ETV Bharat / state

ગુજરાતનો આ જિલ્લો બની ગયો છે નશીલા પદાર્થ માટેનું હબ - ભારત પાકિસ્તાન બોર્ડર

કચ્છના દરિયાઈ સીમામાંથી ફરી એક વખત ચરસના 10 પેકેટ પકડાયા (Drugs Packet seized from Kutch) છે. જખૌ મરીન પોલીસ પેટ્રોલિંગમાં (Jakhau Marine Police Patrolling) હતી. તે દરમિયાન અબડાસાના સિંધોડી નજીકના વિસ્તારમાંથી આ પેકેટ પકડાયા હતા.

ગુજરાતનો આ જિલ્લો બની ગયો છે નશીલા પદાર્થ માટેનું હબ

author img

By

Published : May 28, 2022, 3:28 PM IST

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ (Drugs Packet seized from Kutch) બન્યા છે. જોકે, આ સિલસિલો હજી પણ યથાવત્ છે. આજે (શનિવારે) અબડાસાના સિંધોડી નજીકના વિસ્તારમાંથી જખૌ મરીન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં (Jakhau Marine Police Patrolling) હતી. તે દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવતા તેને જપ્ત કરવામાં આવ્યા છે.

જખૌ મરીન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પકડી પાડ્યું ડ્રગ્સ

બિનવારસી હાલતમાં મળ્યા પેકેટ - કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર (India Pakistan Border) પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમ જ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. આ સિવાય પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે. ત્યારે હવે કચ્છના અબડાસાના સિંધોડી નજીકના દરિયાઈ વિસ્તારમાંથી જખૌ મરીન પોલીસને પેટ્રોલિંગ (Jakhau Marine Police Patrolling) કરતા સમયે બિનવારસી હાલતમાં ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા.

પ્લાસ્ટિકનો કોથળો તણાઈ આવતા શંકાસ્પદ હોઈ તપાસ કરવામાં આવી - જખૌ મરીન પોલીસને (Jakhau Marine Police Patrolling) દરિયાઈ કાંઠા વિસ્તારમાં એક પ્લાસ્ટિકનો કોથળો તણાઈ આવ્યો હતો. જે શંકાસ્પદ હોવાથી તેને દરિયામાંથી કાઠામાં આગળ બહાર કાઢવામાં આવ્યા હતા. તેની તપાસ કરતા સફેદ રંગનો કોથળો વજનદાર હોવાથી આગળની સાઈટમાં અંગ્રેજીમાં બ્લૂ કરમાં A PRODUCT OF ICI Pakistan Limited 25 KGS NET Texo Poly PP BEG MFG 15/03/2021 છાપેલી છે. તેની ઉપર સલામતી કડી બાજેલ છે. તથા પ્લાસ્ટિકની દોરી બાંધી છે, જે ખોલી જોતાં અંદર એક કાપડની બેગ તૂટેલી હાલતમાં જોવા મળી હતી. તેની અંદર એક પ્લાસ્ટિકની સફેદ કોથળી છે. તેની અંદર જોતા 10 પ્લાસ્ટિકના શંકાસ્પદ પેકેટ જણાઈ આવ્યું હતું.

આ પણ વાંચો- Kutch Cocaine Seized Quantity: મુન્દ્રામાં મીઠાની આડમાં કરોડોનું કોકેઇન

પેકેટના ઉપરના ભાગમાં JDU તથા જર્દન દૂ કાફે તથા રિસ એરોમા લખેલ છે - આ જપ્ત કરાયેલા 10 જે પેકેટો પીળા રંગના છે. તે તમામ એક સમાન છે. તેની ઉપરના ભાગે અંગ્રેજીમાં JDU તથા જર્દીન દૂ કાફે તથા રિસ એરોમાં લખેલું છે. આ સિવાય બ્રાઉના રંગની કંપ તથા વરાળ સ્વરૂપે કોફી ઉકળતી હોય તેવી ડિઝાઈન છે. તથા તેની નીચે અંગ્રેજીમાં ESPRESSO COFFEE BEANS, 1000 g 22 લખેલા છે, જે પેકેટોના પાછળના ભાગે જોતા બારકોડ સ્ટિકર લગાડેલ છે તથા Net weight 1000 g 22 લખેલ છે. આ એક પેકેટનો આશરે વજન એક કિલો જેટલી હોય કુલ 10 પેકેટનું વજન આશરે 10 કિલો છે. જે પેકેટોમાં શંકાસ્પદ પદાર્થ ભરેલા હોવાનું જણાય આવતા આ પ્લાસ્ટિકની શંકાસ્પદ પદાર્થ ભરેલા 10 પેકેટો જખૌ મરીન પોલીસ દ્વારા જપ્ત કરીને મરીન પોલીસ સ્ટેશન (Jakhau Marine Police Patrolling) લઈ આવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો- કચ્છમાં BSFએ ફરી એક વખત પાકિસ્તાની ફિશીંગ બોટ ઝડપી પાડી

જુદી જુદી એજન્સીઓએ 1516 થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે - ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખાઉ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. સંભવતઃ આ ચરસના પેકેટ, પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે, તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1516થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.