કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉલ્લેખીય છે કે, અવારનવાર ભૂકંપના આંચકાએ આવતા હોય છે, ત્યારે આજે દુધઈ નજીક 3.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. આ પહેલા પણ એક દિવસમાં બે વાર ભૂકંપના આંચકાઓ આવી ચૂક્યા છે. ત્યારે આજે ફરી પાછો પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 11:41 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો : કચ્છમાં 2001ના મહાભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે સવારના સમયે 11:41 કલાકે 3.2ની તીવ્રતા સાથેના ભૂકંપના આંચકાથી કચ્છના ભચાઉ, રાપર, દુધઈ સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનો આંચકો દુધઈથી 28 કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટમાં નોંધાયો હતો.
આ પણ વાંચો : Earthquake at Kutch: 1819ના એ ભૂકંપે કચ્છને કર્યું'તું ખેદાનમેદાન, કચ્છી માડુઓએ કરવી પડી હતી હિજરત
20 દિવસોમાં પાંચમી વખત કચ્છની ધરા ધ્રુજી : કચ્છમાં આજે ફરી રણ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો કચ્છમાં જેટલી ભૂકંપની ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની આસપાસ જ છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. આ ઉપરાંત કચ્છની ધરતી પર છેલ્લા 20 દિવસોમાં પાંચમી વખત રણ પથંક ધ્રુજ્યું છે.
આ પણ વાંચો : Turkey Earthquake: તારાજીમાંથી ફરી તાકાતવર થવા તુર્કી કચ્છનું અનુકરણ કરી શકે, જાણો આ મોડલ
કચ્છમાં અવાનવાર અનેક ભૂકંપ આંચકા આવ્યા : કચ્છમાં વખતોવખત અનેક ભૂકંપ આંચકાઓ આવતા રહે છે. કચ્છ જિલ્લા સરહદીને જાણે કુદરત પસંદ કરીને અવનવા પ્રયોગ કરે છે. કચ્છની ધરા પર વારંવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે અને લોકોને જૂના વિનાશક ભૂકંપોની યાદ આવી જાય છે. વર્ષ 1819, 1956, 2001ના ભૂકંપોએ કચ્છને હલબલાવી નાખ્યું હતું. 16મી જૂન 1819માં લખપતથી ખાવડાની વચ્ચે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 1907ના બે અત્યંત શક્તિશાળી ધરતીકંપ થયા તેમજ 21મી જુલાઇ 1956માં આવેલા ભૂકંપે 51 સેકન્ડ સુધી કચ્છની ધરા ધ્રુજાવી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છ અને ભૂકંપના સંઘર્ષનો ઈતિહાસ ખૂબ લાંબો છે, પરંતુ અવારનવાર આ પ્રમાણે ભૂકંપના આચંકાઓ અનુભવાતા થોડો ભયનો માહોલ રહે તો હોય છે.