- ગામની વિધવા મહિલાઓને કોરોનાના સંક્રમણથી બચાવા સરપંચનો અનોખો પ્રયાસ
- સરપંચ દ્વારા રૂબરૂ જઈને વિધવા મહિલાઓને પહોંચતી કરાય છે સહાયની રકમ
- સરપંચ દ્વારા 100 જેટલી મહિલાઓને વિધવા સહાયની રકમ ઘેર બેઠા પહોંચાડાય છે
કચ્છઃ મસ્કા ગામના સરપંચ દ્વારા ગામમાં રહેતા વિધવા મહિલાઓની અનોખી રીતે મદદ કરી રહ્યા છે. ગામની 100 જેટલી વિધવા બહેનો વિધવા સહાય યોજનાનો લાભ રહી છે. જેમાં તેમને દર મહિને પોસ્ટ દ્વારા વિધવા સહાયની રકમ લેવા જવું પડતું હોય છે પરંતુ હાલ કોરોનાના કહેર વચ્ચે બહાર નીકળવું એટલે કોરોનાને આમંત્રણ આપવા જેવું થાય. જેથી ગામના સરપંચ દ્વારા પોતે જઈને વિધવા સહાયની રકમ એકત્ર કરીને બહેનોને રૂબરૂ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ JCI દ્વારા કોવિડ સેન્ટરમાં ગીત સંગીતના માધ્યમથી દર્દીઓનો માનસિક તનાવ દૂર કરવા અનોખો પ્રયાસ
મસ્કા ગ્રામ પંચાયત અને માંડવી પોસ્ટ ઓફિસ દ્વારા અનોખી મુહિમ
વિધવા બહેનોને માંડવીની પોસ્ટ ઓફિસ ખાતે ધક્કો ના ખાવો પડે તથા લાઈનમાં ઉભવું ના પડે અને હાલ કોરોનાની મહામારીમાં સંક્રમણ ના ફેલાય તે માટે મસ્કા ગ્રામ પંચાયત અને માંડવી પોસ્ટ ઓફિસના સર્વે કર્મચારીઓ દ્વારા આ મુહિમ ચલાવવામાં આવી રહી છે. જેમાં વિધવા મહિલાઓને તેમના ઘેર જઈને તેમની વિધવા સહાયની રકમ પહોંચતી કરવામાં આવી રહી છે.
પહોંચાડવામાં આવતી રકમની રજીસ્ટરમાં નોંધણી
આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા એક રજીસ્ટર પણ મેઇન્ટેઇન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિધવા મહિલાઓની વિધવા સહાય હેઠળની લગભગ દોઢ લાખ રૂપિયાની રકમની નોંધણી તથા તેમને જ્યારે આ રકમ પહોંચતી કરાય છે ત્યારે તેમની સહી પણ લેવામાં આવી રહી છે જેથી કોઈ મુશ્કેલી ઊભી ના થાય.
આ પણ વાંચોઃ વડોદરાના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ગૃપ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરાઇ
જાણો શું કહ્યું ગામના સરપંચે?
ગામમાં રહેતા 100 જેટલા વિધવા મહિલાઓની લગભગ દોઢ લાખ જેટલી વિધવા સહાયની રકમ તેમના દ્વારા બહેનોને તેમના ઘેર જઈને પહોંચાડવામાં આવે છે, મુખ્ય ઉદ્દેશ્ય આ મહિલાઓ ગરમીમાં લાઇનોમાં ઉભા રહીને પરેશાન ના થાય તથા કોરોનાનો સંક્રમણ ના ફેલાય તે માટે આ મુહિમ ચલાવવામાં આવી રહી છે.