- ગુજરાત વિધાનસભાની અબડાસા બેઠકની પેટા ચૂંટણી
- સી. આર. પાટીલે કર્યું જનસભાને સંબોધન
- ભાજપના ઉમેદવારને જીતાડવા કરી અપીલ
કચ્છ/નખત્રાણા: ભાજપના પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યા પછી આજે શનિવારે કચ્છમાં પ્રથમવાર આવેલા સી.આર. પાટીલનું ભુજ એરપોર્ટ પર ભગવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ તેમણે નખત્રાણામાં ભાજપના ઉમેદવારાના સમર્થનમાં જનસભાને સંબોધન કર્યું હતું અને ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને 50 હજાર કરતાં પણ વધારે મતથી જીત અપાવવા લોકોને હાકલ કરી હતી.
આરોપ સાબિત કરે તો સાંસદ પદેથી રાજીનામું આપી દઈશ: પાટીલ
કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ સી. આર. પાટીલ પર કરેલા આક્ષેપના જવાબમાં તેમણે કહ્યું કે, 'અર્જુન મોઢવાડીયા જુઠવાડીયા છે'. મારા પર એક પણ કેસ હોય તો તેઓ સાબિત કરે. હું રાજકારણ છોડી દઇશ. અર્જુનભાઇ સાબિત ન કરી શકે તો શું તેઓ રાજકારણ છોડશે? તેવા સવાલ સાથે સી. આર. પાટીલે અર્જુન મોઢવાડીયાને પડકાર ફેંક્યો હતો.
કોંગ્રેસ હાર ભાળી ગઈ છે: પાટીલ
વધુમાં સી. આર. પાટીલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા અને હાર્દિક પટેલ પર પ્રહાર કરતા જણાવ્યું કે, હાર ભાળી ગયેલી કોંગ્રેસ અને તેમના નેતાઓ ખોટા નિવેદનો કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે.