- કોરોના કાળમાં વોરિયર્સ તરીકે લોકોનું મનોબળ વધારતા ગજેન્દ્ર વાઘેલા
- છેલ્લા 20 વર્ષથી સુજોક થેરાપીથી દર્દીઓની સારવાર
- 35000 જેટલા લોકોની સુજોક થેરાપી મારફતે સારવાર
કચ્છ: ભુજના માધાપર ખાતે કાર્યરત એવા કોરોના વોરિયર્સ ગજેન્દ્ર વાઘેલા કે જેઓની ઉંમર 77 વર્ષની છે. છેલ્લા 20 વર્ષથી સુજોક થેરાપીથી દર્દીઓને સારવાર આપી રહ્યા છે. આ ઉપરાંત, કોરોના બાદ તેમના દ્વારા લોકોની શારીરિક અને માનસિક શક્તિ સુજોક થેરાપીથી વધારવામાં આવી રહી છે. સુજોક થેરાપીએ મૂળ કોરિયાની પદ્ધતિથી આપવામાં આવતી સારવાર છે. સુજોક થેરાપીની સારવારમાં કોઈ પણ જાતની દવા લેવાની જરૂર પડતી નથી. ગજેન્દ્રભાઈ પાસે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ઉપરાંત ભારતના જુદા જુદા રાજ્યોમાંથી પણ સારવાર મેળવવા માટે લોકો આવતા હોય છે. ત્યારે, શક્ય છે કે કોરોનાનું સંક્રમણ વધારે થાય છે. પરંતુ, ગજેન્દ્રએ કોરોના કાળ દરમિયાન પણ પોતાની સુજોક થેરાપીની સેવા અવિરત પણે ચાલુ રાખી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં રસીકરણ સાથે કોરોના વોરિયર્સનો સન્માન સમારોહ યોજાયો
જીવનશૈલીમાં કઈ રીતે ફેરફાર અંગેનું માર્ગદર્શન
પોતાની પાસે સારવાર લેવા આવતા દર્દીઓને તેઓ થર્મલ ગન વડે તપાસે છે અને ત્યારબાદ સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરે છે. કોરોનાની શરૂઆતથી જ સતત વધતા સંક્રમણથી કેમ બચવું તથા પોતાની જીવનશૈલીમાં કઈ રીતે ફેરફાર કરવો અને કઈ રીતે તકેદારી રાખવી તે અંગેનું માર્ગદર્શન તેમના દ્વારા આપવામાં આવતું હતું. કોરોના પોઝિટિવ થયા બાદ દોઢ મહિના માટે સારવાર કેન્દ્ર બંધ રાખવામાં આવ્યું હતું.
કોરોના કાળમાં દર્દીઓને શારીરિક તથા માનસિક શક્તિ વધારવાના પ્રયત્નો
દોઢ મહિના માટે સારવાર કેન્દ્ર બંધ રાખ્યા બાદ, તેમના દ્વારા છેલ્લા અમુક મહિનાઓથી આવતા દર્દીઓની શારીરિક તથા માનસિક શક્તિ કઈ રીતે વધે તથા ભય કેવી રીતે ઓછો થાય તેમજ સંક્રમણથી કઈ રીતે બચી શકાય એ અંગેની માહિતી આપીને પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: મહુવામાં કોરોના વોરિયર્સ અને ફ્રેન્ટ લાઈન વર્કર્સને કોરોના વેક્સિન અપાઇ
35000 જેટલા લોકોની સુજોક થેરાપીથી સારવાર
ગજેન્દ્રભાઈ અત્યાર સુધીમાં 35000 જેટલા લોકોની સુજોક થેરાપી દ્વારા સારવાર કરી ચૂક્યા છે અને મોટા મોટા રોગોનું નિદાન પણ કોઈ જાતની દવા વગર સુજોક થેરાપીથી કરવામાં આવ્યું છે. અહી આવતા દર્દીઓ પાસે માટે નોમિનલ ચાર્જ જ લેવામાં આવે છે તથા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો પાસેથી ફી પણ લેવામાં આવતી નથી. ગજેન્દ્રભાઈ દ્વારા શરૂઆતના 6 વર્ષ સુધી ફ્રીમાં સારવાર કરવામાં આવી હતી.
ગજેન્દ્રભાઈને જામનગર ખાતે લાઈફ ટાઈમ એવોર્ડ આપવામાં આવ્યો
ગજેન્દ્રભાઇ દ્વારા કોરોના કાળમાં કમરના રોગો, માનસિક તાણ, હાથપગના દુખાવો, આંતરડાની તકલીફ, એલર્જી, દમ વગેરે જેવા રોગોનું નિદાન પણ કરવામાં આવ્યું હતું. ગજેન્દ્રભાઈ દ્વારા હાલમાં દર્દીઓની શારીરિક અને માનસિક શક્તિ વધે અને તેમનું મનોબળ વધે તે માટેના પોઇન્ટ સુજોક થેરાપી મારફતે આપવામાં આવે છે.