કચ્છ: કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની 8 મહિના અગાઉ ઝડપાયેલ 194 કરોડના હેરોઇન કેસમાં ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને 25 એપ્રિલના નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા જે આજે પૂર્ણ થતા ફરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બીશ્નોઈને હવે ATS સાબરમતી જેલમાં મોકલવામાં આવશે.
આજે 14 દિવસના રિમાન્ડ પૂર્ણ: મધદરીયેથી જખૌ બંદરે કી જવાતા 194 કરોડની કિંમતના ઝડપાયેલા હેરોઇન કેસમાં અને 6 પાકિસ્તાની આરોપીઓ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બીશ્નોઈની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું અને આ હેરોઇન લોરેન્સ દ્વારા મંગાવવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. ગુજરાત ATS ની ટીમે લોરેન્સને 25 એપ્રિલે નલિયાની કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ગુજરાત ATS ની ટીમે ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એમ.શુક્લા સમક્ષ 9 કારણો જણાવીને રિમાન્ડ મેળવ્યા હતા.
194 કરોડના હેરોઇન કેસમાં લોરેન્સની સંડોવણી: આ ડ્રગ્સ કેસમાં જેલમાંથી લોરેન્સ દ્વારા ડ્રગ્સનો જથ્થો મંગાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં હજુ સુધી કુલ કેટલા આરોપીઓ છે તેની પણ તપાસ ચાલી રહી છે. જેમાં નાઇજીરીયાનો ચીફ ઓબોન્ના અની જે હાલમાં પંજાબની જેલમાં છે, તો કપૂરથલા જેલના કેદી મેરાજ અને સાઉથ આફ્રિકાની મહિલા બોગાની થાન્ડિલે ઉર્ફે અનિતાની પણ સંડોવણી છે.આ લોકોએ પાકિસ્તાનથી વાયા કચ્છ થઈને પંજાબ માટે આ માલ મંગાવ્યો હતો.જખૌના મીઠા પોર્ટ ખાતે હેરોઇન લેવા આવનાર જગ્ગીસિંઘ અને સરતાજ ઓસલીમ મલીકને અમદાવાદથી જ ઉઠાવી લેવાયા હતા.
લોરેન્સને ફરી ચેતક કમાન્ડો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે: 14 દિવસના રિમાન્ડ દરમ્યાન ઘણી ચોંકાવનારી માહિતીઓના ખુલાસામાં પાકિસ્તાન કનેકશન સહિતની અનેક બાબતો સામે આવી, પરંતુ એટીએસ દ્વારા સતાવાર રીતે કંઈ જાહેર કરવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી મહિલા અનિતા કે જે હાલ દિલ્હીમાં છે તેના ઈશારે આખું ડ્રગનું રેકેટ ચાલે છે અને બીશ્નોઈએ મહિલાના કહેવાથી માલ મંગાવી આપ્યો હતો. આજે બીશ્નોઈને કોર્ટમાં ફરી રજૂ કરી કોર્ટના હુકમ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. લોરેન્સને ફરી ચેતક કમાન્ડો સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: