ETV Bharat / state

કુનરીયામાં મહિલા સરપંચની નવતર પહેલ, ગ્રામીણ મહિલાઓના કૌશલ્ય માટે બન્યા પ્રેરણાસ્ત્રોત - Nari Shakti

કચ્છના ભુજ તાલુકામાં કુનરીયા ગામમાં(Kunaria village in Bhuj Taluka of Kutch) મહિલા સરપંચ મહિલાને લગતા પ્રગતિશીલ કાર્યોને(Women Empowerment in Gujarat) આગળ ધપાવવામાં જિલ્લામાં જ નહિ પરંતુ રાજ્ય સ્તરે તેનું નામ પ્રખ્યાત થયું છે.  મહિલા સરપંચ રશ્મિ છાંગાનું શિક્ષણ ઘણું ઓછું છે પણ તેમની વિચારસરણી અને કુનેરીયા ગામની શિખા પલટ કરવામાં મોટો ફાળો છે. જેમાં ખાસ કરીને તેમણે મહિલા સશક્તિકરણને વેગ આપવા માટેની કામગીરી હાથ ધરી છે.

કુનરીયામાં મહિલા સરપંચની નવતર પહેલ, ગ્રામીણ મહિલાઓના કૌશલ્ય માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

author img

By

Published : Aug 10, 2022, 5:59 AM IST

કચ્છ: ભુજ તાલુકાનું 3500ની વસ્તી ધરાવતું કુનરીયા ગામ(Kunaria village in Bhuj Taluka of Kutch) વર્તમાન મહિલા સરપંચની સુઝબુઝ, ધગશ ભર્યા વિકાસ કામો અને પ્રગતીશીલ નિર્ણયો થકી જિલ્લા નહીં, પરંતુ રાજ્ય સ્તરે પ્રખ્યાત થયું છે. મહિલા સરપંચ રશ્મિબેન છાંગાએ ધોરણ 9 સુધીનું શિક્ષણ મેળવ્યું છે, પરંતુ તેમના વિચારો અને પ્રગતિશીલ નિર્ણયો થકી કુનરીયા ગામની કાયાપલટ થઈ ગઈ છે. ખાસ કરીને મહિલા સશક્તિકરણ(Women Empowerment in Gujarat) અને ખરા અર્થમાં વેગ મળ્યો છે.

3500ની વસતી ધરાવતું કુનરીયા ગામ વર્તમાન મહિલા સરપંચની સુઝબુઝ, ધગશભર્યા વિકાસકામો અને પ્રગતીશીલ નિર્ણયો થકી જિલ્લા નહીં પરંતુ રાજયસ્તરે પ્રખ્યાત થયું છે.

મહિલાઓ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, રોજગાર સહિતના ક્ષેત્રે અવ્વલ બની - નારીને જો ઉડવા માટે મોકળું આકાશ અને પરીવારનો સાથ મળે તો તે પોતાનું ઘર જ નહીં, પરંતુ ગામની શાસન વ્યવસ્થા પણ સુચારૂ રીતે સંભાળી શકે છે. તેનું ઉત્તમ ઉદાહરણ નાનકડા ગામ એવા કુનરીયાના સરપંચ(Lady Sarpanch in Kunaria) રશ્મિબહેન છાંગા છે. તેઓ દરેક ગ્રામીણ મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

આ પણ વાંચો: Women Empowerment in Tapi : કોની મદદથી આ ગામની 15થી વધુ મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર?

દર 15 દિવસે ગામની તમામ મહિલાઓ સાથે બેઠક યોજાય છે - એક મહિલા હોવાના નાતે મહિલાઓની પીડા અને સમસ્યાઓને તેઓ સારી રીતે સમજતા હોવાથી તેઓએ પંચાયતના વહીવટ અને શાસન વ્યવસ્થામાં મહિલાઓની ભાગીદારી વધારવા ગામમાં મહિલા સભાખંડ બનાવ્યો છે. જેમાં દર 15 દિવસે ગામની તમામ મહિલાઓ સાથે બેઠક યોજવામાં આવે છે. જ્યાં મહિલાઓ પોતાની તમામ પ્રકારની તથા શાસન-વહીવટને લગતી સમસ્યાઓ રજૂ કરવા સાથે અન્ય પ્રકારની મુશ્કેલીઓ પણ રજૂ કરે છે. જેના ઉકેલ માટે પંચાયત અને પદાધિકારીઓ સક્રિય કામગીરી કરે છે.

