ETV Bharat / state

કચ્છમાં સાર્વત્રિક સાંબેલાધાર વરસાદથી ખુશીનો માહોલ, રાપરમાં નવ ઈંચ - KUTCHCH RAPAR

કચ્છ: સમગ્ર રાજ્યમાં હાલ સાવત્રિક મેઘમહેર થઈ રહી છે. કચ્છ જિલ્લામાં પણ સાંબેલાધાર વરસાદથી કચ્છ પાણી પાણી થઈ ગયું છે. જિલ્લાના રાપરમાં નવ ઈંચ વરસાદ સાથે તમામ ગામો અને તાલુકાઓમાં એકથી નવ ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સચરાચર મેઘમહેર થતા ત્રણ વર્ષના દુષ્કાળ અને અછતથી હેરાનગતી ભોગવી રહેલા કચ્છમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સારા વરસાદથી મોટાભાગના તાલુકાના તળાવો છલકાઈ ગયાં છે અને ડેમમાં નવા નીર આવ્યાં છે.

તમામ ગામો અને તાલુકાઓમાં એકથી છ ઈંચ વરસાદ
author img

By

Published : Aug 10, 2019, 4:47 PM IST

સમગ્ર કચ્છમાં મેઘમલ્હાર શરૂ થયો છે. સાર્વત્રિક સચરાચર અને સાંબેલાધાર વરસાદથી કચ્છ પાણી પાણી થઈ ગયું છે. રાપરમાં નવ ઈચં સાથે તમામ ગામો તાલુકામાં એકથી છ ઈંચ વરસાદ નોંધાયો છે. ત્રણ વર્ષના દુષ્કાળ અને અછતની સ્થિતિ ભોગવી રહેલા કચ્છમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સારા વરસાદથી મોટાભાગના તાલુકાના તળાવો છલકાઈ ગયાં છે અને ડેમમાં નવા નીર આવ્યાં છે.

ETV BHARAT, GUJARAT NEWS, KUTCHCH RAIN, સાંબેલાધાર વરસાદ, કચ્છ જિલ્લા
મેઘમહેર થતા ત્રણ વર્ષના દુષ્કાળ અને અછતથી હેરાનગતી ભોગવી રહેલા કચ્છમાં ખુશી

પૂર્વ કચ્છના વાગડના રાપર ભચાઉમાં સાંબેલાધાર વરસેલાં વરુણદેવે પશ્ચિમ કચ્છના તમામ તાલુકામાં બેથી સાડા ત્રણ ઈંચ મહેર કરી છે. એક રાતમાં વરસેલાં મધ્યમથી ભારે વરસાદના કારણે વિવિધ શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. જ્યારે સૂકીભઠ્ઠ નદીઓ બેકાંઠે થતાં કૉઝવે પર પણ પાણી ફરી વળ્યાં છે. સારા વરસાદથી વાગડના અંતરિયાળ ગામડાંથી લઈ પશ્ચિમ કાંઠે હાજીપીર અને પચ્છમ સહિતના તમામ વિસ્તાર-તાલુકાના લોકોમાં મેઘોલ્લાસ છવાઈ ગયો છે. હવામાન વિભાગના વર્તારા મુજબ શનિવારના રોજ પણ આખો દિવસ મહેર રહેવાની આશા છે.

જિલ્લામાં તાલુકાવાર સ્વિસ્તાર જોઈએ તો રાપરમાં દિવસભર ઝાપટારૂપે દોઢ અને ભચાઉમાં અડધો ઈંચ મહેર કરી ‘સેટ’ થયા બાદ વરુણદેવે હજુ પણ ધુંઆધાર બેટીંગ ચાલુ જ રાખી છે. રાપરમાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. શુક્રવારે રાત્રે 8થી 10માં રાપરમાં સાડા 4 ઈંચ વરસાદ ખાબકયો હતો. ભચાઉમાં ખાબકેલાં વરસાદે રાત્રે બે કાલકમાં બે ઈંચ પાણી વરસાવ્યા બાદ એક જ રાતમાં ભચાઉમાં 6 ઈંચ વરસાદ વરસી ગયો છે. 24 કલાકમાં ભચાઉમાં કુલ 173 એટલે કે 7 ઈંચ વરસાદ વરસ્યો છે.

