કચ્છ: દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છમાં લોકગાયિકા ગીતા રબારી અને કચ્છ મોરબીના યુવા સાંસદ વિનોદ ભાઈ ચાવડા દ્વારા અનોખી રીતે દેશના જવાનો જે સરહદ પર દેશની રક્ષા કરે છે, તેમની સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
કચ્છમાં સોમવારે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. કચ્છના સાંસદ વિનોદ ચાવડા કચ્છી કોયલ ગીતા રબારી ભુજ ખાતે BSF જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
ભુજના મુન્દ્રા રોડ પર આવેલા BSF - 79 બટાલિયન કેમ્પસમાં કચ્છ BSFના DIG એસ. એસ. દબાસ તેમજ જવાનોને રાખડી બાંધીને ગીતા રબારીએ શુભકામનાઓ પાઠવી હતી.
BSFના જવાનોએ ગીતા રબારીને આભારની લાગણી વ્યક્ત કરી હતી
ગુજરાતના મહાનુભાવોએ કરી રક્ષાબંધનની ઉજવણી
CM રૂપાણીએ નિવાસસ્થાને જ રક્ષાબંધનની ઉજવણી કરાઈ, ગણતરીના જ મહેમાનો હાજર રહ્યા
ગાંધીનગર : covid-19ના કહેર વચ્ચે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર નિવાસસ્થાન ખાતે જ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. રક્ષાબંધનની ઉજવણીમાં અમુક ગણતરીના જ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યારે આ સમગ્ર ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી.
આ ગુજરાતી સેલિબ્રિટીને ભાઈ ન હોવાથી બહેનને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી
અમદાવાદઃ સામાન્ય સંજોગોમાં રક્ષાબંધન પર્વના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે, જ્યારે ભાઈ બહેનને રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ જાણિતા ગુજરાતી ગાયક કલાકાર મણિરાજ બારોટની ચાર દીકરીઓ છે. તેમાંથી રાજલ બારોટ પણ ગુજરાતી ગાયિકા છે. રાજલને ભાઈ ન હોવાથી તે પોતાની બહેનોને જ રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરે છે.
અમદાવાદઃ પાટીદાર નેતા અને કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના દતાલી ખાતેના સ્પર્શ બંગલોમાં રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હતો. હાર્દિકની બહેનને આશીર્વાદ આપતા જણાવ્યું કે, જીવનમાં સંઘર્ષ સાથે આગળ વધવા અને ગરીબ પરિવારોના પ્રશ્નોને વાચા આપવાની વાત કરી હતી.
વડોદરા જિલ્લા કલેક્ટર અને મહિલા કર્મચારીઓએ જવાનોને બાંધી રાખડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રક્ષાબંધનના બીજા દિવસે ઋણ સ્વીકાર માટેનું અનોખું રક્ષા બંધન પર્વ ઉજવાયું હતું. આ પર્વના ભાગરૂપે જિલ્લા કલેકટરે વડોદરા નજીક આવેલ જરોદ ખાતેના NDRFના જવાનોને રાખડી બાંધી હતી. જિલ્લા કલેકટર અને મહિલા કર્મચારીઓએ દળના જવાનોને રાખડી બાંધીને પોતાની જાતને સંકટમાં મૂકીને હજારોના જીવનને બચાવનારા જવાનોને સુખી, સ્વસ્થ રહો તેવા અંતર આશિષ પાઠવ્યા હતાં.