કચ્છઃ 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર કોરોનાની અસર ના પડે અને દેશનું ભવિષ્ય સલામત રહે તેવા હેતુસર સરકાર દ્વારા 15થી 18 વય જૂથના બાળકો માટેનું રસીકરણ(Vaccination of 15 to 18 Children in Kutch) આજથી સવારે 8 વાગ્યાથી તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં(Vaccination of Schools in Kutch) શરૂઆત કરવામાં આવી છે. ત્યારે કચ્છ જિલ્લામાં પણ 3 જાન્યુઆરી અને 4 જાન્યુઆરીના સવારના 8થી સાંજના 5 વાગ્યા સુધી આરોગ્ય વિભાગ દ્વારા ચાલનારા વેક્સિનેશન કાર્ય અંતર્ગત કુલ 1,49,200 બાળકોમાંથી 74,645 જેટલા બાળકોનું રસીકરણ(Vaccination of Children in Kutch) કરવામાં આવશે.
વિદ્યાર્થીઓને આકર્ષવા સેલ્ફી પોઇન્ટ મૂકવામાં આવ્યા
કચ્છ જિલ્લાના દસ તાલુકાઓમાંથી સૌથી વધુ બાળકોની સંખ્યા ભુજ તાલુકામાં છે. ત્યારે આજે સવારથી જ દરેક શાળાઓમાં રસીકરણની(Vaccination for Children in Gujarat) શરૂ કરવામાં આવ્યું છે. તો માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આકર્ષવા માટે શાળામાં ડેકોરેશન કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો માટે સેલ્ફી પોઇન્ટ પણ રાખવામાં આવ્યા છે. ત્યારે સેલ્ફી પોઇન્ટ વઘુ આકર્ષણ બનતા બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તેથી બાળકોમાં પણ ભારે ઉત્સાહથી રસી(Vaccination of Students in Kutch) લેવા માટે આગળ આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Covid 19 Vaccination: 15થી 18 વય જૂથનું રસીકરણ આજથી થશે શરૂ, સાત લાખ બાળકોનું થયું રજીસ્ટ્રેશન
રસીના બંને ડોઝ લેનારા વાલીઓએ પોતાના બાળકોને અપાવી રસી
15થી 18 વર્ષની બાળકોને રસી આપવા માટે બાળકોના વાલીઓની ભૂમિકા મહત્વની રહેશે ત્યારે વાલીઓએ પોતે કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે તેઓ કોરોના સામે રક્ષણ મેળવી રહ્યા છે. વાલીઓ પોતાના બાળકોને પણ આગળ લાવીને રસી અપાવી રહ્યા છે. તેમજ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ અન્ય વાલીઓ અન્ય બાળકોને રસી(Vaccination Children India) લેવા માટે અપીલ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Omicron Vaccine as Natural : કુદરતી રસી તરીકે ઓમિક્રોનની ધારણા ખતરનાક: નિષ્ણાતો