ETV Bharat / state

Contention in Bhuj Nagarpalika : ભુજ નગરપાલિકાના પ્રમુખ પર બંગડીઓ કોણે અને કેમ ફેંકી - ભુજ નગરપાલિકામાં કોંગ્રેસનો વિરોધ

બુજ શહેરમાં ઉભરાતી ગટર, અનિયમિત પાણીનું વિતરણ, સફાઈની સમસ્યા, રસ્તાઓ પર ખાડાઓની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા (City Civic Problems in Bhuj) વકરી છે. આવા આક્ષેપો સાથે કાઉન્સિલર આઈશુબેન સમા અને પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રધાન રસીકબા જાડેજ દ્વારા (Contention in Bhuj Nagarpalika ) આજે ભુજ નગરપાલિકાના પ્રાંગણમાં પ્રતીક ધરણા( Congress Protest at Bhuj Nagarpalika ) પર બેઠાં હતાં.

Contention in Bhuj Nagarpalika : ભુજ નગરપાલિકાના પ્રમુખ પર બંગડીઓ કોણે અને કેમ ફેંકી

author img

By

Published : Jul 25, 2022, 5:06 PM IST

ભુજઃ ભુજ શહેરમાં ઉભરાતી ગટર, અનિયમિત પાણીનું વિતરણ, સફાઈની સમસ્યા, રસ્તાઓ પર ખાડાઓની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા જેવી અનેક સમસ્યાઓનું (City Civic Problems in Bhuj) નિરાકરણ લાવવામાં ભુજ નગરપાલિકાના સત્તાધીશો નિષ્ફળ ગયા છે તેવા (Contention in Bhuj Nagarpalika )આક્ષેપો સાથે વોર્ડ નંબર 1 ના કાઉન્સિલર આઈશુબેન સમા અને પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રધાન રસીકબા જાડેજા પ્રતીક ધરણા પર ( Congress Protest at Bhuj Nagarpalika ) બેઠા હતાં. જુલાઈ માસની શરૂઆતથી જ સમગ્ર કચ્છમાં સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો. જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં તો સાથે સાથે ગટરના પાણી પણ ઉભરાયા હતાં. વરસાદમાં શહેરના રસ્તાઓમાં ખાડા પડી ગયા હતા જેથી કરીને નગરજનોને તકલીફો વેઠવી પડી રહી છે.

પ્રમુખના રાજીનામાની માગ સાથે કોંગ્રેસના આકરા તેવર

રજૂઆતો બહેરા કાને અથડાઇ- આ સમગ્ર બાબતે અનેકવાર રજૂઆત છતાં પણ સમસ્યાઓનું (City Civic Problems in Bhuj) નિરાકરણ ન આવતા ભુજ શહેરમાં ગટર, પાણી, સફાઈ અને રોડ પર પડેલા ખાડા સહિત સમસ્યાને લઈને ભુજ નગરપાલિકામાં કોંગ્રેસના આગેવાનોએ ધરણા ( Congress Protest at Bhuj Nagarpalika ) યોજ્યા હતાં. ભુજ શહેર કોંગ્રેસના હોદેદારો, ચૂંટાયેલા કાઉન્સિલર અને વિપક્ષી નેતા સહિત આગેવાનો પ્રમુખના રાજીનામાની માગ સાથે (Contention in Bhuj Nagarpalika )વિરોધ કર્યો હતો.

આ પણ વાંચોઃ Bhuj to Ahmedabad Flight : ભુજથી અમદાવાદ, બેલગાવ જવા માટે હવે લોકોનો બચશે સમય

ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે -પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભા અધ્યક્ષના મત વિસ્તારમાં જ આ પરિસ્થિતિ (City Civic Problems in Bhuj) હોય તો આ કેટલી ગંભીર બાબત કહેવાય ખાસ કરીને ભુજના પોશ વિસ્તારના ઘરોમાં વરસાદના લીધે ગટરના પાણી ભરાયા છે. ભુજના વોર્ડ નંબર 1, 2 અને 3ની વિવિધ સમસ્યાઓને લઈને અનેક વાર વિપક્ષ દ્વારા રજુઆત કર્યા છતાં કામ થતું નથી. સત્તાપક્ષ માત્ર વાત જ કરે છે અને ભ્રષ્ટાચાર ( Congress Protest at Bhuj Nagarpalika ) જ કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો વિપક્ષ (Contention in Bhuj Nagarpalika ) દ્વારા કરવામાં આવ્યા હતાં.

રાજીનામાની માંગણી સાથે પ્રમુખ પર બંગડીઓ ફેંકી -ઉપરાંત પ્રતીક ધરણાં પર બેઠેલા કોંગ્રેસના પ્રતિનિધિઓએ ભુજ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં ઉગ્ર રજૂઆત કરી હતી. કામ કરવામાં સક્ષમ ન હોતા પ્રમુખ પાસેથી રાજીનામાની માંગણી પણ કરી હતી. લોકોની રજૂઆતો ન સંભળાતા લોકોમાં રોષ ફેલાયો છે. ઉપરાંત ભુજ નગરપાલિકાના પ્રમુખ પર પાણી ગટરના મુદ્દે (City Civic Problems in Bhuj) મહિલાઓએ બંગડીઓ (Contention in Bhuj Nagarpalika )ફેંકી હતી.કોંગ્રેસના ધરણાં કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખ સામે રજૂઆત કરતી વખતે ભુજ નગરપાલિકાના પ્રમુખ પર બંગડીઓ ( Congress Protest at Bhuj Nagarpalika ) ફેંકતા ચકચાર મચી હતી અને નગરપાલિકામાં માહોલ ગરમાયો હતો.

આ પણ વાંચોઃ Dilapidated Bridge in Bhuj : ક્રુષ્ણાજી પુલ પર ગમે ત્યારે દુર્ઘટના બની શકે

પ્રમુખે ઘટનાને અયોગ્ય લેખાવી -સમગ્ર બાબતે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભુજ નગરપાલિકા દ્વારા કરવામાં આવતા વિકાસના કામો જોઈ નથી શકતી અને દરરોજ કોઈને કોઈ રીતે આક્ષેપો, વિરોધો અને રજૂઆતો કરી રહી છે. હતાશ, નિરાશ અને સતત હારતી આ કોંગ્રેસે આજે તો ભાન અને મર્યાદા મૂકી દીધી હતી. નગરપતિ પર બંગડીઓ ફેંકવાની ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી અને અયોગ્ય (Contention in Bhuj Nagarpalika ) ગણવામાં આવી હતી. વરસાદના કારણે જે સમસ્યાઓ (City Civic Problems in Bhuj) સામે આવી છે તેના માટે ભુજ નગરપાલિકાની ટીમ કાર્ય કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.