- કચ્છની સૌથી મોટી 22 કરોડની જમીનની છેતરપિંડી
- મુદ્દત પૂરી થતા બેંકમાં Check નાખ્યા પછી Check Return થયા
- CID ક્રાઇમ સુધી અરજી અને ફરિયાદ કરાઇ
કચ્છ : Mandavi Talukaના મોટા લાયજા નજીક ઉત્તર દિશા બાજુ આવેલ જવાહરપુર તેમજ મેઘપર વિસ્તાર જે મોટા લાયજાનો સીમાડો કહેવાય છે. તે જમીન બતાવી તાવીને 22 કરોડ રૂપિયાનું જમીન કૌભાંડ આચાર્યું હતું.
7 લોકો પાસેથી 22 કરોડની છેતરપિંડી કરી
વર્ષ 2011માં કુલ 7 લોકો પાસેથી જમીનના રોકાણ બાબતે આવાસ લોજિસ્ટિક પાર્ક પ્રાઇવેટ લિમિટેડ તેમજ સીલેન્ડ પોર્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ લાયજા ગામમાં 40 હજાર કરોડથી વધારે રકમનો પ્રોજેક્ટ લઇને આવે છે. તેવું જણાવીને સ્થાનિકે આ જમીનના Fake Documentsથી મામલતદાર કચેરીના ખોટા સિક્કા મારી નકલી સાટાખત બનાવી તથા નોટરીના ખોટા સહી કરીને 22 કરોડ જેટલી રકમની છેતરપિંડી કરવામાં આવી હતી.
સમાધાન કરાવનારા અગ્રણીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ
Land scandalની સાચી વિગતો બહાર આવતા ફરિયાદ ન થાય તે માટે સમાધાન કરાવા આવ્યા હતા. કચ્છના મોટા ગજાના અગ્રણીઓને વચ્ચે રાખીને અગ્રણીની વાત પણ રાખી નહિ અને કૌભાંડ કરનારાઓએ સમાધાન વખતે વચ્ચે રહેલા કચ્છના અગ્રણીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
40 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોવાનું જણાવી છેતરપિંડી
ભુજ રહેતા ફરિયાદી દ્વારા આ સમગ્ર પ્રકરણ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તેમની સાથે જમીન બાબતે દલાલ વચ્ચે તરીકે રહેલા રમેશ કાનગર ગુસાઇ, પ્રભુ રામ ગઢવી અને કરસન કેશવ ગઢવી એમ ત્રણ વ્યક્તિઓએ આવાસ Logistics Pvt. Ltd. નામની કોઈ કંપની તેમજ Sealand Port Pvt. Ltd. નામની કંપની લાયજા પાસે પોર્ટ ઉભો કરી રહી છે અને 40,000 કરોડથી વધુ રોકાણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો : ગીફ્ટના નામે સોશિયલ મીડિયા પર 28 લાખની કરાઇ છેતરપિંડી
25.32 એકર જમીનનો સોદો કરી રૂપિયા 2.28 કરોડ જેટલી રકમ પડાવી લીધી
7 બાર અને 8ના Fake Documents ઉભા કરીને પોતાના નામે જમીન છે. તેવું જણાવ્યું કે, કરસન કેશવ ગઢવી અને પ્રભુ રામ ગઢવીએ તથા રમેશ ઘર ગુસાઇ નામના શખ્સે દલાલ તરીકે ભૂમિકા ભજવીને જમીન બતાવેલીએ જમીન પૈકી 25.32 એકર જમીનનો સોદો કરી રૂપિયા 2.28 કરોડ જેટલી રકમ પડાવી લઇ ઠગાઈ કરી હતી.
શંકા જતા Madavi Mamlatdar પાસે તપાસ કરી
છેતરપિંડીનો ભોગ બનનાર કુશલ ઠક્કરે જણાવ્યું હતું કે, તેમણે સંપૂર્ણ રકમ ચૂકવી દીધા પછી ક્યારે Documents માટે માંગણી કરીને ત્યારે સમય પસાર કરીને આરોપીઓ ગુમરાહ કરતા રહ્યા હતા. તેમણે શંકા જતા Madavi Mamlatdar પાસે તપાસ કરવા માટે ગયા હતા. ત્યારે તેમને જાણ થઈ હતી કે, આરોપીઓની આવી કોઈ જમીન તેમના જણાવ્યા સ્થળે છે જ નહિ એવું બહાર આવ્યું હતું.
મુદ્દત પૂરી થતા બેંકમાં Check નાખ્યા પછી Check Return થયા
આરોપીઓનો સંપર્ક શોધાયા પછી શરૂઆતમાં રૂપિયા પરત આપી દેવા માટે વાયદા ઉપર વાયદા કરાતા રહ્યા હતા. આખરે આ મામલે ફરિયાદ કરવાનું નક્કી થતા આરોપીઓ સમાધાન પર આવ્યા હતા. અખિલ ચારણ ગઢવી સમાજના અધ્યક્ષ વિજય ગઢવી તથા મુન્દ્રાના સામાજિક અગ્રણી સલીમ જતની મધ્યસ્થી પછી આરોપીઓ દ્વારા વર્ષ 2018માં Check અપાયા હતા. જે બે વર્ષની મુદ્દત માટેના હતા. પરંતુ મુદ્દત પૂરી થતા બેંકમાં Check નાખ્યા પછી Check Return થયા છે. તેથી આરોપીઓનો સંપર્ક કરાતા તેમના દ્વારા સંતોષકારક પ્રત્યુતર ન મળતા આખરે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ છે.
ફરિયાદી દ્વારા આ મામલે હવે મક્કમતાથી કાનૂની રાહે આગળ વધવા ચીમકી
આ પ્રકરણમાં ખૂબ મોટું કૌભાંડ આચરાયું હોવાથી આ મામલાની CID Crime દ્વારા તપાસ થાય અને આરોપીઓના IT Return તથા બેંક ખાતાઓની તપાસ થાય તો ખૂબ મોટું આર્થિક કૌભાંડ બહાર આવે તેમ છે. તેવું જણાવીને ફરિયાદી દ્વારા આ મામલે હવે મક્કમતાથી કાનૂની રાહે આગળ વધવા માટે ચીમકી પણ અપાઇ છે.
Mandavi Police Stationમાં ફરિયાદ નોંધાઇ
આ પ્રકરણમાં ચોંકાવનારી બાબત એ છે કે, જે તે સમયેઆ મામલે Mandavi Police Stationમાં ફરિયાદ નોંધાઇ હતી. એ ફરિયાદ મમતા જયંતીલાલ ઠક્કર દ્વારા અપાઈ હતી. પરંતુ જે તે સમયના Mandavi PI બી. એમ .ચૌધરી દ્વારા મમતાબેનની કોરા પાના પર સહી કરાવી લઈને મામલો રફેદફે કરવાએ Document પર કાનૂની કાર્યવાહી નથી.
બી. એમ. ચૌધરી સામે તપાસ હાથ ધરાઈ
આ પ્રકારે લખાણ લખીને મમતા દ્વારા કાનૂની કાર્યવાહી કરવાની નથી એવું લખાણ છે. તેમ દર્શાવીને બી. એમ. ચૌધરીએ આ પ્રકરણ પણ પાણી ઢોળવાનું કામ કર્યું હોવાનું જણાઈ આવ્યું છે. બી. એમ. ચૌધરી સામે પણ તપાસ હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે. આમ, સમગ્ર પ્રકરણમાં આગામી દિવસોમાં મોટા પાયે કાર્યવાહી થાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે.