કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાએ આવતા (Earthquake in Kutch) હોય છે. ત્યારે આજે ફરી સરહદી વિસ્તાર ખાવડા પાસે સવારે 10.30 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપના આંચકો (Earthquake in Kutch)નોંધાયો હતો. પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો (Earthquake shakes western Kutch) અનુભવાયો હતો.
આ પણ વાંચો- કચ્છ ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા દર્દીઓ માટે ફોલોઅપ કેમ્પનું આયોજન
વર્ષ 2001થી નાનામોટા ભૂકંપનો સિલસિલો યથાવત્ - આપને જણાવી દઈએ કે, કચ્છમાં વર્ષ 2001ના મહાભૂકંપ બાદ (Kutch Earthquake 2001) શરૂ થયેલા નાના મોટા આફ્ટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત ચાલુ છે. ત્યારે આજે સવારે 10:30 કલાકે ફરી એક વાર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના કારણે કચ્છના ખાવડા, બન્ની વિસ્તાર, ભૂજ પંથક સુધી ધરા ધ્રુજી ઊઠી હતી. ભૂકંપનો આંચકો ખાવડાથી 48 કિલોમીટર દૂર નોર્થ નોર્થ ઇસ્ટમાં નોંધાયો હતો.