જિલ્લામાં થયેલા વરસાદની વાત કરીઓ તો અંજારમાં 24 કલાકની અંદર કુલ 4 ઈંચ વરસાદ વરસી ગયો છે. ગાંધીધામમાં એક જ રાતમાં 151 મિલિમીટર સાથે 24 કલાકમાં 180 મિ.મી. વરસાદ નોંધાયો છે. અબડાસામાં એક જ રાતમાં વધુ સાડા 3 ઈંચ વરસાદ વરસાવી સહુને ખુશખુશાલ કરી દીધા છે. અબડાસામાં એક જ રાતમાં 87 મિ.મી. મહેર વરસી છે. લખપતમાં કુલ 50 મિ.મી. વરસાદ વરસ્યો છે. નખત્રાણામાં 71 મિ.મી. વરસાદ વરસી જતાં કપિતના ઉભા મોલને જીવતદાન મળ્યું છે. માંડવી, મુંદ્રા અને ભુજમાં પવનના સુસવાટા સાથે એકધારે વરસીને મેઘરાજાએ બેથી અઢી ઈંચ મહેર કરી છે. માંડવીમાં એક જ રાતમાં 65 મિ.મી., મુંદ્રામાં 66 મિ.મી. અને ભુજમાં 53 મિ.મી. વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના વર્તારા મુજબ હજી પણ શનિવારે આખો દિવસ મહેર યથાવત રહેવાની આશા છે.

Intro: સમગ્ર કચ્છમાં મેઘમલ્હાર શરૂ થયો છે. સાર્વત્રિક સચરાચર અને સાંબેલાધાર વરસાદથી કચ્છ પાણી પાણી થઈ ગયું છે. રાપરમાં નવ ઈચં સાથે તમામ ગામો તાલુકામાં એકથી છ ઈંચ વરસાદ નોંધાયો છે. જેને પગલે ત્રણ વર્ષના દુષ્કાળ અને અછતની પરેશાન કચ્છમાં ખુશીની લહેર જોવા મળી રહી છે સારા વરસાદથી મોટાભાગના તાલુકાના તળાવો છલકાઈ ગયાં છે અને ડેમમાં નવા નીર આવ્યાં છે. Body:
પૂર્વ કચ્છના વાગડના રાપર ભચાઉમાં સાંબેલાધાર વરસેલાં વરુણદેવે પશ્ચિમ કચ્છના તમામ તાલુકામાં બેથી સાડા ત્રણ ઈંચ મહેર કરી છે. એક રાતમાં વરસેલાં મધ્યમથી ભારે વરસાદના કારણે વિવિધ શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. સૂકીભઠ્ઠ નદીઓ બેકાંઠે થતાં કૉઝવે પર પણ પાણી ફરી વળ્યાં છે. સારા વરસાદથી વાગડના અંતરિયાળ ગામડાંથી લઈ પશ્ચિમ કાંઠે હાજીપીર અને પચ્છમ સહિતના તમામ વિસ્તાર-તાલુકાના લોકોમાં મેઘોલ્લાસ છવાઈ ગયો છે. હવામાન વિભાગના વર્તારા મુજબ આજે પણ આખો દિવસ મહેર જારી રહેવાની આશા છે.

તાલુકામા મુજબ સ્વિસ્તાર જોઈએ તો રાપરમાં ગઈકાલે દિવસભર રાપરમાં ઝાપટારૂપે દોઢ અને ભચાઉમાં અડધો ઈંચ મહેર કરી ‘સેટ’ થયા બાદ વરુણદેવે હજુ પન ધુંઆધાર બેટીંગ જારી રાખી છે. રાપરમાં 24 કલાકમાં 9 ઈંચ વરસાદ નોંધાયો છે. . રાત્રે 8થી 10માં રાપરમાં સાડા 4 ઈંચ વરસાદ ખાબકયો હતો. ભચાઉમાં ખાબકેલાં વરસાદે રાત્રે બે કાલકમાં બે ઈંચ પાણી વરસાવ્યા બાદ એક જ રાતમાં ભચાઉમાં 6 ઈંચ વરસાદ વરસી ગયો છે. 24 કલાકમાં ભચાઉમાં કુલ 173 એટલે કે 7 ઈંચ વરસાદ વરસ્યો છે.

અંજારમાં 24 કલાકની અંદર કુલ 4 ઈંચ વરસાદ વરસી ગયો છે.ગાંધીધામમાં એક જ રાતમાં 151 મિલિમીટર સાથે 24 કલાકમાં 180 મિ.મી. વરસાદ નોંધાયો છે. અબડાસામાં એક જ રાતમાં વધુ સાડા 3 ઈંચ વરસાદ વરસાવી સહુને ખુશખુશાલ કરી દીધા છે. અબડાસામાં એક જ રાતમાં 87 મિ.મી. મહેર વરસી છે. લખપતમાં કુલ 50 મિ.મી. વરસાદ વરસ્યો છે. નખત્રાણામાં 71 મિ.મી. વરસાદ વરસી જતાં કપિતના ઉભા મોલને જીવતદાન મળ્યું છે. માંડવી, મુંદરા અને ભુજમાં પવનના સુસવાટા સાથે એકધારે વરસીને મેઘરાજાએ બેથી અઢી ઈંચ મહેર કરી છે. માંડવીમાં એક જ રાતમાં 65 મિ.મી., મુંદરામાં 66 મિ.મી. અને ભુજમાં 53 મિ.મી. વરસાદ વરસ્યો છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.