કચ્છ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના (Gujarat Elections) મહિના બાકી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ રાજ્યના તમામ ગામડાઓ અને શહેરોમાં પ્રચાર (Gujarat Political News) કરવાનો શરૂ કરી દીધો છે. રાજકીય પાર્ટીઓ માટે કચ્છ એક મહત્ત્વની ગુજરાતનો વિસ્તાર છે કારણ કે, આ પ્રતીક છે ધ્વંસમાંથી નવનિર્માણ સુધીનો. 2001ના ભૂકંપ બાદ કચ્છને વિકાસની યાત્રા જે કરી છે. એનાથી ગુજરાતની છબી વિશ્વ સમક્ષ ઊભી થઈ છે. સશક્ત ઈરાદા સાથે કચ્છ અને એ રાજકીય પાર્ટી પક્ષ સાથે બેઠો થાય છે. જે કચ્છમાં વિકાસ કરી શકે. પ્રવાસની અસાધારણ સંભાવનાઓને લઈને આ રણવિસ્તાર સરકારની ઈમેજ સુધારવાનું કામ કરી રહી છે. વિકાસથી ઉપર રહીને કચ્છમાં જીત અને હારનો નિર્ણય ખૂબ ઝીણવટથી મતદાતાઓ નક્કી કરે છે. મતદારો અહીં એવા વ્યક્તિને જીત અપાવે છે જે મોટો ચહેરો હોય સાથ જ જાતિ અને ધર્મ સાથે જોડાયેલો હોય.
કચ્છ વિધાનસભા બેઠકોનું અતથી ઈતિઃ સરહદી જિલ્લા કચ્છની વાત કરીએ તો, જિલ્લામાં વિધાનસભામાં 6 બેઠકો (Kutch assembly seats) છે. કચ્છના પાટનગર ભુજ, પશ્ચિમ કચ્છના માંડવી-મુંદ્રા, અબડાસા તથા પૂર્વ કચ્છના ગાંધીધામ, અંજાર અને રાપર ખાતે વિધાનસભાની બેઠકો છે. આમ તો વર્ષોથી કચ્છ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. ગુજરાત વિધાનસભાની 6 બેઠકો પર હાલ 5 બેઠકો પરના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જ્યારે 1 બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે. હાલના ધારાસભ્યો ધારાસભ્ય ભુજ મતવિસ્તારમાંથી ભાજપનાં ડૉ. નિમાબેન આચાર્ય, ધારાસભ્ય અબડાસા મતવિસ્તારમાંથી ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી-મુન્દ્રા મતવિસ્તારમાંથી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અંજાર મતવિસ્તારમાં ભાજપના ધારાસભ્ય વાસણ આહીર, ગાંધીધામ મતવિસ્તારમાંથી ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, રાપર મતવિસ્તારમાંથી કૉંગ્રેસનાં ધારાસભ્ય સંતોકબેન આરેઠીયા.
મતદારોની સંખ્યાઃ કચ્છ જિલ્લામાં છ બેઠકો પર 16 લાખ 19 હજાર 338 મતદારો છે. જેમાંથી 8 લાખ 38 હજાર 504 પુરૂષ મતદારો છે. જ્યારે સ્ત્રીઓની સંખ્યા 7 લાખ 80 હજાર 884 છે. અહીં પુરૂષ મતદારોની સંખ્યા મહિલાઓની સંખ્યા કરતા વધારે છે. જ્યારે મહિલા મતદારો રાજકીય પાર્ટીઓમાં હાર જીતનો નિર્ણય કરવા પુરતી સંખ્યામાં છે.
