કચ્છ : રાજ્યના હવામાનમાં ગરમીમાં (Gujarat Weather Report) નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તો ગઈ કાલના પ્રમાણમાં આજે રાજ્યના જિલ્લાઓમાં ફરી મહતમ તાપમાનના પારામાં 1 ડિગ્રી થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. ગરમીના પ્રમાણમાં (Heat Temperature in Gujarat) આમ તો નહિવત ઘટાડો કહેવાય પરંતુ અગાઉ જે હિટવેવની અસર સર્જાઈ હતી તે આજે પણ નહીં વર્તાય તેમજ આજે રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે.
આ પણ વાંચો : આજની પ્રેરણાઃ માણસે જીવનના પડકારોથી ભાગવું ન જોઈએ
શરીરમાં ઠંડક જાળવી માટે ઉપાયો - રાજ્યમાં બપોર સુધીમાં ધોમ ધખતા તાપથી તાપમાનનો (Maximum Temperature Today) પારો 33 ડિગ્રીથી 39 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યો છે. માર્ચ મહિનાની શરૂઆતથી ભારે તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો બીજી તરફ શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તેમજ લીંબુનો જ્યુસ પીતાં જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Horoscope for the Day 21 March : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
મહત્તમ તાપમાન 33થી 39 ડિગ્રી - રાજ્યમાં નોંધાયેલ મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ, રાજકોટ અને જૂનાગઢ ખાતે 39 ડિગ્રી, ગાંધીનગર, બરોડા અને ભુજ ખાતે 38 ડિગ્રી નોંધાયું છે તો ભાવનગર અને સુરત ખાતે 37 ડિગ્રી, કચ્છના કંડલા ખાતે 35 ડિગ્રી તો નલિયા ખાતે 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | મહત્તમ તાપમાન |
અમદાવાદ | 39.0 |
ગાંધીનગર | 38.0 |
રાજકોટ | 39.0 |
સુરત | 37.0 |
ભાવનગર | 37.0 |
જૂનાગઢ | 39.0 |
બરોડા | 38.0 |
નલિયા | 33.0 |
ભુજ | 38.0 |
કંડલા | 35.0 |