ETV Bharat / state

Celebrity Controversy: લોકગાયિકા ગીતા રબારીને ઘરે જઈ રસી અપાતા સર્જાયો વિવાદ - ભુજ ન્યુઝ

કચ્છના લોકગાયિકા (folk singer) ગીતા રબારી(Geeta Rabari)એ પોતાના ઘરે કોરોનાની રસી લીધી હોવાથી વિવાદ (Controversy) સર્જાયો છે. ગાયિકાએ રસી લેતાં ફોટો ફોટો સોશિયલ મીડિયા મારફતે પોસ્ટ કર્યો હતો. જેના પરિણામે વિવાદ સર્જાયો છે. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આરોગ્ય કર્મચારી પાસેથી ખુલાસો માંગ્યો છે.

controversy-erupted-as-folk-singer-geeta-rabari-was-vaccinated-at-home
લોકગાયિકા ગીતા રબારીને ઘરે જઈ રસી અપાતા સર્જાયો વિવાદ
author img

By

Published : Jun 13, 2021, 10:16 AM IST

  • કચ્છની કોયલ ગીતા રબારી સપડાય વિવાદમાં
  • ઘરે કોરોના રસી લીધી હોવાથી થયો વિવાદ
  • સોશિયલ મીડિયામાં ફોટો પોસ્ટ કરતા વિવાદ

કચ્છઃ હાલ સમગ્ર દેશમાં 18થી 44 વર્ષના લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા લોકો રસીકરણ(veccination) માટે રજિસ્ટ્રેશન કરાવી રસીકરણ માટે સ્લોટ(veccination slot) મેળવવા હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે સેલિબ્રિટી(Celebrity)ઓને તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લોક ગાયિકા અને કચ્છની કોયલ તરીકે પ્રસિદ્ધિ મેળવનારા ગીતા રબારી અને એમના પતિ સહિત પરિવારજનોને ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ માણાવદમાં યોજાયેલા લોક ડાયરામાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ, સાંસદ રમેશ ધડુક રહ્યા હતા હાજર

સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટથી સર્જાયો વિવાદ

ગીતા રબારીએ પોતાના ટ્વિટર પર વેકસીન લીધા અંગેની માહિતી શેર કરી હતી. પરંતુ ફોટોમા કોઇ સેન્ટર પર વેક્સીન લેવાના બદલે કોઇ ઘરમાં વેક્સીન લેવાનુ બહાર આવતા ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ થતાં ગાયિકા દ્વારા પોસ્ટ ડીલીટ કરી નાખવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેના પગલે CDHOએ ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને નોટીસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

આ પણ વાંચોઃ થરાદમાં ગીતા રબારીના ડાયરાનો વિવાદઃ આયોજકની ધરપકડ, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

મહિલા આરોગ્ય કર્મચારી પાસે ખુલાસો માંગ્યો

આ સમગ્ર બનાવ અંગે DDO દ્વારા CDHO ડો. જનકમાઢકને જવાબદાર આરોગ્ય કર્મચારી સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જેના પગલે મહિલા આરોગ્ય કર્મચારી પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.