કચ્છ : રાજ્યના હવામાનમાં છેલ્લાં થોડાં દિવસો બાદ ફરીથી તાપમાનમાં (Gujarat Weather Report) નોંધપાત્ર ફેરફાર થયો છે. તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઠંડીના (Cold Temperature in Gujarat) પારમાં 4 થી 5 ડિગ્રી સુધી નોંધપાત્ર ફેરફાર થયો છે. તમામ જિલ્લાઓમાં ગઈ કાલ કરતા આજ તાપમાનનો પારો નીચે સરક્યો છે. તો ઠંડા પવનો પર વહેલી સવારથી અનુભવાઈ રહ્યા છે.
રાજ્યમાં 6 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના (Effect of Western Disturbances) પગલે આગામી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં આવતીકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. જે પરિણામે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરિયા કાંઠે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ હજુ પણ તાપમાન નીચું જાય તેવી શક્યતા પણ હવામાન વિભાગે (Meteorological Department Forecast) વ્યક્ત કરી છે.
ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન
રાજ્યના જિલ્લાઓમાં તાપમાનનો પારામાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. તમામ જિલ્લાઓમાં તાપમાનનો પારો 8 ડિગ્રીથી 14 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. તો સૌથી ઓછું તાપમાન ગાંધીનગર ખાતે 8.2 નોંધાયું છે. ત્યારબાદ ઓછું તાપમાન નલિયા ખાતે 10.2 ડિગ્રી નોંધાયું છે. તો આજે સમગ્ર રાજ્યમાં ખુલ્લું વાતાવરણ જોવા મળશે.
ગુજરાતના શહેરોમાં લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
જિલ્લા | તાપમાન |
અમદાવાદ | 10.7 |
ગાંધીનગર | 8.2 |
રાજકોટ | 13.5 |
સુરત | 13.2 |
ભાવનગર | 13.6 |
જૂનાગઢ | 13.0 |
બરોડા | 11.4 |
નલિયા | 10.2 |
ભુજ | 12.8 |
કંડલા | 13.5 |
આ પણ વાંચોઃ Cold wave in Gujarat: જાણો શિયાળામાં પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા જાળવી રાખવા શું કરવું !