કચ્છ: કોરોના સામેની લડાઈમાં કચ્છના પાટનગર ભૂજના યુવાને અનોખી પહેલ કરીને રાહત નિધિમાં નાણાંનું દાન આપવાની જગ્યાએ પોતાના શહેરની સેનિટાઈઝેશન માટે રૂપિયા બે લાખના ખર્ચે મશિન નગરપાલિકાને દાન કર્યું છે.
ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ યુવા મિલન સોની અને તેમના પત્ની દિવ્યાની સોનીએ આ મશિન નગરલપાલિકા પ્રમુખ લતાબેન સોંલકી અને ચેરમેન ભરત રાણાને આપવામાં આવ્યા હતા.
મિલન સોનીએ જણાવ્યું હતું કે, આ કપરા સમયે દેશસેવાનો વિચાર આવ્યો ત્યારે બે લાખ રૂપિયા રાહત નિધિમાં આપવાનું વિચારતો હતો. ત્યારે વિચાર આવ્યો કે, મારા નાણાં વડે ભૂજ શહેર માટે સેવા કરવાનો વિચાર આવ્યો. આ મશિનો વડે સમગ્ર શહેરમાં સેનિટાઈઝેશન થઈ રહ્યું છે. જે કોરોના કહેર વચ્ચે ખુબ જરૂરી છે.