કચ્છનું જાતિ સમીકરણઃ કચ્છ જિલ્લામાં જાતીય સમીકરણની વાત કરીએ તો, અહીયાં આહીર, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજના મતદારો વધારે સંખ્યામાં છે. ત્યાર બાદ રબારી, બ્રાહ્મણ, લેઉઆ પટેલ, કડવા પટેલ તેમ જ ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા પણ સારા એવા પ્રમાણમાં છે. જે જ્ઞાતિના ઉમેદવારોને આગામી વિધાનસભામાં (Gujarat Elections) ટિકિટ મળે તેનું પલડું ભારે થઈ શકે છે. કચ્છના શહેરી વિસ્તારો (Kutch Locality) જેવા કે, ભુજ, ગાંધીધામ જેવા વિસ્તારો કે, જ્યાં ટેલિવિઝનનો પ્રભાવ હોય પ્રચાર પસાર થતો હોય તેમ જ ભણેલા ગણેલા લોકો વધારે હોય તેવા વિસ્તારની સીટો ભાજપને આવી શકે છે. ગાંધીધામની જે સીટ છે. તે અનામત સીટ છે, ત્યાં તો ભાજપને જ સીટ મળશે. કારણ કે, ત્યાં મુસ્લિમ મતદારો છે. તે ભાજપના પક્ષના (Kutch assembly seats) છે. ભુજની સીટ પણ ભાજપને મળી શકે છે તથા માંડવીની સીટ પણ ભાજપને મળી શકે છે. આ વખતે 3 સીટ ભાજપને અને 3 સીટ કૉંગ્રેસને મળી શકે છે.
ભુજમાં સૌથી વધારે મતદારો મુસ્લિમ મતદારો છે. છતાં ભાજપ આવી જાય છે. કારણ કે, છેલ્લા થોડાક વર્ષોથી મુસ્લિમ મતદારો વિખેરાઈ ગયા છે. બન્નીની વાત કરીએ તો, લગભગ મોટા ભાગની વસ્તી મુસ્લિમ વસ્તી છે, છતાં પણ રણોત્સવના (rann utsav) લીધે લોકોને ફાયદો થયો છે તેના લીધે ભાજપના લોકો તેમને મત આપે છે. ધોરડોમાં રહેતા તમામ લોકોને ફાયદો થયો નથી, અમુક પરિવારોને જ ફાયદો થયો છે. બન્નીમાં પાણીની સમસ્યા (water crisis in kutch) ખૂબ છે જ્યારે કે ધોરડોમાં રણોત્સવ થાય છે તો ત્યાં પાણીની કોઈ સમસ્યા નથી.
વિધાનસભા બેઠક અનુસાર જાતિ સમીકરણ
ભુજ-કચ્છની ભુજ વિધાનસભા બેઠકમાં (Kutch assembly seats) પાટીદાર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત લોહાણા, જૈન તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 87 ટકા જેટલું છે જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 91 ટકા અને 82 ટકા છે.
અંજાર-કચ્છની અંજાર વિધાનસભા બેઠકમાં (Kutch assembly seats) આહીર, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, લેઉઆ પટેલ, કડવા પટેલ તેમજ ક્ષત્રિય જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 53 ટકા પુરુષો છે અને 47 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 73 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 86 ટકા અને 73 ટકા છે.
માંડવી- કચ્છની માંડવી વિધાનસભા બેઠકમાં (Kutch assembly seats) ક્ષત્રિય, દલિત અને મુસ્લિમોની વસ્તી વધારે છે. ઉપરાંત કડવા પટેલ, લેઉઆ પટેલ, ગઢવી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 51 ટકા પુરુષો છે અને 49 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 75 ટકા જેટલું છે. જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 72 ટકા અને 58 ટકા છે. માંડવી વિધાનસભા બેઠકની નીચે કચ્છના બે તાલુકા માંડવી અને મુન્દ્રાનો સમાવેશ થાય છે.
અબડાસા-કચ્છની અબડાસા વિધાનસભા બેઠકમાં મુસ્લિમ, કડવા પટેલ, દલિત અને ક્ષત્રિયની વસ્તી વધારે છે. ઉપરાંત રબારી, કોળી તેમજ ભાનુશાળી જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 67.27 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 64.53 ટકા અને 47.97 ટકા છે.
ગાંધીધામ-કચ્છની ગાંધીધામ વિધાનસભા બેઠકમાં દલિત, આહીર અને મુસ્લિમોની વસ્તી વધારે છે. તે ઉપરાંત સીંધી, લેઉઆ પટેલ, રબારી તેમજ બ્રાહ્મણ જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં 54 ટકા પુરુષો છે અને 46 ટકા મહિલાઓ છે. અહીં શિક્ષણનું પ્રમાણ 78 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 90 ટકા અને 76 ટકા છે.
