કચ્છઃ વૈશ્વિક મહામારી કોરોનામાં ઘેર બેઠાં હસ્ત શિલ્પીઓ અને કારીગરોએ કરેલાં ઉત્પાદનને ગ્રાહક સાથે સીધું બજાર આપવા તેમજ કલાગીરીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોરૂપે કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલય દિલ્હી ઓફિસ ઓફ ધી ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ (Office of the Development Commissioner Handicraft) અને હસ્તકલા ઔદ્યોગિક સહકારી મંડળ (Bhuj Handicraft Industrial Cooperative Society ) દ્વારા ભુજહાટ ખાતે ગાંધી શિલ્પ બજારમાં દેશના 12 રાજયોના કારીગરો રોજગારી મેળવી રહ્યાં છે. ભુજના ભુજ હાટ ખાતે હસ્તકલાના કારીગરોને તેમની કલા કારીગીરીની વસ્તુના વેચાણ (Craft sales market in Bhuj ) માટે યોગ્ય બજાર મળી રહે તેમજ કલાગીરીને પ્રોત્સાહિત (Employment promotion in Bhuj) કરવાના પ્રયાસોરૂપે 100 સ્ટોલ સાથેના ગાંધી શિલ્પ બજારનો (Gandhi Shilp Bazaar in Bhuj ) પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભુજ હાટ ખાતે 50થી વધારે કારીગરોએ પોતાની કળાનું પ્રદર્શન કર્યું
ભુજ હાટ ખાતે 50 કારીગરો કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, જમ્મુ કાશ્મીર, પં.બંગાળ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, ઉતરપ્રદેશ, કર્ણાટક સાથે કચ્છ અને ગુજરાતના હસ્ત શિલ્પીઓના વિવિધ કલાકૃતિઓ, હાથશાળના નમૂનાઓનું પ્રદર્શન સહ વેચાણ થઇ રહયું છે.આ હસ્તકળા મેળામાં કાશ્મીરથી કેરળ અને કચ્છથી બંગાળ સુધીના કારીગરો પોત પોતાના પ્રદેશની અનોખી હસ્તકળાનું પ્રદર્શન અને વેચાણ કરવા પહોંચ્યા છે.
કારીગરોને અપાય છે દૈનિક 300 થી 500 ભથ્થું
કારીગરોનું પ્લેટફોર્મ ભુજહાટમાં કેન્દ્ર સરકાર બહારના કારીગરોને પ્રવાસ ભથ્થું, રહેણાંક અને સ્ટોલ વિનામૂલ્યે આપે છે. ઉપરાંત કલાગીરીની કેટેગરી મુજબ રૂ.500 કે રૂ. 300 દૈનિક ભથ્થું પણ કારીગરોને (Employment promotion in Bhuj) આપવામાં આવે છે.
કોરોના સમય અને પછીના સમયમાં અહીં 10 થી 15 મેળા યોજાયા
ભુજહાટ એ ભુજના હાર્ટ સમાન વિસ્તાર ભાનુશાળીનગરમાં છે જેમાં કારીગરોને માર્કેટીંગ પ્લેસ મળે છે. કોરોના સમય અને પછીના સમયમાં અહીં 10 થી 15 મેળા યોજાયા છે. જેનાથી કારીગરનો કોરોનામાં રાહત મળી છે. અન્ય રાજ્યના કારીગરોને પણ સારી તક મળે છે. ગાંધી શિલ્પ બજારમાં 12 રાજયોના કારીગરો પણ પોતાની કળા દ્વારા બનાવેલા ઉત્પાદનો વેચીને રોજગારી (Employment promotion in Bhuj) મેળવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Surat Hunnar Haat : સારી જોબ છોડી લાઈવલીહુડ આર્ટ માટે કાર્યરત થઈ છત્તીસગઢની યુવતી
ભારતભરની જુદી જુદી કળાઓ
આ (Gandhi Shilp Bazaar in Bhuj )શિલ્પ બજારમાં કચ્છની સ્થાનિક હસ્તકળાઓ સાથે સાથે જયપુરની બ્લુ આર્ટ પોટરી,સ્ટોન કલર પેન્ટિંગ અને પેપર સિલ્ક પેન્ટિંગ, મધ્ય પ્રદેશના ભોપાલનું ઝરી વર્ક,કોલકાતાનો બાંબુ આર્ટ, બનાસકાંઠાની કઠપુતળી, પશ્ચિમ બંગાળની ટેરાકોટા માટીની બનાવટો અને પશ્ચિમ બંગાળનું પોટ્ટ ચિત્ર, કાશ્મીરના ગરમ વસ્ત્રો, હૈદરાબાદની બંજારા હસ્તકળા, કેરળની મેટલ વાયર ટ્રી કળા, રાજસ્થાનની શિબેરી કળા ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળની (Craft sales market in Bhuj )વિવિધ કલા કારીગીરીને લોકોને નિહાળવા મળશે.
આવા હસ્તકળાના મેળાથી કારીગરોને સીધો લાભ મળે છે
ગાંધી શિલ્પ બજારના ડાયરેકટર સોઢા દાદુજીએ જણાવ્યું હતું કે, ભુજ હાટને વધુ વિકસાવવા અને આકર્ષણનું કેન્દ્ર બનાવવાની ઈચ્છા છે. આખા કચ્છમાં વસ્ત્ર મંત્રાલય, ઓફિસ ઓફ ધી ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ દ્વારા દેશમાં અને રાજયમાં કારીગરોને આવી હાટથી પ્રોત્સાહન મળે છે. આનાથી સીધો (Craft sales market in Bhuj ) લાભ કારીગરોને મળે છે. કોવિડમાં હસ્તકલા બનાવનાર કારીગરોને સરકાર દ્વારા મળેલા આ બજારથી ખરીદી કરીને તેમને પ્રોત્સાહિત (Employment promotion in Bhuj) કરવા સોઢા અપીલ કરે છે.
દૂરથી આવેલા કારીગરો પાસેથી ખરીદી કરી તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ
હસ્તશિલ્પ બજારમાં બાર રાજયોના વિભિન્ન હસ્તકલાની કામગીરી બતાવવા માટે કારીગરો દૂરથી આવ્યા છે. તો હસ્ત શિલ્પીઓના આ કામને પ્રોત્સાહિત કરી ભારતીય સંસ્કૃતિને જોવા માટે અહીં આવી અહીં આવેલા કારીગરો પાસેથી ખરીદી કરીને તેમને પ્રોત્સાહન (Employment promotion in Bhuj) આપવું જોઈએ.
ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે: કારીગર
છત્તીસગઢથી એક કારીગર આયરન આર્ટ લઈને હસ્તકળા મેળામાં આવ્યા છે. જેમાં લોખંડના પાટિયાને વિવિધ આકાર આપી તેના પર કાળો રંગ કરવામાં આવે છે. વિવિધ ડિઝાઇનમાં બનતી આ વસ્તુઓ ઘર શણગાર માટે વાપરવામાં આવે છે.ભુજમાં ગ્રાહકોનો સારો એવો (Employment promotion in Bhuj) પ્રતિસાદ મળી રહ્યો છે.