ETV Bharat / state

શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જરૂર કરતાં વધી જાય તો આવી ગંભીર સ્થિતિનું નિર્માણ થાય - side effect of over immunity

કોરોના મહામારીના આ સમયમાં સૌ કોઈ પોતાની રોગ પ્રતિકારક શકિત તરફ સૌથી વધુ સજાગ થઈ ગયા છે. જોકે આ રોગપ્રતિકારક શકિત કયારેક અવળી અસર પણ પાડી શકે છે. જવલ્લે જ બનતી આવી ઘટના કચ્છની એક યુવતી સાથે બની હતી. ચામડીના રોગની દવાની આડઅસરને પગલે આ મહિલાની રોગ પ્રતિકારક શકિત જરૂર કરતા વધી જવાથી ગંભીર સ્થિતિનું નિમાર્ણ થયું હતું. જોકે ભૂજ સિવિલ હોસ્પિટલમાં 21 દિવસની સારવાર બાદ આ યુવતીને બચાવી લેવાઈ હતી.

રોગપ્રતિકારક શક્તિ
રોગપ્રતિકારક શક્તિ
author img

By

Published : Sep 12, 2020, 6:26 PM IST

કચ્છ: તબીબી જગતમાં ઘણા એવા રોગ છે જેમાં ઈમરજ્ન્સી આવતી હોય છે. તાત્કાલિક સારવાર આપવી પડે છે. પરંતુ, ચામડીનો રોગ એવો છે, જેમાં તાકીદની સ્થિતિનું નિર્માણ જવલ્લે જ જોવા મળે છે. જોકે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં આ પ્રકારનો કિલ્લો સામે આવ્યો છે.

લખપતના સુમનબા ચૌહાણ ઉ.વ. 27 એક હોસ્પિટલમાં ચામડીના રોગની સારવાર દરમિયાન કલોરકાય ઝેપીકસાઈડ તથા ટ્રાય ફ્બ્યુંપેરાસીન નામની દવા લેવાથી રિએક્શન થતાં શરીર ઉપરની ચામડી ઉતારી ગઈ હતી. જેની માત્રા એટલી તીવ્ર હતી કે, મોઢા અને આંખને પણ અસર થઇ હતી. એટલું જ નહિ દર્દી બેભાન અવસ્થામાં સરી ગયા હતા.

સ્કીન વિભાગના રેસી. ડો. એશ્વર્યા રામાણીનાં જણાવ્યા અનુસાર દર્દીને જયારે જી.કે જનરલમાં લાવવામાં આવ્યા ત્યારે ચેપનો વ્યાપ વધી ગયો હતો. બેભાન હોવાથી હોસ્પિટલનાં મેડીસીન વિભાગની તેમજ આંખને પણ અસર થઇ હોવાથી આંખ વિભાગની પણ મદદ લેવામાં આવી હતી. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ એકાએક જરૂર કરતા વધી ગઈ હોવાથી આ અસર થઇ હતી. એ હળવી કરવા સાયકલો સ્કોરીનની સારવાર કરી. દર્દીને દવાની અસરમાંથી મુકત કરી સારવાર શરુ કરી હતી.

દર્દીની સ્થિતિ પૂર્વવત થતા આખા શરીરે ડ્રેસિંગ શરુ કર્યું. સળંગ 21 દિવસની જહેમતને અંતે શરીર પર ચામડી પુન: આવવા લાગતા રજા આપવામાં આવી હતી. આ કાર્યના મેડીસીન વિભાગના ડો. જયંતિ સથવારા, સ્કિન વિભાગના ડો. કૃણાલ દુધાત્રા, આંખ વિભાગના ડો. નિખિલ રૂપાલા અને અને ડો. દિવ્યાંગ પટેલ વિગેરે સારવારમાં સહયોગી રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.