રાપર-કચ્છની રાપર વિધાનસભા બેઠકમાં કોળી, લેઉવા પટેલ, દલિત અને રજપૂતની વસ્તી વધારે છે. તેમજ રબારી, ક્ષત્રિય તેમજ આહીર જ્ઞાતિના લોકો પણ જોવા મળે છે. અહીં શિક્ષણનું પ્રમાણ 54.76 ટકા જેટલું છે, જેમાં પુરુષો અને મહિલાઓનું શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 54.42 ટકા અને 34.45 ટકા છે.
ધર્મ, જ્ઞાતિ અને ચહેરો આ 3 જ ફેકટર ચૂંટણીમાં અસરકારક કચ્છની ચૂંટણી હોય કે, ગુજરાતની ચૂંટણી (Gujarat Elections) હોય માત્ર 3 જ ફેક્ટર અસર કરે છે. ધર્મ, જ્ઞાતિ અને ચહેરો. આ 3 જ ફેક્ટર અસરકારક હોય છે. બાકી વિકાસના કાર્ય હોય કે પ્રશ્નો હોય કોઈ જ ફેક્ટર અસર કરતા નથી. પહેલા માત્ર કૉંગ્રેસ ભાજપ વચ્ચે જ ચૂંટણીનો જંગ જામતો હતો, પરંતુ હવે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) પણ મેદાનમાં આવી ગઈ છે, પરંતુ તેને સીટ મળે તેવી સંભાવનાઓ નથી. આપ કોંગ્રેસને પણ હરાવી નહીં શકે. કોંગ્રેસ મહેનત નહીં કરે છતાં પણ તેના 3 ટકા મત તો પડયા જ છે. માત્ર 15 ટકા મત માટે મહેનત કરે તો 3 સીટો કોંગ્રેસને સહેલાઈથી મળી શકે છે. ચૂંટણીમાં અન્ય કોઈ સમસ્યાના મુદ્દાઓ જેવા કે નર્મદાના પાણી, રોડ રસ્તા, ગટર વગેરે જેવા પ્રશ્નો ચૂંટણીને અસર કરતા નથી માત્ર જ્ઞાતિ ધર્મ અને ચહેરો જ અસર કરે છે અને તે બાબતોમાં ભાજપ પક્ષ છે માટે તે સીટો મેળવી રહ્યો છે.
આગામી વિધાનસભા ચૂંટણી માટે મુદ્દાઓ કચ્છની વસ્તી ઓછી અને વિસ્તાર બહુ વ્યાપક આમ, કચ્છની સમસ્યા અલગ છે. તેનો વિસ્તાર અલગ છે. ગુજરાતની રીતે આ એક અલગ પ્રદેશ છે અને એની ગણના એક અલગ વિસ્તાર તરીકે થવી જોઈએ. જે કાંઈ ફાળવણી થાય છે એ જિલ્લા વાર ફાળવણી થાય છે અને (Kutch Locality) એમાં વસ્તીને જોવામાં આવે છે. રાજકીય તજજ્ઞ ધરમશી મહેશ્વરીએ ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું, 'કચ્છની છ વિધાનસભા સીટ (Kutch assembly seats) પૈકી 5 સીટ ભાજપ પાસે છે અને એક બેઠક કૉંગ્રેસ પાસે છે. આજ સુધી કચ્છ કોંગ્રેસનો જ ગઢ છે. કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ કોંગ્રેસનો વર્ચસ્વ છે, શહેરી વિસ્તારોમાં જ ભાજપનું જોર છે. છેલ્લાં અનેક વર્ષોથી કચ્છ જિલ્લામાં નર્મદા મૈયાના નીર, ખેડૂતોને સરકારી યોજનાઓના લાભ, રોડ રસ્તા, ગટર, લાઈટ અને વિકાસના અન્યો કામો પર રાજકારણ ગરમાતું હતું. જીવાદોરી સમાન નર્મદાના નીર માટે લોકો તેમજ ખેડૂતો હજુ પણ રજૂઆતો કરી રહ્યા છે.'
