ETV Bharat / state

રાપરના એડવોકેટની હત્યા, દેવજીભાઈ મહેશ્વરીની વતન અબડાસામાં અંતિમવિધી કરાઈ - એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી

પુર્વનિયોજીત ષડયંત્રમાં જેમની હત્યા કરવામાં આવી હતી, તેવા રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની વતન અબડાસામાં અંતિમવિધી કરવામાં આવી હતી. તેમની અંતિમવિધીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

kutch
kutch
author img

By

Published : Sep 30, 2020, 2:05 PM IST

ભુજઃ રાપરના એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની વતન અબડાસામાં અંતિમવિધી કરવામાં આવી હતી. નલિયા નજીકના ગુડથરવાલા મોટા મતિયાદેવ મંદિરે તેમની દફનવિધીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

પુર્વનિયોજીત ષડયંત્રમાં જેમની હત્યા કરવામાં આવી તેવા રાપરના એડવોકેટની હત્યાના આરોપીઓ પકડાઈ જતા પરિવારે મુર્તદેહનો કબજો લેતા મંગળવારે સાંજે તેમના વતન અબડાસામાં અંતિમવિધી કરવામાં આવી હતી.

દેવજીભાઈ મહેશ્વરીની વતન અબડાસામાં અંતિમવિધી કરાઈ

રાપરથી એમબ્યુલન્સ મારફતે દેવજીભાઈનો મુતદેહ ગાંધીધામ, ભુજ થઈ વતન અબડાસા ખાતે લાવવામાં આવ્યો હતો. તેમની અંતિમયાત્રામાં 250-300 વાહનો જોડાતા 12 કીમી લાંબો વાહનોનો કાફલો નલિયા નજીકના ગુડથરવાલા મોટા મતિયાદેવના સ્થાનકે પહોંચ્યો હતો. જ્યાં સામાજીક રીત રિવાજ મુજબ મતિયાદેવ મંદિર પરિસરમાં તેમની અંતમવિધી સાથે દફનવિધી કરવામાં આવી હતી. અંતિમ યાત્રામાં તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા સમગ્ર કચ્છભરમાંથી માનવ મહેરામણ ઉમટ્યો હતો.

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્સસ સમિતિના તાલુકા પ્રમુખ સાલેમામદ હાજી આધમ પડયાર, ઈકબાલ મંધરા, અબડાસા મહેશ્વરી સમાજ પ્રમુખ લાલજી કટુઆ, ગુડથર ટ્રસ્ટ પ્રમુખ લખમણ ભરાડીયા વગેરે સાથે કચ્છના ગામેગામથી મહેશ્વરી સમાજના ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી દેવજીભાઈને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.