- કચ્છમાં ધાનાણીએ રૂપાણીને કર્યા ધારદાર સવાલ
- પાણી મુદ્દે રૂપાણીને માર્યો ટોણો
- કોંગ્રેસે શરૂ કરેલે શાળાઓ ભાજપના પાપે બંધઃ પરેશ ધાનાણી
કચ્છઃ જિલ્લાના નખત્રાણા ખાતે પત્રકારો સાથે વાત કરતા પરેશ ધાનાણીએ કહ્યું કે, 1995થી ભાજપે ભય ભૂખ અને ભષ્ટાચાર મુક્ત શાસના વાયદાઓ સાથે લોકોને નિષ્ફળ શાસન આપ્યું છે. ભાજપની શાસનમાં હવે લોકો લેખાજોખાં કરીને સવાલ પુછી રહ્યા છે. કચ્છમાં કોંગ્રેસના સમયમાં શરૂ થયેલી શાળાઓ બંધ કરવાનું પાપ ભાજપની સરકાર કરી રહી છે. નોટબંધી, જીએસટી અને કોરોના વાઇરસની કામગીરીની નિષ્ફળતા વચ્ચે પણ ભાજપ પોતાનો રાજકીય રોટલો શેકી રહ્યા છે.
ભાજપને લોકો હવે સબક શિખવાડવાના મુડમાં: ધાનાણી
ગુજરાતના ગાંધી અને સરદારે દેશને અખંડ કરવાનું કામ કર્યું છે, ત્યારે ભાજપના ગુજરાતના બે લોકો હવે દેશને ગુલામી તરફ લઈ જઈ રહ્યા છે. યુવાનોને નશા અને દારૂ તરફ વાળવામાં આવી રહ્યા છે. ખુરશી અને સતા બચાવવા માટે ભાજપના ખેલ લોકો સમજવા લાગ્યા છે અને તેથી પ્રજા હવે સબક શિખાડવાના મુડમાં છે.
![પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: અબડાસામાં પાણી મુદ્દે ધાનાણીનો રૂપાણીને પાણીદાર પ્રશ્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gjktc03kutchpareshdhananiscrtipphotovideyo7202731_23102020194115_2310f_03126_785.jpg)