રાજકીય તજજ્ઞોનો મત જિલ્લાની રાજનીતિ (politics of kutch district) અંગે ETV Bharat સાથે વાતચીત કરતાં રાજકીય તજજ્ઞ (political experts in gujarat) ચંદ્રવદનભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું, કચ્છ એક સમયે અલગ રાજ્ય હતું. વર્ષ 1956માં તેને મુંબઈ રાજ્યનો ભાગ બનાવી દીધો અને વર્ષ 1960માં એને ગુજરાતનો એક જિલ્લો બનાવી દીધો, પરંતુ આ પ્રદેશની સમસ્યા અલગ છે. આ એક ભૌગોલિક અલગતા ધરાવતો વિસ્તાર છે. જ્યાં વિશાળ દરિયાકાંઠો છે, રણ વિસ્તાર છે અને મોટો સરહદી વિસ્તાર પણ ધરાવે છે, એ રીતે શરૂઆતથી ચૂંટણીઓમાં અને અત્યાર સુધીમાં આપણે જોઈએ તો કચ્છની પ્રજાએ મોટા ભાગે દ્વિપાંખીયો જંગ જોયો છે. ત્રિપાંખિયો જંગમાં બહુ સફળતા મળી નથી. આ વખતની ચૂંટણીની જોતા લાગે છે કે, કદાચ ત્રીજો પક્ષ છે જે બહાર આવી રહ્યો છે એ મહત્વનું સોપાન સાબિત થાય.
ભાજપ માટે કચ્છ આટલું મહત્ત્વનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહેલી વખત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ચૂંટાઈને આવ્યા હતા. એ સમયે સૌથી પ્રથમ મુલાકાત કચ્છની કરી હતી. એ દ્રષ્ટિકોણથી કચ્છની રાજકીય મહત્ત્વ વધારે છે. બીજી તરફ એ વખત સદ્ભાવના મિશનની શરૂઆત પણ વાયા કચ્છ થઈને શરૂ થઈ હતી. જેના પડધા છેક દેવભૂમિ દ્વારકા સુધી પડ્યા હતા. હાલમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સંપૂર્ણ રીતે કચ્છને જીતવા માટે રણનીતિ તૈયાર કરીને બેઠા છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 2-3 વખત કચ્છની મુલાકાતે આવી ગયા અને કચ્છની એમને ફિકર હોય એવી વાત પણ કરવામાં આવે છે. હવે એ મત પેટીઓ સુધી કેટલા સુધી પહોંચે છે એ જોવાનું રહે છે.
આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) બે વખત કચ્છની મુલાકાતે આવી ગયા છે અને તેઓ પણ કેવો દેખાવ કરે છે. કારણ કે, હજી સુધી એક જ બેઠક એ લોકોએ જારી કરી છે. અને એ લોકોનો માળખું પણ હજી બહુ જાણવા મળ્યું નથી. બીજી તરફ કૉંગ્રેસનો વ્યાપ છે કચ્છમાં, પરંતુ એમાં પણ એના આગેવાનો છે એ લોકો અહીંયા સુધી હજી સુધી પહોંચ્યા નથી અને પ્રદેશ કક્ષાએ પણ જે દેખાવ થવો જોઈએ એ થયો નથી. મોંઘવારીની સમસ્યા સામે આ પક્ષ દેખાવ તો ઘણો કરે છે, પરંતુ પ્રજા સુધી એ પહોંચે છે કે કેમ એ જોવાનું રહે છે. જો ભાજપ નો રીપિટ થીયરી અપનાવાશે તો અનેકના પત્તા કપાશે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Elections) ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat) હોય તમામ પાર્ટીઓ એક નવા ચહેરાને ટિકિટ આપીને તક આપી શકે છે. કચ્છની 6 વિધાનસભા બેઠકો પૈકીની 5 વિધાનસભા બેઠકો (Kutch assembly seats) પર ભાજપના હાલના તમામ ધારાસભ્યોનો પત્તા કપાશે. કચ્છમાં 30થી 40 ટકા મતદારો કૉંગ્રેસ પક્ષને મત આપે તેવા ધરમશીભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે સંઘવાળા પણ કાર્ય કરી રહ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પણ અનેકવાર કચ્છની મુલાકાત લઈ ચૂક્યા છે.
