ETV Bharat / state

કચ્છમાં પ્રથમ વખત ભુજ હાટ ખાતે ગાંધી શિલ્પ બજારનો શુભારંભ કરવામાં આવ્યો - kutchh collector

ભુજના ભૂત હાટ ખાતે હસ્તકલાના કારીગરોને તેમની કલા કારીગીરીની વસ્તુના વેચાણ માટે યોગ્ય બજાર મળી રહે તેવા હેતુથી 100 સ્ટોલ સાથેનો ગાંધી શિલ્પ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

કચ્છમાં પ્રથમ વખત ભુજ હાટ ખાતે ગાંધી શિલ્પ બજારનો શુભારંભ કરવામાં આવ્યો

author img

By

Published : Mar 15, 2021, 11:03 PM IST

  • દેશના જુદા-જુદા રાજયોમાંથી કલાકારો આ ગાંધી શિલ્પ બજારમાં ઉમટ્યાં
  • કારીગરોને સરકાર દ્વારા દરરોજના 300 રૂપિયા ચુકવવામાં આવશે
  • 21 માર્ચ સુધી ચાલનારી ગાંધી શિલ્પ બજાર બપોરના 1થી 9 વાગ્યા સુધી રહેશે ખુલ્લી
  • કલેક્ટર,પદ્મશ્રી એવોર્ડ વિજેતા, KBCમાં કર્મવીર તરીકે ચમકેલા તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિ રહ્યાં

કચ્છઃ જિલ્લા ભુજ શહેરના ભુજ હાટખાતે 10 દિવસ સુધી ગાંધી શિલ્પ બજારનું આચોજન કરવામાં આવ્યું છે. દેશના અન્ય રાજ્યોની હસ્તકલા કારીગરીનું પ્રદર્શન તથા વેચાણ ભુજ હાટ ખાતેના ગાંધી શિલ્પ બજારમાં થશે. કલેક્ટર પ્રવિણાબેને ગાંધી શિલ્પ બજારનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટરે પ્રદર્શનનું ઉદઘાટન કર્યા બાદ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. આ ઉદ્ઘાટન સમારોહમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા અબ્દુલ ગફૂર ખત્રી, તાજેતરમાં જ KBCમાં કર્મવીર તરીકે ચમકેલા પાબીબેન બેન રબારી, ડેવલોપમેન્ટ કમિશ્નર હેન્ડીક્રાફ્ટ વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર રવિ ચૌધરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કે. પી. ડેર તથા નાબાર્ડના DDM નીરજ કુમાર અને દાદુજી સોઢા સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છમાં પ્રથમ વખત ભુજ હાટ ખાતે ગાંધી શિલ્પ બજારનો શુભારંભ કરવામાં આવ્યો

આ પણ વાંચોઃ કચ્છઃ ભુજ હાટ ખાતે એક્ઝિબિશનનું કરાયું આયોજન

શિલ્પ બજાર 21મી માર્ચ સુધી ચાલશે

21મી માર્ચ સુધી ચાલનારી આ શિલ્પ બજારનો સમય બપોરે 1થી રાત્રીના 9 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. સંચાલકો, આયોજકો તથા કલેક્ટર દ્વારા ભુજ શહેરની જનતા આ ગાંધી શિલ્પ બજારની મુલાકાત લેવા આવે તથા જુદી જુદી જાતની કળાઓ નિહાળવા આવે તે માટેની અપીલ કરવામાં આવી હતી.

આવતા વર્ષે 100ના બદલે 200 સ્ટોલ ઉભા કરવાની તંત્રની તૈયાર

ભારત સરકારના ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ અને ગુજરાત સ્ટેટ હેન્ડલુમ વીવર્સ ઓપરેટીવ ફેડરેશન લિમિટેડ દ્વારા આ ગાંધી શિલ્પ બજારનો આયોજન કરવામાં આવ્યું છે. આ શિલ્પ બજારમાં 100 જાતના સ્ટોલ બનાવાયા છે. જો આ વખતે બજારને સારો એવો પ્રતિસાદ મળશે તો આવતા વર્ષે 100ના બદલે 200 સ્ટોલ ઉભા કરવાની તંત્રની તૈયારી છે.

આ પણ વાંચોઃ ભુજની ચાણક્ય કોલેજ ઓફ ફિઝીયોથેરાપી દ્વારા વાઈટ કોર્ટ સેરેમની યોજાઈ

દેશના જુદા-જુદા રાજ્યોની હસ્તકલા કારીગરીનું પ્રદર્શન

આ શિલ્પ બજારમાં કચ્છની સ્થાનિક હસ્તકળાઓ સાથે સાથે રાજસ્થાનની કોફ્તગીરી આર્ટ, બનાસકાંઠાની કઠપુતળી, પશ્ચિમ બંગાળની કાંથા એમ્બ્રોડરી, રાજસ્થાનની શિબેરી કળા ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબની વિવિધ કલા કારીગીરીને લોકોને નિહાળવા મળશે.

કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા

ગાંધી શિલ્પ બજારમાં તમામ કારીગરોને સ્ટોલ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે તથા તમામ કારીગરોને સરકાર દ્વારા દરરોજના રૂપિયા 300 ચૂકવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.