કચ્છઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ ગુજરાતની મુલાકાત લીધી હતી. એમની મુલાકાત બાદ ભૂજના કાર્યક્રમ દરમિયાન લોકોને અપાયેલા ફૂડ પેકેટમાં ફૂગ હોવાનો વીડિયો વાયરલ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા માટે આવેલા લોકો માટે તંત્રએ ખાસ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી. જેમાં લોકોને થેપલા આપવામાં આવ્યા હતા. જે થેપલામાં ફૂગ ચડી ગઈ હતી. એટલું જ નહીં બપોરના સમયે આપવામાં આવેલા થેંપલાના પેકેટનો રીતસર ઘા કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં 2002ના રમખાણો સંબંધિત કેસ કર્યા બંધ
રસ્તા પર ફેંકી દીધાઃ થેપલામાં ફૂગ નીકળતા લોકોએ થેપલા રસ્તા પર ફેંકી દીધા હતા. આ વિષયના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ભુજમાં કચ્છ શાખા નહેર, સ્મૃતિવન સ્મારક સહિતના વિવિધ 11 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા હતા.નરેન્દ્ર મોદીએ કચ્છની જનતાને જે સભાસ્થળે સંબોધી હતી તે સ્થળે મોટી સંખ્યમાં જનમેદની ઉમટી હતી. તેમને ફૂડ પેકેટ્સ વહેંચવામાં આવ્યા હતા. ફૂગ હોવાને કારણે થેપલા રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નરેન્દ્ર મોદીના આગમનથી બપોર સુધી વિવિધ કાર્યક્રમ હતા.
આ પણ વાંચોઃ ડ્રાયફ્રૂટ્ મોદકનો ગણપતિને ધરો ભોગ, જાણો તેની રેસીપી
નાસ્તાની વ્યવસ્થા હતીઃ વહીવટી તંત્ર દ્વારા ગામડામાંથી આવેલા લોકો માટે સવારે નાસ્તામાં બૂંદી અને ગાઠિયા ઉપરાંત બપોરે થેપલાના ફૂડપેકેટની વ્યવસ્થા રખાઈ હતી.બપોરે જ્યારે સભા પૂર્ણ થઈ ત્યાર બાદ ટેમ્પોમાં લવાયેલા ફૂડ પેકેટ લોકોને ફેંકીને અપાયા હતા તેવો વિડિયો પણ વાયરલ થયો હતો.લોકો પણ ફૂડ પેકેટ મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા પરંતુ થેપલામાં ફૂગ જોઈને લોકોએ ફૂડ પેકેટ રસ્તા ઉપર ફેંકી દીધા હતા.etv Bharat સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.