2017 વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસને ફટકો આપણે કચ્છની અલગઅલગ બેઠકોની વાત કરીએ, તો અબડાસા, રાપર અને ભુજ એ ત્રણ બેઠકો એવી છે કે, જે સરહદી પ્રદેશ ધરાવે છે અને સાથે દરિયાઈ વિસ્તાર પણ ધરાવે છે. માંડવી પણ એમાં આવી જાય પણ માંડવીને દરિયાઈ સરહદ નડતી નથી. માત્ર દરિયો વિસ્તાર છે એ રીતે આવી શકાય. આપણા લોક પ્રતિનિધિઓની વાત કરીએ તો, અબડાસા અને રાપર છેલ્લી ચૂંટણીમાં કૉંગ્રેસને બેઠકો કઈ હતી. અબડાસમાં પક્ષપલટાને કારણે બેઠક કોંગ્રેસને (Kutch Congress) ગુમાવવી પડી છે અને ફરીથી એ બેઠક ભાજપને મળી છે.
ભ્રષ્ટાચારની સમસ્યા પણ કચ્છમાં વધુ પ્રમાણમાં વધુમાં જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં (Gujarat Elections) લોકોએ અબડાસા વિધાનસભા સીટ માટે શક્તિસિંહ ગોહિલ જેવા (Shaktisinh Gohil) શક્તિશાળી ઉમેદવારને પસંદ કર્યા હતા, પરંતુ બેઠકની પસંદગીમાં કૉંગ્રેસ થાપ ખાઈ ગઈ હોય કે ગમે તે કારણે એમના મતવિસ્તાર બદલાવી અને માંડવી વિસ્તાર પસંદ કરાયો. ખરેખર તો એમને અબડાસામાં જ ચાલુ રખાયા હોત તો મારું માનવું છે કે, અબડાસા બેઠક આજ સુધી કૉંગ્રેસ પાસે જમા રહી હોત અને માંડવીને બેઠક પણ કદાચ કૉંગ્રેસને મળી શકી હોત. હાલના માંડવીના ઉમેદવાર પણ પ્રમાણમાં નવા છે, કારણકે, છેક ભચાઉના એ વિસ્તારના છે એટલે એની સમસ્યા કેટલી જાણે છે? એની હજી સુધી કોઈને પ્રતીતિ થઈ નથી. આમ એકંદરે જોઈએ તો કચ્છમાં ચિત્ર જે અગાઉ હતું એના કરતાં જુદું લાગે છે હવે કોઈ વ્યક્તિના નામે કે કોઈ નેતાના નામે જ પ્રજા મત આપે એવું નથી. અહીંની મોંઘવારીની સમસ્યા છે એ ઓવરઑલ આખી પ્રજાને નડે છે અને ભ્રષ્ટાચારની સમસ્યા પણ કચ્છમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
11મા મુખ્યપ્રધાન પણ કચ્છે અપાવ્યા તો ગાંધીધામમાં ધારાસભ્ય છે, પરંતુ ગાંધીધામમાં ઉદ્યોગ, પંચનગરી પંચરંગી પ્રજા છે. એ રીતે ત્યાં પણ ભાજપનો પનો ટૂંકો પડે છે. એટલે ત્યાં પણ કંઈક નવા ઉમેદવારની શોધ કરવી પડશે. ભુજમાં પણ નવા ઉમેદવાર કદાચ મળે અથવા તો નીમાબેનને ચાલુ રાખે (Nimaben Acharya) ભુજ વિસ્તારે કુંદનલાલ ધોળકિયાને અધ્યક્ષ પદ પ્રાપ્ત કરાવ્યું છે. એ રીતે આ બીજી વખત પ્રાપ્ત થયું છે તો માંડવી વિસ્તારએ સુરેશભાઈ મહેતાને (suresh mehta) 21 ઓકટોબર 1995થી 19 સપ્ટેમ્બર 1996 સુધી 11મું મુખ્યપ્રધાન પદ અપાવ્યું હતું.
