કચ્છ: કામદારો/શ્રમિકો અને સ્થળાંતર થતાં લોકો સહિત કે જે ભાડાથી રહે છે. તેમના રહેઠાણ/મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડું માગવાનું રહેશે નહીં. જો આ લોકોને તેમજ ભાડે રહેતાં વિધાર્થીઓને તેમની જગ્યા છોડવાનું કહેવામાં આવશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ પગલાં ભરવામાં આવશે તેવુ સ્પષ્ટ જણાવામાં આવ્યું છે.
આ ઉપરાંત તમામ રોજગાર પુરો પાડતાં ઉધોગ, વ્યાપારિક, વાણિજિયક સંસ્થા, દુકાનો, કોન્ટ્રાકટરોએ તમામ પ્રકારના કામદારોને લોકડાઉન સમય દરમ્યાન તેમના કામકાજ બંધ રહયા હોય તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત કરેલી તારીખે સમયસર કોઇપણ પ્રકારના કપાત વગર પુરેપુરું ચૂકવવાનું રહેશે.આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સહિતાની કલમ-૧૮૮ ની જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. તેમ એક યાદીમાં જણાવાયું હતું.