કચ્છ: ગૌશાળા પાંજરાપોળ આશરો લેતા ગૌવંશને કાયમી સબસીડી(Permanent Subsidy to Gauvansh) આપવાની રાજ્ય સરકાર દ્વારા ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલ બજેટમાં(Budget in Gujarat Assembly) મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજના(Gaumata Poshan Yojana) હેઠળ 500 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં જોગવાઈ જાહેરાત કરવામાં આવી હોવા છતાં, અમલવારી નહીં થતા અગાઉ આપવામાં આવેલી ચીમકીને પગલે આજે રાતા તળાવ પાંજરાપોળના ટ્રસ્ટી(Trustee of Rata Lake Panjrapol) મનજી બાપુએ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.
આ પણ વાંચો: વરસાદે અબોલ પશુઓનો લિધો ભોગ, પાંજરાપોળમાં છવાયો માતમ
વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતા હોવા છતા યોજના લાગુ કરાઈ ન હતી - ગૌમાતા પોષણ યોજનાની સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં જાહેરાત કરવામાં આવી છે, પણ તેને સાડા ત્રણ માસ જેટલો સમય થયો હતો. આ દરમિયાન પત્રો પણ લખવામાં આવ્યા છતાં હજુ સુધી આ યોજના લાગુ કરવામાં આવી નથી. અરજીપત્રનો જવાબ ન મળતા તે બાબતે અમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાણ કલેકટરને લેખિતમાં કરતા રાતા તળાવ સંત વાલરામ મહારાજ પાંજરાપોળના 74 વર્ષીય સંચાલક મનજી ભાનુશાલીએ જણાવ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી સતત રજૂઆત કરવામાં આવે છે છતાં સરકાર દ્વારા સબસીડી આપવાની શરૂઆત કરવામાં આવી નથી.
બજેટમાં સહાય આપવાની જાહેરાત કરી છે છતાં અમલ નહીં થતાં ખેદ - સંત વાલરામજી મહારાજ પાંજરાપોળમાં 5500 ગૌવંશનો નિભાવ થાય છે. એવી જ રીતે કચ્છની પાંજરાપોળમાં હજારો ચોપગાને આશરો આપવામાં આવે છે. દરરોજ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. આવા સંજોગોમાં દૈનિક મોંઘા ભાવે ઘાસનો જથ્થો ખરીદવો પડે છે. વળી દરરોજ નવા નવા ગૌવંશ દાખલ થતા હોય છે. ખુદ સરકારે જ બજેટમાં સહાય આપવાની જાહેરાત કરી છે છતાં અમલ ના થતા ખેદ થઈ રહ્યો છે.
પાંજરાપોળના ટ્રસ્ટી તેમજ અન્ય ગૌપ્રેમીઓ પણ ઉપવાસમાં જોડાયા - વાલ રામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવના ટ્રસ્ટી મનજી બાપુની સાથે સાથે ઉપવાસમાં અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરત સોંદરવા અબડાસા તાલુકા પંચાયતના ચેરમેન શિવજી મહેશ્વરી કૈલાશ ગોસ્વામી તેમજ અન્યગૌ પ્રેમીઓ આ ઉપવાસમાં જોડાયા છે.
નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 100 કરોડની જાહેરાત - નાણાપ્રધાને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતી(Provision of Permanent Subsidy) વખતે નાણાપ્રધાન કનુ દેસાઈએ મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી. આ સાથે જ નાણાપ્રધાને પાંજરાપોળમાં નિભાવ અને જાળવણી માટે 500 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી. નાણાપ્રધાને નિરાધાર પશુઓની સમસ્યામાંથી મુક્તિ મેળવવા 100 કરોડની જોગવાઈની પણ જાહેરાત કરી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો કરશે આંદોલન, જાણો કારણ...
ગૌ પ્રેમીઓએ સરકાર સમક્ષ ખેદ વ્યક્ત કર્યો હતો - ગૌશાળા ચલાવતી સંસ્થાઓએ અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. કોરોના કાળમાં જ્યારે કોઈ નવા ગૌવંશને ગૌશાળામાં રાખવા માટેનો સમય આવતો ત્યારે સંસ્થાને ઘણો ખચકાટ અનુભવાતો હતો. ગૌશાળા ચલાવતી સંસ્થાઓએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, તેમજ જિલ્લા તેમજ રાજ્યની ગૌ સેવા સંસ્થાઓએ સરકારને વિનંતી કરી કે જે સંસ્થાઓ નિરાધાર ગૌવંશને સહારો આપે છે. તેમને સહાય કરવી અનિવાર્ય છે અને સરકારે પણ આ મુદ્દાની નોંધ લીધી હતી. વર્ષ 20223 માટેના બજેટમાં મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાની જાહેરાત કરી હતી, પરંતુ હજુ સુધી આ જાહેરાતની કોઈ અમલવારી ના થતા અને સબસીડીની સહાય ના મળતા ગૌ પ્રેમીઓએ સરકાર સમક્ષ ખેદ વ્યક્ત કર્યો હતો.