ETV Bharat / state

કચ્છમાં મેઘતાંડવ યથાવત, ભુજમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ - Heavy rains in Kutch

ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ ભારે વરસાદ (Monsoon Gujarat 2022 )વરસી રહ્યો છે. કચ્છમાં જિલ્લામાં 1થી 13 ઇંચ કેટલાક વિસ્તારોમાં પુરની (Heavy rains in Kutch)સ્થિતિ જોવા મળી છે. જિલ્લામાં ચાલુ સીઝનમાં 70 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

કચ્છમાં મેઘમહેર યથાવત, ભુજમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

author img

By

Published : Jul 12, 2022, 4:00 PM IST

કચ્છઃ જિલ્લામાં મહેર વરસાવતા જિલ્લાને જળતરબોળ કરી (monsoon 2022 in gujarat )મૂકયો છે. એક સપ્તાહથી સતત વરસતા વરસાદે જિલ્લામાં એકથી 13 ઇંચ વરસાદ વરસતા જિલ્લાના કેટલાક વિસ્તારો ખાસ કરીને (Heavy rains in Kutch)કાંઠાળપટ્ટીનાં ગામો અતિવૃષ્ટિના ઊંબરે આવીને ઊભા છે. જિલ્લામાં ચાલુ સીઝનમાં 70 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ભુજના નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી - જિલ્લામાં આગામી સમયમાં (Monsoon Gujarat 2022 )ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાના દસેય દસ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી જ ભારે વરસાદના પગલે ભુજના નીચાણ વાળા વિસ્તારોમાં ખુબ પાણી ભરાયા છે અને વિદ્યાર્થીઓ તેમજ દુકાનદારોને ભારે હાલાકી ભોગવવી પડી છે.

ભુજમાં પાણી ભરાયા

આ પણ વાંચઃ રાજ્યમાં હજુ પણ એલર્ટ, અત્યાર સુધીમાં 61 લોકોના મોત

ભારે વરસાદના પગલે લોકોને પડી હાલાકી - ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ભારે પ્રમાણમાં વરસાદનો પાણી ભરાયો છે. ભુજમાં સવારથી જ 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયાં છે ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી છે ખરી તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. દર વર્ષે લાખોના ખર્ચે નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવતી હોય છે છતાં પણ દર વર્ષે પાણી ભરાય છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો બસ સ્ટેશન વિસ્તારમાં ગટરના પાણી પણ બહાર રસ્તા પર વહેતા હોય છે.

આ પણ વાંચઃ રાજ્યમાં મેઘ 'કહેર', રાજ્યપ્રધાને કરી સમીક્ષા, ગામડાઓમાં વીજળી આવતા હજી લાગશે 2 દિવસ

પ્રિ મોન્સુનની નબળી કામગીરી પર આક્ષેપો - બસ સ્ટેશન વિસ્તારના દુકાનદારો અને સ્થાનિક લોકો પણ ભુજ નગરપાલિકાની પ્રિમોન્સુનની નબળી કામગીરી પર આક્ષેપો કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર થતો હોવાની વાત પણ કરી હતી તો બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા ઇન્દિરા બાઈ ગર્લ્સ હાઈસ્કૂલની વિધાર્થિનીઓને પણ ભારે હાલાકી ભોગવી પડી હતી. વહીવટી તંત્ર પણ મદદે આવે તેવી અપીલ પણ કરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.