ETV Bharat / state

Pakistan Zindabad Slogans Case : પોલીસે કહ્યું- "પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા જ નથી", જાણો શું છે સત્ય... - Pakistan Zindabad Slogans Case

રાજ્ય સહિત કચ્છમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મંગળવારે પરિણામ (Gram Panchayat Election Result 2021) જાહેર થયું હતું. અંજાર તાલુકાના દુધઈ ગામમાં મત ગણતરી પૂર્ણ થતા વિજેતા સરપંચ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગતા વિવાદ (Pakistan Zindabad Slogans) સર્જાયો હતો, ત્યારે આ મામલે પોલીસ તપાસમાં વીડિયોને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ વીડિયોમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા જ નથી.

Pakistan Zindabad Slogans Case
Pakistan Zindabad Slogans Case
author img

By

Published : Dec 22, 2021, 9:27 PM IST

કચ્છ : રાજ્યમાં મંગળવારે ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર (Gram Panchayat Election Result 2021) થયું હતું. આ દરમિયાન, પૂર્વ કચ્છના અંજારમાં આવેલા દુધઈ ગામમાં સરપંચનું નામ જાહેર થતા જ જીતની ખુશીમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ વિજય સરઘસમાં કોઈએ પાકિસ્તાન જીંદાબાદના નારા લગાવ્યાનો વિડિયો (Pakistan Zindabad Slogans) વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. હાલ, આ વીડિયો અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આખરે તે તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.

પોલીસે કહ્યુ કે પાકિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા જ નથી

વીડિયોને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો : પોલીસ

આજે બુધવારે સાંજે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં મયુર પાટીલે ખુલાસો કર્યો હતો કે, વિજય સરઘસ દરમિયાન સમર્થકોએ રેલીમાં પાકિસ્તાન ઝીંદાબાદ નહિ, પરંતુ રાધુભાઈ ઝીંદાબાદના નારા લગાવ્યા હતા. વિજેતા સરપંચ રીનાબેન કોઠીવારના પતિ રાધુભાઈના નામે ઝીંદાબાદના નારા લગાડવામાં આવ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, આ વીડિયોને ખોટી રીતે વાયરલ કરવામાં આવ્યો છે. આ વીડિયો એક પત્રકાર દ્વારા કોઈ યોગ્ય તપાસ કર્યા વગર ટ્વિટરના માધ્યમથી વાયરલ કર્યો હતો.

હર્ષ સંઘવીએ આપ્યા હતા તપાસના આદેશ

ગ્રામ પંચાયતની મતગણતરી બાદ અંજાર તાલુકાના દુધઈ ગ્રામ પંચાયતમાં ચૂંટણી જીતેલા સરપંચ ઉમેદવારોએ વિજેતા રેલી કાઢી હતી. જે દરમિયાન 'પાકિસ્તાન જિંદાબાદ'ના નારા લાગાવવામાં આવ્યા (Viral Video of Pakistan support Slogan) હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને પોલીસ દ્વારા બુધવારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ મામલે યોગ્ય તપાસ કરવા કચ્છ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યા હતા.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.