કચ્છઃ ભુજ નગરપાલિકા દ્વારા ચાલી રહેલી પ્રજાસત્તાક દિન 2020ની ઉજવણી અંતર્ગત શુભ સંકલ્પ સેવા સંસ્થાના ઉપક્રમે 'આહાર એ જ ઔષધ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રતન વીર નેચર કેર સેન્ટરના શૈલેષ ચતુર્વેદી અને ડોક્ટર રસીલાબેન પટેલ નેચરોથેરાપી(રાજકોટ)એ ઉપસ્થિતો લોકોને માર્ગદર્શન આપ્યું હતું.
પ્રજાસત્તાક દિનની ઉજવણી શનિવારે ભુજ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારે 26મી જાન્યુઆરીએ નગરપાલિકા કચેરી ખાતે ધ્વજવંદન કરવામાં આવશે. આ ઉપરાંત 26મી જાન્યુઆરી 2001ના વિનાશક ભૂકંપમાં મૃત પામેલા લોકોની આત્માને શાંતિ માટે પ્રથના તેમજ તેમને શ્રદ્ધાંજલિ રૂપે ભુજના હમીરસર તળાવના છતરડી વાળા ભાગમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. સાંજે હમીરસર તળાવના કિનારે દેશભક્તિના ગીતોના રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.