કચ્છઃ શનિવારે ભુજ ખાતે મંડક કેટરિંગ સહિતના વેપારીઓ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ ધંધા રોજગાર ખોલવાની માગ સાથે બેનરો લઈને પહોંચ્યા હતા. જેથી શહેરના સરકીટ હાઉસ ખાતે પોલીસે સામાજિક અંતરના નિયમોના પાલન સહિતના મુદે 50 જેટલા વેપારીઓની અટકાયત કરી છે.
ભુજના સરકીટ હાઉસ નજીક આજે એટલે કે શનિવાર શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પસાર થવાની માહિતી મળતાં 50 જેટલા વેપારીઓ હાથમાં બેનર લઈને પોતાની માગ સાથે આવ્યા હતા. આ વેપારીઓ શિક્ષણ પ્રધાનને પોતાની લાગણી બેનર વડે દર્શાવવાનો પ્રયાસ કરવા માગતા હતા, પરંતુ શિક્ષણ પ્રધાન આવ્યા પહેલાંજ પોલીસે 50 જેટલા વેપારીઓની અટકાયત કરી લીધી હતી.
આ અંગે રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, માત્ર બેનર વડે રજૂઆત કરવા માટે વેપારીઓ માર્ગ પર ઉભા હતા, પરંતુ ભાજપ સરકારના ઈશારે ભુજ પોલીસે આ તમામ વેપારીઓની અટકાયત કરી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સામાજિક અંતરના નિયમ બતાવી રહેલી પોલીસે બસમાં 50થી વધુ વેપારીઓને બેસાડી આ નિયમનો ખૂદ ભંગ કર્યો છે.