદીના ભાવ એટલા બધા વધી ગયા છે કે ખરીદી કરવી બહુ અસહ્ય થઈ પડ્યું છે. માટે ઓછા વજનમાં અને વધુ દેખાવના દાગીનાઓનું ચલણ વધવા માંડ્યું છે. તો એવા પ્રકારના લેટેસ્ટ ડિઝાઇન કે જેનું વજન ઓછું હોય અને તેનો દેખાવ બહુ સારો બહુ મોટો હોય એવા પ્રકારના દાગીનાઓનો ચલણ વધુ છે. એ પણ પ્રદર્શનની અંદર ઘણી બધી આઈટમ વેપારીઓને જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.