ETV Bharat / state

ગુજરાતનું આ પોર્ટ બન્યું ડ્રગ્સ વેચાણ માટેનું નવું સરનામું - Cocaine in a salt container

કચ્છનું મુન્દ્રા પોર્ટ પરથી મીઠાના કન્ટેનરમાંથી (Cocaine in a salt container ) 50 કિલો જેટલું કોકેઈન (Cocaine seized from Mundra port) ઝડપાયું છે. પોર્ટ પર દુબઈથી ઈમ્પોર્ટ થયેલા કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં કન્ટેનરમાં કોકેઈન (Mundra port in Controversy) હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતનું આ પોર્ટ બન્યું ડ્રગ્સ વેચાણ માટેનું નવું સરનામું

author img

By

Published : May 26, 2022, 1:37 PM IST

કચ્છઃ સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ (Mundra port in Controversy) બન્યા છે. તો કચ્છના મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી પણ મિસડિક્લરેશન દ્વારા અનેક વાર કન્ટેનરમાં ડ્રગ્સનો જથ્થો (Cocaine seized from Mundra port) મળી આવ્યો છે ત્યારે મુન્દ્રાના વિશ્વ વિક્રમી 21,000 કરોડ રૂપિયાના હેરોઇન બાદ કચ્છના કંડલા બંદર પર ગુજરાત ATS અને DRIએ હેરોઈનનો જંગી સ્ટોક જપ્ત કર્યો હતો. તો ફરી એક વાર મુન્દ્રા પોર્ટ પરથી મીઠાના કન્ટેનરમાંથી 50 કિલો જેટલું કોકેઇન (Cocaine in a salt container) ઝડપાયું છે.

કન્ટેનરની તપાસ કરતા થયો ખૂલાસો - મુન્દ્રા પોર્ટ પર ગઈકાલે (બુધવારે) દુબઈથી ઈમ્પૉર્ટ થયેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ કન્ટેનરમાં કોકેઇનનો જથ્થો મળી આવ્યો છે પરંતુ હજી પણ કન્ટેનરના તમામ જથ્થાની તપાસ (Cocaine seized from Mundra port) ચાલી રહી છે તેમજ તેના સેમ્પલ નાર્કોટીક્સ તપાસ માટે મોકલાયા છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા ગત રોજ મુંદ્રા પોર્ટ પર આવેલા એક કન્ટેનરને રોકાવીને તપાસ ચલાવી હતી.આ કન્ટેનરમાં 50 કિલો જેટલું ડ્રગ્સ (Cocaine in a salt container) હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

50 કિલો જેટલો કોકેઈન ડ્રગ્સનો જથ્થો ઝડપાયો - સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, કન્ટેનરમાં મીઠું હોવાનું ડિક્લેરેશન ધરાવતું આ કન્સાઈન્મેન્ટ ઈરાનથી વાયા દુબઈ થઈને મુન્દ્રા પહોંચ્યું હતું. તેમાં રહેલા દરેક જથ્થાને બહાર કાઢીને મોડી રાત સુધી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, 50 કિલો જેટલો સિન્થેટીક ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો હોવાનું (Cocaine seized from Mundra port) જાણવા મળી રહ્યું છે. તે ખરેખર હેરોઈન છે કે, અન્ય કોઈ ડ્રગ્સ તે તપાસ પૂર્ણ થયા અને રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો- આવું ને આવું ચાલતું રહેશે તો નશાના રવાડે ચડી જશે અમદાવાદ

સમગ્ર વિગતો FSL રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે - આ સમગ્ર બાબતે ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીનો સંપર્ક સાધવા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સંપર્ક સાધી શકાયો નહતો. તો કસ્ટમના અધિકારીઓએ મીઠાના કન્ટેનરની તપાસ ચાલતી હોવાનું જણાવ્યું હતું. જોકે, સમગ્ર વિગતો FSL રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ કન્ટેનર કોણે મગાવ્યું હતું. ક્યાં જઈ રહ્યું હતું વગેરે સવાલોના જવાબો પણ યોગ્ય તપાસ બાદ બહાર આવશે.

આ પણ વાંચો- MD Drugs Seized in Ahmedabad : SOG ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો, આરોપીની પૂછપરછમાં મળી ચોંકાવનારી માહિતી

ગયા વર્ષ મુન્દ્રા પોર્ટે સર્જ્યો હતો રેકોર્ડ - ઉલ્લેખનીય છે કે, અગાઉ મુન્દ્રા પોર્ટ પરથી પહેલાં અમેરિકન ગાંજો, રક્ત ચંદન, વિદેશી સિગારેટ, ખસખસ, સોપારી અને પાકિસ્તાન આર્મીની સામગ્રી પણ મળી આવી છે. ગયા વર્ષે DRI દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી 3,004 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું, જેમાં 13 સપ્ટેમ્બરે 2 કન્ટેનરની અટકાયત કરવામાં આવી હતી. આ ઈરાનના બંદર અબ્બાસ થઈને અફઘાનિસ્તાનના કંદહારથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. આ કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ હોવાનું જાહેર કરાયું હતું. કન્ટેનરની વિગતવાર તપાસથી 2 કન્ટેનરમાંથી 17 સપ્ટેમ્બર અને 19 સપ્ટેમ્બરે 2,988 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.