ભુજ કચ્છના સફેદ રણ ધોરડો ખાતે આગામી 8 થી 10 ફેબ્રુઆરી (G20 International Summit in Kutch desert in February )દરમ્યાન પ્રવાસન વિષય પર G20 આંતરરાષ્ટ્રીય સમીટ (G20 International Summit ) યોજાવાની છે. જેમાં કચ્છની કલા સંસ્કૃતિને 20 દેશના પ્રતિનિધિઓ સમક્ષ ઉજાગર કરવામાં આવશે. તમામ વિદેશી પ્રતિનિધિઓ ખાસ ચાર્ટડ વિમાન મારફતે ભુજ એરપોર્ટ (Bhuj airport makeover ) પર આવશે અને અહીંથી બાય રોડ ધોરડો જવાના છે ત્યારે હાલમાં નવો રોડ પણ બનાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો અમદાવાદમાં G20 સમિટ અંતર્ગત 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન સમિટ, CMએ સમિટનો લોગો અને સોન્ગ કર્યા લોન્ચ
ભુજ એરપોર્ટ પર વધી જશે અવરજવર ભુજ એરપોર્ટ ડાયરેક્ટર નવિન સાગરે ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું કે આ સમીટ માટે 20 દેશના પ્રતિનિધિઓ (G20 International Summit )સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓની અવરજવર ભુજ એરપોર્ટ (G20 International Summit in Kutch desert in February )પર વધી જશે. જેથી પરિવહનની દ્રષ્ટિએ ભુજ હવાઈમથકનું મહત્વ વધી જતા તેનું બ્યુટીફીકેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ખાસ કરીને આંતર માળખાકીય સુવિધાઓ (Bhuj airport makeover ) વિકસાવવામાં આવશે. જેનું નિરીક્ષણ થઈ ચૂક્યું છે અને એન્જિનિયરની ટીમ દ્વારા મુલાકાત પણ લેવાઇ ચૂકી છે.
આ પણ વાંચો કોરોના કાળ પછી થશે ભવ્ય વૈશ્વિક પતંગોત્સવ, 70 દેશના પતંગબાજો લેશે ભાગ
ભુજ એરપોર્ટનું થશે બ્યુટીફીકેશન વધુ માહિતી આપતા એરપોર્ટ ડાયરેકટરે જણાવ્યું હતું કે, જી20 સમીટ (G20 International Summit )અંતર્ગત ટર્મિનલ બિલ્ડીંગમાં બ્યુટીફીકેશન અને પ્રાંગણમાં હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કરવામાં આવશે.હયાત નર્સરીના વિકાસ સાથે ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરી હરિયાળી વધારવામાં આવશે. વિદેશી ડેલીગેટ્સ કચ્છની કલા સંસ્કૃતિ અને પ્રવાસન સ્થળો જોઈ શકે તે માટે પ્રતિકૃતિ સાથે સુશોભન પણ કરવામાં આવશે. હાલમાં એરપોર્ટની સ્ક્રીન પર જી20 સમીટના પોસ્ટર લગાવી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે પ્રવાસન સીઝનના કારણે એરપોર્ટમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા ફલાઇટ પણ રેગ્યુલર કરી દેવામાં આવી છે. તથા આગામી અઠવાડિયામાં બ્યુટીફીકેશનનું કામ તેમજ વૃક્ષારોપણ (Bhuj airport makeover ) શરૂ કરવામાં આવશે.

એરપોર્ટ પર ટેસ્ટિંગ અને સ્ક્રીનીંગ કચ્છમાં હાલ પ્રવાસીઓનો મેળો જામ્યો છે તેમજ રણોત્સવમાં પણ વિદેશી પ્રવાસીઓ આવતા થયા છે. ત્યારે આ તમામ સ્થિતિઓ તેમજ ભુજ અને કંડલા બે પોર્ટને જોતા (Precautions for Omicron BF7 )બહારથી આવતા લોકોની સંખ્યા વધુ હોવાથી અહી કોરોનાનો નવો વેરીએન્ટ દાખલ થાય તેની સંભાવના વધુ છે. ત્યારે એરપોર્ટ પર સ્ક્રીનીંગ અને ટેસ્ટિંગ શરૂ કરી દેવાયુ છે તેમજ તેનું મોનીટરીંગ અને રિપોર્ટિંગ પણ કરવામાં આવશે.