ETV Bharat / state

Harami Nala Creek Kutch: BSFનું મેગા ઑપરેશન, હરામીનાળાના ક્રીક વિસ્તારમાંથી વધુ 7 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત - કચ્છમાં પાકિસ્તાની માછીમારો

BSF દ્વારા હરામીનાળા ક્રીક (Harami Nala Creek Kutch) વિસ્તારમાંથી 7 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત કરવામાં આવી છે. BSF દ્વારા કરવામાં આવેલા મેગા ઓપરેશનમાં અત્યાર સુધી 6 પાકિસ્તાની માછીમારો અને 11 પાકિસ્તાની બોટ ઝડપાઈ છે.

Harami Nala Creek Kutch: BSFનું મેગા ઑપરેશન, હરામીનાળાના ક્રીક વિસ્તારમાંથી વધુ 7 પાકિસ્તાની ફિશિંગ બોટ જપ્ત

author img

By

Published : Feb 17, 2022, 7:28 PM IST

કચ્છ: પાકિસ્તાનથી દરિયાઈ સીમા (pakistan maritime border) મારફતે ભારતના જળ વિસ્તાર (India maritime border )માં માછીમારી માટે આવેલી વધુ 7 બોટને એક મેગા ઓપરેશન દ્વારા સીમા સુરક્ષા દળે કચ્છના હરામીનાળા વિસ્તાર (Harami Nala Creek Kutch)માંથી ઝડપી છે. આ અગાઉ 11 પાકિસ્તાની બોટ અને 3 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

હરામીનાળાની ક્રીકમાં BSFના કમાન્ડો દ્વારા ઓપરેશન

BSF દ્વારા આ ઓપરેશન (BSF Operation at Harami Nala Creek) અંગે બહાર પાડવામાં આવેલી સત્તાવાર અખબારી યાદી મુજબ હરામીનાળાની કાદવથી લથપથ નાની-મોટી ક્રીક ચેરિયાના જંગલો (mangrove forest harami nala creek) અને ભરતીના પાણીમાં આ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઇનપુટ મળતાની સાથે જ 300 ચોરસ કિલોમીટરના દુર્ગમ હરામીનાળાની ક્રીકમાં BSFના કમાન્ડો દ્વારા ઓપરેશન હાથ ધરાયું હતું. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને સીમા સુરક્ષા દળના ગુજરાત ફ્રન્ટિયરના વડા (chief of gujarat frontier of border security force) જી.એસ.મલિક પણ હરામીનાળા વિસ્તારમાં ધસી આવ્યા હતા.

આ પણ વાંચો: Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા 6 પાકિસ્તાનીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર

અત્યાર સુધીમાં 6 પાકિસ્તાનીઓને ઝડપી લેવાયા

BSFના કમાન્ડોને જોઈને પાકિસ્તાની માછીમારો (Pakistani fishermen In Kutch) બોટ છોડીને અટપટી ક્રીકમાંથી નાસી ગયા હતા, પરંતુ BSFના કમાન્ડો દ્વારા આ વખતે તેમને ઝડપી લેવા માટે મેગા ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં અત્યાર સુધીમાં 6 પાકિસ્તાની માછીમારોને ઝડપી લેવામાં આવ્યા છે. તો આજે વધુ 7 પાકિસ્તાની બોટ જપ્ત કરવામાં આવી હતી.

પાકિસ્તાની માછીમારો અવાર-નવાર ભારતીય સીમામાં ઘૂસી આવે છે

કચ્છના દરિયા (kutch sea area)માં તેમજ વિસ્તારમાં સારી ગુણવત્તાવાળી તેમ જ મોટા પ્રમાણમાં માછલીઓ હોવાથી પાકિસ્તાની માછીમારો માછલીઓની લાલચમાં અવાર-નવાર ભારતીય સીમામાં ઘૂસી આવતા હોય છે. પકડાયેલી પાકિસ્તાની બોટમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. બોટમાંથી માત્ર સડેલી માછલીઓ મળી આવી છે.

આ પણ વાંચો: પોરબંદર જળસીમાં પરથી ઝડપાયેલા 10 પાકિસ્તાનીઓના 3 દિવસના રિમાન્ડ કરાયા મંજુર

હજુ પણ આ કોમ્બિંગ ઓપરેશન ચાલું

BSFના કમાન્ડો દ્વારા હાલમાં હજુ પણ આ કોમ્બિંગ ઓપરેશન ચાલું છે. તેમજ આગામી સમયમાં હરામીનાળામાંથી કુલ કેટલા પાકિસ્તાની માછીમારો ઝડપાયા અને કુલ કેટલી પાકિસ્તાની બોટ ઝડપવામાં આવી તેની સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.