ETV Bharat / state

કચ્છમાં દેખો ત્યાં 'ઠાર' :  નલિયામાં તાપમાનનો પારો 3.8 ડિગ્રી પર, જનજીવન પર અસર

ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગત દસ વર્ષમાં વિક્રમી ઠંડી અને ડંખીલા ઠારથી કચ્છ આખું થરથરી ઉઠ્યું છે. નલિયામાં શુક્રવારે 2.5 ડિગ્રી નોંધાયા બાદ શનિવારના રોજ તાપમાનનો પારો વધીને 3.8 ડિગ્રી પર પહોંચ્યો છે.

Cold wave in Kutch
Cold wave in Kutch
author img

By

Published : Dec 19, 2020, 4:03 PM IST

Updated : Dec 19, 2020, 4:23 PM IST

  • કચ્છમાં દેખો ત્યાં ઠાર
  • નલિયા 3.8 કાતિલ ઠંડીથી જનજીવન ઠુંઠવાયું
  • દાયકા બાદ નલિયામાં કોલ્ડ વેવ નોંધાઈ
    cold wave in naliya
    નલિયામાં તાપમાનનો 3.8 ડિગ્રી પર

કચ્છ : ઉત્તર ભારતમાં વરસેલી હિમવર્ષાને કારણે કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગત દસ વર્ષમાં વિક્રમી ઠંડી અને ડંખીલા ઠારથી કચ્છ આખું થરથરી ઉઠ્યું છે. નલિયામાં શુક્રવારે 2.5 ડિગ્રી નોંધાયા બાદ શનિવારના રોજ તાપમાનનો પારો વધીને 3.8 ડિગ્રી પર પહોંચ્યો છે. કચ્છના કોટેશ્વરથી લઇ સુરજબારી અને ખાવડાથી લઇ વાગડની રણકાંધીનો વિસ્તારમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે.

કચ્છમાં કોલ્ડવેવને કારણે જનજીવન પર અસર

નલિયામાં 3.8 અને ભૂજમાં 9.9 ડિગ્રી તાપમાન

સત્તાવાર વિગતો મુજબ હવામાન વિભાગના માપક યંત્રકમાં શનિવારે સવારે નલિાયમાં સવારે 3.8 અને ભૂજમાં 9.9 ડિગ્રી અને કંડલામાં 10.5 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. ઠંડા બર્ફીલા વાયરા સાથે ઠંડીનો સકંજો આખો દિવસ કસાયેલો રહેતાં લોકોને આખો દિવસ ગરમ કપડા પહેરી રાખવાની ફરજ પડે છે. જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં જેટલું તાપમાન નોંધાયું છે, તેનાથી અનેકગણી ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે હજૂ વધુ બે દિવસ કોલ્ડ વેવની આગાહી કરી છે.

Cold wave in Kutch
ઠંડીનો સકંજો આખો દિવસ કસાયેલો રહેતાં લોકોને આખો દિવસ ગરમ કપડા પહેરી રાખવાની ફરજ પડી

નલિયાની બજારો વહેલી બંધ થવા માંડી

નલિયા અને સમગ્ર તાલુકામાં જનજીવન રીતસર ઠૂંઠવાઈ ગયું છે. 2015ની 15મી ડિસેમ્બરે પારો 2.6 નોંધાયો હતો. જ્યારે 28 ડિસેમ્બર 2013ના રોજ પણ 2.6 ડિગ્રી નોંધાયો હતો. તાપમાનનનો લઘુત્તમ પારો ગગડતાં રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઈ છે. ગત ગુરુવારે 8.5 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયા બાદ હવામાનનો પારો 6 ડિગ્રી નીચે ઉતરી જતાં ગાત્રો ગાળતી ઠંડી માટે જાણીતાં એવાં નલિયામાં મોસમની વિક્રમી ઠંડી નોંધાઇ છે.

Cold wave in Kutch
ઉત્તર ભારતમાં હિમવર્ષા થવાને કારણે કચ્છમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું

સાંજ બાદ કરફયૂં જેવા માહોલ

અસહ્ય ઠંડીને કારણે સાંજથી જ બજારો વહેલી બંધ કરી વેપારીઓ ઘરે ચાલ્યા જાય છે. મોડી સાંજ બાદ કરફ્યૂં જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દિનપ્રતિદિન હવામાનનો પારો નીચો ઉતરી રહ્યો છે. જે જોતાં હજૂ ગાત્રો ગાળી નાખે તેવી ઠંડી પડવાની શક્યતાને નકારી શકાતી નથી.

Cold wave in Kutch
દાયકા બાદ નલિયામાં કોલ્ડ વેવ નોંધાઈ

Last Updated : Dec 19, 2020, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.