ETV Bharat / state

કચ્છમાં ક્રમાંકિત થાય તેવી શક્યતા સાથે 5.50 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થશે, જાણો વિશેષ વિગતો - Kutch District Agriculture Officer

ચાલુ વર્ષે સારો અને વાવણી લાયક વરસાદ રહેતા ખરીફ પાકની સીઝન ધમ-ધોકાર ચાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ પાંચ લાખ આઠ હજાર એકરમાં વાવેતર થાય છે. આ વર્ષે કચ્છમાં 1.30 923 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે, ત્યારે પૂર્વ કચ્છના રાપર ભચાઉમાં સપ્ટેમ્બર માસમાં પણ દિવેલા અને ટૂંકાગાળા પાકનું વાવેતર થાય છે. આમ, કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાસ જેટલું વાવેતર થવાની પૂરી શક્યતા છે.

કચ્છ
કચ્છ
author img

By

Published : Jul 14, 2020, 12:51 PM IST

કચ્છઃ જિલ્લામાં સમયસર અને સારા વરસાદને પગલે ચાલુ વર્ષ પણ સમગ્ર રાજ્યના ટોપ ટેન સ્થાન આવે તે રીતે 550000 એક્ટરમાં ખરીફ પાકના વાવેતરની સંભાવના છે. ખેડૂતો મહેનત સાથે કામે લાગ્યા છે અને વિવિધ પાકોની વાવણી કરી રહ્યાં છે. હાલ કચ્છમાં 1.30 લાખ હેક્ટરમાં વાવણી થઈ ગઈ છે અને આ સપ્તાહમાં બે લાખ હેક્ટરમાં વાવણી થશે. જેથી આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં કુલ આંક 5.50 લાખ હેક્ટર પર પહોચશે, તે રાજ્યમાં ક્રમાંકિત હશે તેવી શક્યતા છે.

કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી સિહોરાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ખરીફ પાકની સીઝન ધમ-ધોકાર ચાલી રહી છે. ખેડૂતો વાવણી કરી રહ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ પાંચ લાખ આઠ હજાર એકરમાં વાવેતર થાય છે. આ વર્ષે કચ્છમાં 1.30 923 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જેમાં કપાસ 49000 હજાર હેક્ટરમાં, મગફળી 20856 હેકટરમાં, ઘાસચારો 19567 હેકટરમાં, તલ 11729 હેક્ટરમાં, મગ 10435 હેક્ટરમાં, ગુવાર 6849 હેક્ટરમાં, બાજરી 5740 હેક્ટરમાં અને દિવેલા શાકભાજી સહિત 130.923 હેક્ટરમાં વાવેતર થયું છે.

કચ્છમાં ક્રમાંકિત થાય તેવી શક્યતા સાથે 5.50 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થશે,

ગત સપ્તાહે કચ્છ જિલ્લામાં સારો વરસાદ થયો હતો. સમગ્ર જિલ્લામાં તમામ તાલુકામાં સરેરાશ 125 મીમી વરસાદ નોંધાયો છે. પાંચ ઇંચ વરસાદને પગલે સિંચાઈના પાણીનો સંગ્રહ થયો છે. આમ, ખેડૂતોની આશાઓની ઉમંગની પાખ લાગી છે અને સમયસર પધારેલા મેઘરાજા વાવણીમાં જોમ પૂરું પાડ્યું છે. આગામી એક સપ્તાહમાં વધુ બે લાખ હેક્ટરમાં વાવણી થશે.

આમ સમગ્ર કચ્છમાં 5.10 લાખ હેક્ટરથી 5.50 લાખ હેક્ટર સુધીમાં વાવણી થવાની સંભાવના છે. પૂર્વ કચ્છના રાપર ભચાઉમાં સપ્ટેમ્બર માસમાં પણ દિવેલા અને ટૂંકાગાળા પાકનું વાવેતર થાય છે. આમ, કચ્છમાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાસ જેટલું વાવેતર થવાની પૂરી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.