કચ્છ: પૂર્વ કચ્છના આદિપુરના ફાઈનાન્સર અનંત તન્નાને અંજારની હોટેલમાં હનીટ્રેપ કરી, અશ્લીલ વીડિયો ક્લિપ રેકોર્ડ કરી 8 જેટલા આરોપીઓ દ્વારા 10 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા.આ ગુનામાં અત્યાર સુધીમાં 5 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા હતા જ્યારે નાસતાં ફરતા ભચાઉના વકીલ હરેશ કાંઠેચાની 8 માસ બાદ LCBએ ધરપકડ કરી છે.
" હરેશ કાંઠેચાનો મોબાઈલ સતત સર્વેલન્સ ૫૨ રાખવામાં આવ્યો હતો જેમાં છેલ્લાં થોડાંક દિવસોથી તેનો મોબાઈલ ફોન કચ્છમાં એક્ટિવ બતાવી રહ્યો હતો.જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બીચ દરમિયાન પોલીસે હરેશ કાંઠેચાને અંજાર-રતનાલ રોડ પર આવેલી ચા-નાસ્તાની હોટેલ પાસેથી ઝડપી લીધો હતો-- સંદિપસિંહ ચુડાસમા (ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ)
10 કરોડ રૂપિયાની માંગણી: કુલ 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતીઉલ્લેખનીય છે કે, આરોપી હરેશ કાંઠેચા તેના ઓળખીતાની કારમાંથી અન્ય પરિચિતની કારમાં બેસવા જતો હતો તે સમયે પોલીસે તેને દબોચી લીધો હતો.10 ઓકટોબર 2022ના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આદિપુરના ભોગ બનનાર ફાઈનાન્સરે હરેશ કાંઠેચા સહિત 8 આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશને ગુનો નોંધાયા બાદ હરેશ કાંઠેચા ભાગી ગયો હતો. હરેશ કાંઠેચાની ભૂમિકાહની ટ્રેપના ગુનામાં હરેશ કાંઠેચાની ભૂમિકા અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે,હરેશે અન્ય આરોપી વિનય રેલોનને ફરિયાદી અનંત તન્નાને ફોન કરી મળવા બોલાવી, પોતાની પાસે રહેલાં લેપટોપમાં અશ્લીલ ક્લિપ બતાડી હતી. ત્યારબાદ હરેશ કાંઠેચાએ અન્ય આરોપીઓ સાથે ટેલિફોનિક સંપર્કમાં રહીને અનંત તન્ના પાસે પતાવટ માટે 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.
10 કરોડ રૂપિયાની માંગણી: 8 આરોપીઓ પૈકી 6 ઝડપાયા, 2 હજુ ફરાર ઉલ્લેખનીય છે કે આરોપી હરેશ કાંઠેચા જયંતી ભાનુશાલી મર્ડર કેસની મુખ્ય આરોપી મનીષા ગોસ્વામીનો વકીલ રહી ચૂકેલો છે. આજે આરોપી હરેશ કાંઠેચાને રીમાન્ડ માટે કૉર્ટમાં રજૂ કરાશે. હરેશની વધુ પૂછતાછમાં પોલીસને મહત્વની ખૂટતી કડીઓ મળવાની આશા છે. અત્યાર સુધીમાં આ ચકચારી કેસમાં 8 આરોપી પૈકી 6 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે જેમાં ભુજના વિનય વિનોદ રેલોન, સુરતની આશા ધોરી, જયંતી ઠક્કર, કુશલ ઠક્કર, રમેશ જોશી અને હરેશ કાંઠેચાની ધરપકડ થઈ ચૂકી છે. હજુ પણ ફરિયાદ પ્રમાણે રમેશ જોશીના ભાઈ શંભુ જોશી અને અંજારના મનીષ મહેતાની ધરપકડ કરવાની બાકી છે.
નાણાકીય મદદ અંગે કરાશે તપાસ: ભુજના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ભાગી ગયેલ હરેશ કાંઠેચાને પકડવા માટે પોલીસે કૉર્ટમાંથી અરેસ્ટ વૉરન્ટ કઢાવી તેની સંપત્તિ ટાંચમાં લેવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી. છેલ્લાં 8 માસથી નાસતાં ફરતાં હરેશ કાંઠેચાને કોણે કોણે નાણાંકીય મદદ કરી હતી તેમજ આશ્રય આપ્યો હતો. તે અંગે પણ પોલીસ આગામી સમયમાં તપાસ કરશે.ઉપરાંત તેને મદદ કરનાર લોકો સામે પણ કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી શક્યતાઓ પણ રહેલી છે.