કચ્છ એ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અપાવ્યાં ભુજની બેઠક લગભગ છેલ્લા 10 વર્ષથી સ્થાનિક પ્રતિનિધિનો એમાં અભાવ વર્તાય છે અને આપણને બહારના પ્રતિનિધિઓ પર આધાર રાખવો પડે છે. છેલ્લે ભાજપના પ્રતિનિધિ ડૉ. નિમાબેન આચાર્ય (Nimaben Acharya) અધ્યક્ષ પદ પ્રાપ્ત થયું છે એનો લાભ નાણાકીય રીતે આપી રહ્યા છે, પરંતુ એના ફળ ક્યાં સુધી પહોંચશે એ કહેવું મુશ્કેલ જણાય છે. બીજી તરફ કૉંગ્રેસને રાપરની બેઠક તો મળી છે, પણ રાપરમાં એના ઉમેદવાર અત્યાર સુધીમાં નબળા ઉમેદવાર રહ્યા છે એને કોઈ જ દેખાવો કર્યો નથી.
કમ્યુનિટી ફેક્ટર અમૂક સમયે કામે નથી લાગતા વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Elections) વાત કરીએ તો, ભુજ વિધાનસભા સીટ (Kutch assembly seats) માટે કૉંગ્રેસ પક્ષ તરફથી પ્રબળ દાવેદાર આદમ ચાકી ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. તે ખૂબ શક્તિશાળી, પ્રભાવશાળી અને આર્થિક રીતે પણ મજબૂત હતા. પરંતુ છતાં પણ તે હારી ગયા. જ્યારે મતગણતરી શરૂ કરવામાં આવી હતી ત્યારે એમ લાગતું હતું કે કૉંગ્રેસના ઉમેદવાર આદમ ચાકી જીતી જશે. પરંતુ જ્યારે પટેલોના ગામની મત ગણતરી શરૂ કરવામાં આવી ત્યારે તેઓ હારી ગયા. માટે આ સમયે કોમ્યુનિટી ફેક્ટર કામે નહોતો લાગ્યો. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ એવું થયું લખપતમાં દરબારોના માત્ર સૌથી 150 ઘર છે અને 5,000થી વધારે વસ્તી મુસ્લિમોની છે છતાં પણ જિલ્લા પંચાયતની સીટ પર દરબાર ચૂંટાઈને આવ્યા હતા, તો ત્યાં પણ કોમ્યુનિટી ફેક્ટર કામે નતો લાગ્યો.
કચ્છમાં રાજકીય પાર્ટીઓના દાવા આ વખતે 2022ની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ પોતાના જુદા જુદા વાયદા સાથે સક્રિય થઈ ગઈ છે. જેમાં ભાજપ મહેસાણાથી માતાના મઢ-કચ્છ સુધી ગૌરવ યાત્રા કાઢી રહી છે. જેમાં ભાજપ વિકાસની વાત કરી રહી છે. ભવિષ્યમાં પણ કચ્છમાં મોટો વિકાસ કરશે એ વાતનો દાવો કરી છે. કચ્છની જિલ્લા પંચાયત હોય કે, પછી 7 નગરપાલિકા હોય કે પછી 10 તાલુકા પંચાયત તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો બહુમતી સંખ્યામાં છે. જોકે, આમ આદમી પાર્ટી કચ્છના ગ્રામીણ વિસ્તારમાં પીવાનું પાણી અને મફતમાં વીજળી આપશે. જ્યારે કોંગ્રેસ ગામે ગામ જઈને ઘર ઘરમાં એવા વાયદા કરી રહી છે કે, કોંગ્રેસ સરકાર આવી તો દરેક યુવાનોને સરકારી નોકરી આપશે. કોન્ટ્રાક્ટ પ્રથા ખતમ કરી દેશે.