બાળકીઓ શિક્ષણ લેતી થાય તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે કરાયા પ્રયત્નો

પંચાયત તરફથી મફતમાં સેનેટરી પેડનું વિતરણ - ગામની મહિલાઓ અને કિશોરીઓમાં માસિકના સંદર્ભમાં સ્વચ્છતા અંગે જાગૃતિ(Awareness about hygiene0 આવે તથા મહિલાઓ કપડાના સ્થાને સેનીટરી પેડનો ઉપયોગ કરતી થાય. તે માટે પંચાયત તરફથી મફતમાં સેનેટરી પેડનું વિતરણ(Distribution of sanitary pads) કરવામાં આવે છે. આ અંગે રશ્મિબહેન છાંગાએ જણાવ્યું હતું કે, ગામની મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, પરંતુ તેઓમાં કંઇકને કંઇક આવડત હોવાથી તેઓનું કૌશલ્ય ખીલે અને તેઓ પગભર થઈ શકે તે માટે પંચાયત દ્વારા વિવિધ કલાસ ચલાવવામાં આવી રહ્યા છે.

વિવિધ મહિલાલક્ષી યોજનાઓ માહિતી, માર્ગદર્શન આપવામાં આવે છે - બ્યુટી પાર્લર, સિવણ, ભરતગુંથણ સહિતની તાલીમ આપવામાં આવે છે. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ(Women Oriented Schemes) અંગે ગામની દરેક મિટિંગ, આંગણવાડી કક્ષાએ ચાલતી બેઠકો(Meetings held at Anganwadi level) અને ઉજવણીમાં માહિતી- માર્ગદર્શન આપવામાં આવે છે. માતા અને ધાત્રી માતાઓના આરોગ્ય માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

રાજયકક્ષાના નારી કર્મયોગી દિવસની ઉજવણી નિમિત્તે શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચનું સન્માન કરાયું

બાળકીઓ શિક્ષણ લેતા થાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે પ્રયત્નો - કિશોરીઓ શાસન વ્યવસ્થામાં રસ લેતી થાય તે માટે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે. જેના માધ્યમથી કિશોરીઓની સમસ્યા અને અવાજ પંચાયત સુધી પહોંચે છે. બાળકીઓ શિક્ષણ લેતા થાય તેમજ ડ્રોપ આઉટ રેશિયો ઘટે તે માટે શાળામાં હાજરી અંગે ઘરો ઘર મોનીટરીંગ કરવામાં આવે છે. આ માટે મહોલ્લા વાઇસ મહિલા સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે. જેઓ શાળામાં દરેક બાળકની નિયમિત હાજરીનું ધ્યાન રાખે છે અને કોઇપણ બાળક ગેરહાજર હોય તો તેનું કારણ જાણીને પંચાયતને અવગત કરે છે. આમ, આ પગલા થકી બાળકીઓનો ડ્રોપ આઉટ રેશિયો(Drop Out Ratio) ઘટાડી શકાય છે. વાલીઓમાં પણ સ્ત્રી શિક્ષણ અંગે જાગૃતિ આવી છે. આ ઉપરાંત શાળામાં બાળકો નિયમિત હાજર રહે છે.

આ પણ વાંચો: Nari Vandan Utsav : ખુદને પગમાં ખોટ હોવા છતાં 3 સંતાનને ભારે સંઘર્ષથી પગભર કર્યા

શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચનું સન્માન કરાયું - ગામની પ્રાથમિક જરૂરિયાતના(Basic need of the village) તમામ વિકાસકામોમાં પંચાયત મોખરે છે. ગામના લોકો પર્યાવરણ અંગે પણ જાગૃત થયા છે. જેના પરિણામ સ્વરૂપ તાજેતરમાં 8000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગામ વિકાસમાં જેટલો ફાળો પુરૂષોનો હોય છે તેટલો ફાળો કુનરીયાની મહિલાઓ આપી રહી છે. ઘર નહીં પરંતુ સમાજ અને ગ્રામવિકાસની દિશામાં અહીંની મહિલાઓ અગ્રેસર બની છે.તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઇને તાજેતરમાં સરકાર દ્વારા "નારી વંદના ઉત્સવ"(Nari Vandana Utsav) અંતર્ગત ભુજ ખાતે રાજ્યકક્ષાની મહિલા કર્મયોગી દિવસની ઉજવણીમાં તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.તેઓએ મહિલા સશક્તિકરણ માટે ચિંતિત સરકાર તથા તેમને મળેલા સન્માન બદલ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.