ETV Bharat / state

કચ્છમાં અછતની સ્થિતિના કારણે દૂધમાં ભાવવધારો, પશુપાલકોને રાહત - gujarat

કચ્છઃ દુષ્કાળ અને અછતની સ્થિતીમાં સરહદ ડેરી દ્વારા પશુપાલકોને દૂધમાં ભાવવધારો જાહેર કરાયો છે. આ ઉપરાંત દાણ સબસીડી અને દૂધ ભાવફેર 4.72 ટકા લેખે ચુકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે આ કપરા કાળમાં પશુપાલકો માટે રાહત રૂપ બની રહેશે.

KUTCH
author img

By

Published : May 15, 2019, 1:12 PM IST

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. 'સરહદ ડેરી' દ્વારા તમામ મંડળીઓ માટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે હાલના પ્રતિ કિલો ફેટ રૂપિયા 600થી વધારી અને 620 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટર દૂધના ભાવોમાં 1.5 રૂપિયા સુધી વધારો થશે અને માસિક રૂપિયા 1.5 કરોડ રૂપિયા પશુપાલકોને વધુ મળશે. આ ભાવો આગામી 16 મેથી અમલમાં આવશે.

ktc
ઘાસચારો

ડેરીના ચેરમેન વલમજીભાઈ આર. હુંબલેએ જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં દુષ્કાળની કપરી પરિસ્થિતીને કારણે છેલ્લા કેટલાક સમયમાં ખાણ દાણ તથા લીલો ચારો તેમજ સૂકા ચારાના ભાવમાં થયેલા વધારાના કારણે દૂધ સંઘ દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ ભાવો ઉપરાંત દૂધ સંઘ દ્વારા વર્ષાના અંતે દૂધ ભાવફેર (બોનસ) પણ ચૂકવવામાં આવે છે. જેની ગણતરી કરીએ તો ભાવોમાં 30 રૂપિયા વધીને કુલ ભાવો 650 રૂપિયા પ્રતિ કિલો ફેટ પશુપાલકોને મળે છે.

જે મુજબ ગુજરાતના ફેડરેશન સાથે સંકળાયેલા 21 સંઘોમાંથી સૌથી વધુ ભાવો ચૂકવતા સંઘોમાં પ્રથમ ૩ ક્રમાંકમાં કચ્છ દૂધ સંઘ આવે છે. આગામી દિવસોમાં 4.72 ટકા લેખે દૂધ ભાવફેરની ચુકવણી કરવાની ચાલુ કરી દેવામાં આવશે. દૂધ સંઘ દ્વારા હર હંમેશા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવેલા છે. પશુપાલકોને 10 હજાર મકાઇના બિયારણની કિટ વિનામુલ્યે વિતરણ કરવામાં આવી હતી. જેના કારણે લીલા ચારાનું પશુપાલકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. તેમજ સરહદ દાણમાં પણ 250 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. જેથી દૂધ ઉત્પાદનના ખર્ચના ઘટાડામાં પશુપાલકોને રાહત મળી રહે છે.

R GJ KTC 01 15MAY KUTCH DUDH BHAVVADHARO SCRTIP PHOTO RAKESH 

LOCAIOTN- BHUJ 
DATE 15-5

 કચ્છમાં દુષ્કાળ અને અછતની સ્થિતીમાં સરહદ ડેરી દ્વારા પશુપાલકોને દુધમા ભાવવધારો જાહેર કરાયો  છે. આ ઉપરાંત દાણ સબસીડી અને  દુધ ભાવફેર 4.72 ટકા લેખે ચુકકવાનું નકકી કરાયું છે. જે આ કપરા કાળમાં પશુપાલકો માટે રાહતરૂપ બની રહેશે. 

કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. “સરહદ ડેરી” દ્વારા તમામ મંડળીઑ માટે દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલોફેટ ૨૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જે હાલના પ્રતિ કિલો ફેટ રૂપિયા ૬૦૦ થી વધારી અને ૬૨૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવામાં આવશે. આ ભાવો વધવાથી પશુપાલકોને પ્રતિ લિટર દૂધના ભાવોમાં ૧.૫ રૂપિયા સુધી વધારો થશે અને માસિક રૂપિયા ૧.૫ કરોડ રૂપિયા પશુપાલકોને વધુ મળશે આ ભાવો આગામી તા. ૧૬ થી અમલમાં આવશે 

 ડેરીના ચેરમેન વલમજીભાઈ આર. હુંબલે જણાવ્યુ હતું કે  કચ્છ જિલ્લામાં દુષ્કાળની કપરી પરિસ્થિતીને કારણે છેલ્લા કેટલાક સમયમાં ખાણ દાણ તથા લીલો ચારો તેમજ સૂકા ચારાના ભાવમાં થયેલ વધારાના કારણે દૂધ સંઘ દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે આ ભાવો ઉપરાંત દૂધ સંઘ દ્વારા વર્ષાન્તે દૂધ ભાવફેર (બોનસ) પણ ચૂકવવામાં આવે છે જેની ગણતરી કરીએ તો ભાવોમાં ૩૦ રૂપિયા વધારે થવા જાય છે અને કુલ ભાવો ૬૫૦ રૂપિયા પ્રતિ કિલો ફેટ પશુપાલકોને મળે છે જે મુજબ ગુજરાતના ફેડરેશન સાથે સંકળાયેલ ૨૧ સંઘો માથી સૌથી વધુ ભાવો ચૂકવતા સંઘોમાં પ્રથમ ૩ ક્રમાંકમાં કચ્છ દૂધ સંઘ આવે છે. આગામી દિવસોમાં 4.72 ટકા લેખે  દૂધ ભાવફેરની ચુકવણી કરવાની ચાલુ કરી દેવામાં આવશે. દૂધ સંઘ દ્વારા હર હંમેશ પશુપાલકોના હિતમાં નિર્ણય લેવામાં આવેલ છે  પશુપાલકોને ૧૦ હજાર મકાઇના બિયારણની કીટ વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ જેના કારણે લીલા ચારાનું પશુપાલકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે તેમજ સરહદ દાણમાં પણ ૨૫૦ રૂપિયા સબસિડી આપવામાં આવે છે જેથી દૂધ ઉત્પાદનના ખર્ચના
ઘટાડામાં પશુપાલકોને રાહત મળી રહેછે. 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.